"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તરસ – શિવજી રૂખડા ‘દર્દ”

 ph521.jpg                                    

    ખોબાનાં નીર થયાં ખાલી
સૈયર,   હું  તો  પાણી  ભરવાને  પછી   હાલી.

પાણીના    સેરડે     પાણી   દેખાઈ નંઈ   કાળજે    તરસુંના     કાપા,
પાણીના   પગરવની     પાછળ   છે  તરસના    સિન્દુરિયા     થાપા,
                                                                  કોઈ ગાગર લઈ ઠાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને  પછી  હાલી.

કાળઝાળ  ગરમીના    ઝાળઝાળ   વાયરાઓ   ચારે   દિશાઓથી  વાય,
ભીંનાશે લીધો  છે     ભેજવટો  ને      ઓલ્યા  વીરડામાં  રેતી    છલકાય,
                                                               ઝાંઝવાની આંગળી મેં ઝાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને પછી હાલી.

સવારે   સૂરજની   સાખે હું   નીકળું   આથમે    છે    આંખોયે   વાટમાં,
આ તરસનું નામ કોણે પાડ્યું મારી બઈ ! પાછું લમણે લખ્યું છે લલાટામાં

                                                                                નજરું ચડી ગઈ ખાલી.

સૈયર , હું તો પાણી ભરવાને પછી હાલી.

-શિવજી રૂખડા’ દર્દ’ (૨૦-૦૫-૧૮૪૪) બગસરામાં રહે છે.
  કાવ્યસંગ્રહ ‘ફૂલનો પર્યાય ‘

Advertisements

મે 22, 2007 - Posted by | ગીત, મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

  1. ભીનાશે લીધો છે દેશવટો….

    સરસ ગીત.

    ટિપ્પણી by nilam doshi | મે 22, 2007

  2. આ તરસનુ નામ કોણે પાડયુ મારી બઇ…જો આ તરસ ના હોત તો પાણી ન હોત્…પાણી ન હોત તો આ જીવન ન હોત્….બહુ જ ગમી…

    ટિપ્પણી by Rekha | મે 22, 2007

  3. exellent creation……..

    ટિપ્પણી by naraj | મે 23, 2007

  4. પાણી સીંચી ને હું થાકી
    મારો ઘડુલો રહે ખાલી
    સૈયર હું તો પાણી ભરવાને પછી હાલી

    ટિપ્પણી by pravinash1 | મે 23, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s