"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અલગ અમ જિંદગીથી..

rajput_beauty_an25 

અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા!
નદીને અવગણે  એવા  કોઈ દરિયા        નથી હોતા!

નથી  હોતી વંસતોની  છબીમાં   લ્હાણ    સૌરભની;
હકીકત   જેટલા  સદ્ધર  કદી  નકશા       નથી હોતા!

નવાઈ  શું, વિચારો જો બધાના હોય     ના  સરખા,
તરંગો પણ બધી નદીઓ  તણા સરખા નથી હોતા.

કોઈ  એવું  નથી જેના   જીવનમાં હોય   ના ખામી;
કોઈ એવા  નથી રસ્તા જે  જ્યાં ખાડા નથી હોતા.

સમજપૂર્વક  બધીયે  ચીજની અહીંયાં સમીક્ષા  કર;
નિહાળે છે જે દિનિયામાં,બધાં સ્વપ્નાં નથી હોતા!

અસરથી  હોય છે   વાતાવણની     મુકતએ ‘દીપક’,
મહોબતનાં  ગુલાબો   લેશ      કરમાતાં  નથી હોતાં!

-‘દીપક’ બારડોલી

 

 

એપ્રિલ 20, 2009 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: