મારે થવું નથી!
ન કોઈ નેતા, ના કોઈ મહારથી મારે થવું નથી,
સિતારાની ચમક લઈ, રોશન મારે થવું નથી.
કોડિયું બની જલતો રહું,એક દરિદ્રની ઝૂંપડી માં,
સૂર્ય બની વિશ્વમાં મારે કદી ભમવું નથી.
તરસ છીપાવી છે મારે,ભર બપોરે જઈ રણમાં,
સાગરબની મોંજાની મસ્તી મારે માણવી નથી.
આજ “હું”, કાલે કોઈ સવાયો આવશે અહીં,
હરીફાઈની હોડમાં ભાઈ, મારે તો દોડવું નથી.
સકળ બ્રમાંડમાં એક પામર માનવી શું કરે?
‘વાહ વાહ’ નો મો’તાજ મારે કદી જોતો નથી.
‘દીપ‘ છે એક હવાની ફૂંકથી એતો બુઝાઈ જશે!
અમર થવાના સ્વપ્ન, મારે કદી જોવા નથી.
બારડ સાહેબ આખીએ રચના સુંદર અને કંઈક સંદેશ આપી રહી છે.
ફક્ત છેલ્લી લાઈન સુધારી લઈને “અમર” થવાના બદલે “પ્રખ્યાત” લખી શકો છો કેમ કે ખોળીયુ તો નષ્ટ થઈ જશે પણ આત્મા તો અમર છે જ આપનો આત્મા પણ પ્રભુ પાસે જઈને મોક્ષ પામશે નહિ તો ૮૪ લાખ યૌની તો છે જ ને.
અને પરમપિતા પરમેશ્વર પરમાત્માએ આપને આત્મા નષ્ટ કરવા નથી સોંપ્યો અને આજ સુધીના આપના કાર્યો જગતને ઉજળા કર્તા જ રહ્ય છે. “અમર નથી થવુ” કહેવાથી આપ આપનો આત્મા નષ્ટ કરવાની ઈચ્છા જાહેર કરો છો. જેનો અનર્થ થઈ ઉઠે છે. અને અમર નથી થવુ તો શુ નષ્ટ થવા ચાહો છો? અને નષ્ટ થવુ એટલે નરકમાં જવુ, અને નરકમાં જવુ એટલે સમાજ, ધર્મ, દેશ, અને પર્માત્મા વગેરે વિરુધ્ધ બંડ પોકારવુ એવો થાય છે. જે હુ આપને કરવા ન દઈશ.
ભારતદેશમાં આવી અવળી પ્રથા સદીઓથી ઘર કરી ગઈ ચે કે અમારે તો અમર નથી થવુ જે અનર્થ ઉત્પન્ન કરે છે, અને નરકના ભાગીદાર સૈનિક બને છે.
માફ કરજો માઠુ ન લગાડશો, હુ આપને પ્રેમ કરુ છુ એટલે નાનો ભાઈ માનીને બને તો સુધારો કરી લેવા વિનંતિ…
સુંદર રચના
I enjoyed it.
ramesh Patel(Aakashdeep)
સુન્દર રચના.
nirashavadi
Bhai saheb
kai na thava ma j NIJ ANAND chhe pan loko kya aa sadi vat samje chhe a badha ne to bijana jevu thavu chhe…eva thai
shakta to nathi pan eva thavani pachhal potani jindgi vedfi
nakhe chhe..mare eva nathi thavu mane to bahuj gamyu emaj
sacho NIJ ANAND – self actuatisation- chhee it is a 5 star
rating idea mane to bahuj gamyo..
tamare kai na thavu hoy to na tha ta pan kavi to jarur rahejo nahitar anme avo RASA SVAD kon pirasase..depp kadi
buzava no vichar na kare tame deep chho prakahash aapta
raho ane ame manta rahiye…vishva deep..jagat no divo
neti..neti..neti…ajitsinh zala