"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“આ ઘાઘરાવાળી મને ગમતી નથી..”

 (મે એક રમુજી ગરબો સાંભળ્યો..એના બોલ છે..”મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..” એ સંદર્ભમાં( રમુજી જવાબ રૂપે  આ રમુજી   ગીત લખાઈ ગયું..રમુજ સિવાય બીજો કોઈ હેતું નથી…બસ  થોડીવાર હસી લ્યો) )

મારે સ્કર્ટવાળી સાથે પણવું’તું,
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી,
મને રોજ રોજ ધોતીયા પે’રાવે રે..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એ’તો લાંબો ચોટલોવાળી ઘુમે છે..
                               આ ઘાઘરાવાળી મને  ગમતી નથી
મારે શોર્ટવાળ વાળી સાથે પણવું’તું..
                              આ ઘાઘરાવાળી મને  ગમતી નથી

મારે શે’રની લાડી લાવવી’તી,
                        આ ગામડાની ગવાર મને ગમતી નથી.
એને અંગરેજી બોલતા આવડે નહી..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એને ગાડી ચલાવતા આવડે નહી,
                          આ બુદ્ધુની બારશ મને ગમતીનથી.
ઉચી એડીના ચપ્પ્લ ફાવે નહી.
                         આ ઘાઘરાવાળી  મને  ગમતી  નથી.

એને મુવીમાં મજા કોઈ આવે નહી,
                     આ ગામડાની કુબજા મને ગમતી નથી.
એને ફેશનમાં બોલતા આવડે નહી,
                          આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મને રોજ  રોજ રોટલા ખવડાવે છે,
                   કાળા અક્ષરની ભેંસ મને ગમતી નથી.
મને બળદગાડામાં બેસાડે છે,
                       આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મારે ઈડલી સંભાર,શીરો  રોજ  ખાવા છે,
                   આ ખીચડી ને છાશ મને ભાવતા નથી,
એને પેન્ટ-શર્ટ પે’રતા આવડે નહી.
                       આ   ઘાઘરાવાળી મને  ગમતી નથી

આ સાથે.. મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..ગીતની લીન્ક જુઓ. અને મજા માણો.

http://deshgujarat. com/2010/ 04/13/mare- pent-vala- ne-painvu- tugujarati- music-video/

જૂન 10, 2010 Posted by | ગીત, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: