ઓગળ્યા કરું!-સપના મર્ચન્ટ
શ્વાસ ઊંડાં ઊંડાં લયને નિહાળ્યા કરું,
તારા ભુંસાયેલા પગલાં સંભાળ્યા કરું
આમ તો વિલિન થવાની છું તુંજમાં,
ધીમે ધીમે જીર્ણ શરિરમાં ગળ્યા કરું.
મળી જાય જો તારી બાહુપાશના બંધન,
જો પછી કેવી તારામાં ઓગળ્યા કરું.
રસ્તો તારા સુધી પહોંચવાનો છે કઠીન,
ગલી ગલી, શહેર શહેર,ભટકયા કરું.
શમા કોના માટે સળગે છે, કોને ખબર?
પતંગિયાં કાજે રાત ભર સળગ્યા કરું.
જો જીત તમારી નક્કી હોય તો હારુ હું,
અહંમ છોડી હ્રદયથી પીગળ્યા કરું.
જો તું આજે વચન પાળવાનો હોય તો,
વરસતા વરસાદે ઘરમાંથી નીકળ્યા કરું.
હાથમાં હાથ રાખીને ચાલવાનું હોય,
સાત સાત સમંદ્ર ઓળંગ્યા કરું.
નથી મિલન શક્ય આ લોકમાં,
તું કહે તો સ્વર્ગના દરે મળ્યા કરું
સપના આમ તો એકલું જ જવાનું છે,
શા માટે લાગણીમાં વમળ્યા કરું.