"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આભાર!

 
આજે મારા “ફૂલવાડી”બ્લોગની વાચકની સંખ્યા ૫૦,૦૦૦ ઉપર પહોંચી, જાન્યુઆરી-૨૦૦૭માં ગુજરાતી સાહિત્ય-જગતમાં”ફૂલવાડી” બ્લોગ શરું થયો, આપ સૌ મળી જે મને પ્રોતસાહન આપેલ છે અને સૌ વાચક-વર્ગે વાધાવી આનંદમાં વધારો કર્યો તે માટે “આભાર” માનવા શબ્દો ઓછા પડે છે. “ફૂલવાડી આપની સમક્ષ મૂકવામાં શ્રી વિજયભાઈ શાહ   તેમજ મારી દિકરી સમાન “ઉર્મિ-સાગર”નું માર્ગ-દર્શન ઘણુંજ મહત્વનું રહ્યું છે. અવાર નવાર ડૉ.વિવેક  ટેલર યોગ્ય સૂચનો આપી બ્લોગને સુંદર બનાવવામાં માર્ગ-દર્શક રહ્યા છે.દોઢ વર્ષની ટૂંકી મંઝીલમાં આટલો સહકાર અને આટલા વાચકો એ આ બ્લોગની મુલાકાત લઈ મને ઘણોજ પ્રોતસાહિત કર્યો છે.

નોંધઃ સાહિત્ય-સૃષ્ટીમાં જેનો દરેક કદમ પર સાથ રહ્યો છે,પ્રોતસાહિત કર્યો છે,મારા બ્લોગ્ને મારી સાહિત્ય-સૃષ્ટીમાં જે પ્રેરણા બની આગળ ધપવા મને હંમેશા હાથમાં હાથ મિલાવી સહભાગી બની છે એવી મારી જીવન-સાથી રેખાનો આભાર વ્યક્ત કરતાં હૈયું પ્રફુલીત બન્યું છે.

જુલાઇ 8, 2008 Posted by | સ્વરચિત રચના | 32 ટિપ્પણીઓ

એક લોકગીત…

 

લોકગીત લોકોની મજિયારી મિલકત, જેની કોઈ હસ્તપ્રત કે કર્ણપ્રત ન હોય ગીત લોકોના હોઠ પર,કાનમાં ઉછરે,સ્મૃતીપટ પર કાયમ રહે, ગમે ત્યારે ગાવ,મધુર લાગે, લોકોના ગળે ગૂંજે  એજ લોકગીત.
****************************************
બાપુજી  કાકુજી  થર  જોઈ આંબા રોપવો,
ઘર જોઈ દીકરી પરણાવો,કે ચીતા ઉગરે!

      મારે તે બાપે વા’ણે ચડી વર જોયા,
      ચતુર   શું  મોહ્યા કે ચોપડા વાંચતા!

સાસરે   જતાં   સામા મળ્યા બે તાડ,
માબાપનાં એ લાડ, હું ક્યાંથી વીસરું?

     સૂડી   વચ્ચે    સોપારીનો   કટકો,
     દિયર તારો લટકો, દેરાણી ટાળશે!

મારે  તે સાસરે સાસુજી  સાપણ,
નણદી તો વીંછણ,દેરાણી ડાકણ,
  જેઠાણી જમરાએ લીધો જીવડો!

     તળાવની પાળે સાસુવહુ  બે લડ્યાં,
     ડુંગર તો ડોલ્યા, કે મારા  બાપના!

તળાવની   પાળે   મા   ને દીકરી   મળ્યાં,
કે ધ્રુસકે ધ્રુસકે  રડ્યાં કે સરોવર ભરાઈ ગયા!

    આજ તો રાંધું    કેવડિયો  કંસાર,
    દુનિયાનો સંસાર, કે મારે વેઠવો!

જુલાઇ 8, 2008 Posted by | ગીત | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: