ઊંડુ જોયું…-ચંન્દ્રકાન્ત શેઠ
ઊંડુ જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ
કોક ગેબનના તળીયાના મહીં ઝલમલ ઝલમલ મોતી
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું,અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા !
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું,અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘેર્યો પણ અછતો રહે કે તણખો ?
પલમાં જોયું, અપલક જોયું;
હ્રદમાં જોયું, અનહદ જોયું;
ઊંડે જોયું,અઢળક જોયું.
હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.