"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નીકળે..

 

લાગણીની પાળ  જેવું નીકળે,
આંસુ તો ખડકાળ જેવું નીકળે.

ભેજ ક્યાં મળતો હતો આ શબ્દમાં?
પત્રમાં પાતાળ જેવું નીકળે.

કોઈ પણ ઘરમાં બચ્ચુ ના છેવટે,
ડુસકું દુષ્કાળ જેવું નીકળે.

આ નગરમાં સાચવીને ચાલજે,
ફૂલ પણ પથરાળ નીકળે.

શોધેવામાં જિંદગી આખી જતી,
ક્યાં તમારી ભાળ જેવું નીકળે?

પંખીઓ ઊડી ગયાં આકાશમાં,
સાવ ખાલી ડાળ જેવું નીકળે.

ડાયરીનું ફાટતું પાનું મનીષ,
અક્ષરોમાં ફાળ જેવું નીકળે.

-મનીષ પરમાર

જુલાઇ 28, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: