મળશું !
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું;
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું!
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાનું તો એવું-
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
ઓણ મળીશું…
અમે એક સપનાને ખાતર પુરું જીવન ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યા,
સપનાનું તો એવું-
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
ઓણ મળીશું…
એ હતી અમાસી રાત ને કાજળ આંખ ભરી ને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યાં,
ચહેરાનું તો એવું-
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું!
ઓણ મળીશું…
-હર્ષદ ત્રિવેદી(૧૭-૦૭-૧૯૫૮)- જન્મ ખેરાળી. રહે છે ગાંધીનગર.
કાવ્યસંગ્રહ ‘ એક ખાલી નાવ’ શબ્દસૃષ્ટિ ‘ ના સંપાદક
It is not imp. when we will meet or
how we will meet. It matters that
‘WE WILL MEET.”
ઓણ મળશું પોર મળશું…અથવ અમદાવાદની લાલ બસમાં મળશું….પણ મળશું જરુર….એ વાયદો..
CCD માં મળીએ તો 😉