બેડલું ઉતારો..
હે..બેડલા માથે બેડલું ને એને માથે મોંર
હે..સામે ઉભો સાજન, હે મારા ચિત્તડા કેરો ચોર.
બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
હાલી આવું હું તો પનઘટના ઘાટથી
કેટલો જીરવાય ભાર અબળાની જાતથી
હાય નીતરતી ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો
બેડલું ઉતારે તે થાય મન માન્યો
હોય ભલે જાણ્યો કે હોય અજાણ્યો
કોઈની અણીયારી આંખ્યું ને મારે મરું
બેડલું ઉતારો
હે હું તો ભરી ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો
હે હું તો ભરી ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
બેડલું ઉતારો
બેડલું ઉતારો….
-કવિ અજ્ઞાત