"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાંઠ પછી…!


સવારે શું ખાધું-પીધું, આ બધી વાત વિસરાય સાંઠ પછી,
પુરાણી વાત સૌ યાદ રાખી, વગોળીએ મોંમા સાંઠ પછી.

છોકરા-છૈયા સાલા સૌ બદલાયા છે જીભ ફફડે સાંઠ પછી,
કોઈ સાંભળતું નથી મારું, સૌને લાગે બકવાસ સાંઠ પછી.

આ યુવાન પેઢી હવે સાવ બગડી છે , વાત કરે સાંઠ પછી,
ડોસો જંપતો નથી, જંપવા દેતો નથી વહું બોલે સાંઠ પછી.

ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.

ફરવા જવા બહાર પગ પણ નથી દેતા સાથ સાંઠ પછી,
નથી દેતા કોઈ સહારો લાકડીનો ઉભા થવા સાંઠ પછી.

દર્દ સતાવે એવા કે માંગ્યું મોત પણ મળે નહીં સાંઠ પછી.
જાણે ભગવાન કઈ સાંભળતો નથી, લાગે સૌને સાંઠ પછી

બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

જૂન 29, 2010 Posted by | સ્વરચિત રચના | 16 ટિપ્પણીઓ

ચાલ્યા જશું….

ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં    ઘર  બાંધશું,  થોડું   રમી, ચાલ્યા જશું.

દૂર   થાશે   ઝાંઝવાનુ   ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.

યાદના   સૂરજ   અચાનક   માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.

આ   તે      કેવો     શાપ છે     એકલપણાના    ભારનો,
શ્વાસને    સૌ આપના ચરણે     ધરી ચાલ્યા જશું.

ધૂમ્ર      થઇ જાતે કરો     પૂણાર્હુતિ આ    યજ્ઞની,
‘ઇન્દ્ર’    છેવટ   એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.

-હિતેન્દ્ર કારિયા (divya Bhaskar)

જૂન 28, 2010 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

સમજ પડે તો….

દરિયો  ડૂબ્યો   હોડી અંદર , સમજ પડે તો કાગળ લખ,
ના કોઈ બારું ના કોઈ બંદર, સમજ પડે તો કાગળ લખ.

મત્સ્યકન્યાની અફવા નીકળી,સમજ પડે તો કાગળ લખ,
કદીયે   ના    જન્મારે મળી, સમજ પડે તો કાગળ લખ.

છીપ  તજીને   મોતી ચાલ્યું, સમજ પડે તો કાગળ લખ,
મળી ગયું તો ગજવે  ઘાલ્યું, સમજ  પડે તો કાગળ લખ.

જળની  વચ્ચે   જળને દીવો,સમજ પડે તો કાગળ લખ,
ડૂબી  ગયો તીરે  મરજીવો,  સમજ પડે તો કાગળ લખ.

કાંઠે   આવી  હોડી   અટકી, સમજ પડે તો કાગળ લખ,
ગયો અચાનક દરિયો છટકી, સમજ પડે તો કાગળ લખ.

-લાલજી કાનપરિયા

જૂન 27, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

“બે મુઠ્ઠી લોટ”-લખુકથા)

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

જૂન 22, 2010 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

પિતા હવે! (Happy Father’s day)

પિતા, વાત્સલ્ય  તણું ઝરણું,    ક્યાં મળે  છત્રછાયા એની હવે?
ચાલતા  ઠેસ લાગે પડું પણ  કોની પકડવી આંગળી પિતા હવે?

સતત કરતાં રહ્યાં રખેવાળી  મૌનભાવે  સારાએ  કુટુંબની  તમે,
માર્ગમાં હજું  ભુલો પડુ છું, રાહ સાચો કોણ દેખાડશે   પિતા હવે?

ઘટાદાર વૃક્ષ સમા સતત ફળ-ફ્લોનો  આશ્વાદ  સૌને દેતા રહ્યાં,
પગે પડે છાલા સતત તાપના,   કોણ આપે  પગરખા પિતા હવે?

ખુદ સાદગીનો ભેખ પે’રી,    સગા-વ્હાલાને   ખુશાલી  દેતા રહ્યાં,
તરસ્યો છું , નિસ્વાર્થ પ્રેમ નગરની  ગાગર કોણ  દેશે પિતા હવે?

કદર  ક્યારેય ના કરી! હતાં સાક્ષાત  અડીખમ  એક પહાડ સમા,
માત્ર  છબી  લટકી રહી ભીંત પર,દીકરો  કરે આરતી પિતા  હવે!

જૂન 20, 2010 Posted by | સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

મા ! તારી અગ્નિ-પરિક્ષા!

Mom-Daughter

 

                                                                                                                                                                                           રૂપેશ મને જે સંજોગ અને પરિસ્થિતીના એક એવા વાવાઝોડના તોફાનમાં  એકલી આવી અવસ્થામાં મુકી અચાનક પ્રલાયન થઈ ગયો ત્યારે મને ઘડી ભરતો એવું લાગ્યું કે મને એ સામો મળે તો  તોપને ગોળે હું એને ફૂંકી મારું. કશું કારણ દીધા વગર મને મધ-દરીયે તરછોડી દીધી! હું સતત રડી, બે દિવસ સુધી કશું ખાવાનું પણ ભાવ્યું નહીં અને મારી ઊંઘ પણ હરામ થઈ ગઈ. અમારા લગ્નને માત્ર વરસ માંડ થયું હશે. લગ્નબાદ હવાઈ(Hawaii)માં હનીમુન કરવા ગયાં હતાં જ્યાં જે આનંદ અને મજા કરી છે જે કદી ભુલી ના શકાય! લગ્નબાદ પણ ઘરના દરેક કામમાં મને  મદદ કરતો અને મને કહેતો ‘ જતી, મારી જોબ સારી છે  અને પૈસા એટલા સારા મળે છે તો  તારે જોબ કરવાની શું જરૂર છે! બસ જલશા કર!’ પણ મારી એકાઉન્ટન્ટની જોબ ઘણી સારી હતી.મેં કહ્યું: ‘હની, આપણાં બન્નેની જોબ સારી છે તો  આપણે ટુંક સમયમાં એક મોટું ઘર અને લેક્સસ કાર ખરીદી લઈ એ..અને પછી…’ ‘તું એમ કહેવા માંગે છે ને કે..પછી “Baby-plan” !’ ‘ તમે પુરૂષો સ્ત્રીના મનને બરાબર જાણતા હો છો’. 

                                                              મારા પ્રેમાળ મા-બાપનું કાર એકસીડેન્ટમાં કરૂણ અવસાનબાદ હું એકલી પડી ગઈ.મારા કાકા, કાકી અને માસી, માસા અને ફોઈનું કુટુંબ  સૌ ને મારા મા-બાપે અહીં અમેરિકા સ્પોન્સર કરી અહીં બોલાવ્યા, એ લોકો ત્રણથી ચાર ચાર મહિના અમારી સાથે રહ્યાં એમને જોબ અપાવવામાં મદદ કરી સૌ સેટલ-ડાઉન થયાં.  એ સગાં સૌ  સગા જ રહ્યાં!  કદી પણ વ્હાલા ના બની શક્યાં! મા-બાપના મુત્યું સમયે મારી ઉંમર વીસ વરસની હતી.કોલેજમાં હતી . મારે આ ઉંમરે હુંફની જરૂર હતી , હુંફ તો બાજુંમાં રહીં પણ મારા સગાઓએ  કદી મને એમના ઘેર  એક દિવસ બોલાવી નથી. નસીબદાર હતી કે મા-બાપની મિલકતમાં ટાઉન હાઉસ હતું અને મા-બાપે બચાવેલી થોડી બચતથી મારું ગુજરાન થતું રહ્યું પણ કોલેજની ફી , કારનો ઈન્સ્યુરન્સ, હોમ ઈન્સ્યુરન્સ, મોરગેજ પેમેન્ટને લીધે પાર્ટ ટાઈમ જોબ કરવી પડી.  દિવસે કોલેજ અને રાત્રે જોબ. ઈકોનોમી એટલી ખરાબ હતી મને નાઈટ-ક્લબમાં વેઈટ્ર્સ તરીકે જોબ મળી. પગાર કરતાં ટીપ્સ મને સારી મળતી હતી. સગાઓ એજ મારી ખોટી વાતો ઉડાડી! .’જતી તો નાઈટ-કલબમાં કોલ-ગર્લ તરીકે જોબ કરે છે..બહું જ ખરાબ રસ્તે ચડી ગઈ છે! મા બાપનું નામ બોળ્યું!’મનમાં આવ્યું એ બધું ઝેર ઓકી કાઢ્યું! પણ એની કશી દરકાર મેં કરી નહી. હું પવિત્ર છું. હું જે કરૂ છું એ કાંઈ ખોટું તો નથી કરતી..અને આમ જુઓ તો નાઈટ-કલબની ડાન્સર્સ પણ મેરીડ હોય છે છતાં પેટને ખાતર જોબ કરવી હોય છે! ડાન્સરર્સને પણ પોતાનું કેરેકટર હોય છે.તેમજ નાઈટ કલબને સ્ટેટ લૉ ફોલો કરવા પડે. કોઈ માણસ ડાન્સરને  ખોટી રીતે હેરાન કે અંગના કોઈભાગને સ્પર્શ ના કરી શકે. પણ આપનાં સમાજમાં’નાઈટ-કલબ”ની વાત આવે એટલે બધા બસ ખરાબ કેરેકટર્સના!
આવી પરિસ્થિતીમાં મેં કોલેજ પુરી કરી અને ત્યારબાદ મને એકાઉન્ટન્ટ તરીકે જોબ મળી. રૂપેશનો સંપર્ક એક સહેલીના મેરેજમાં થયો.એક વરપક્ષ  તરફથી જાનમાં  આવ્યો હતો. બે-ત્રણ મુલાકાત અને ઈ-મેલ દ્વારા સતત સંપર્કમાં રહ્યાં બાદ મેરેજ કરવાનો પ્લાન કર્યો. બહુંજ સાદાઈથી અમારા લગ્ન થયાં. પિતાના એક મિત્રે મારા મા-બાપ બની કન્યાદાન કર્યું..સગા બધા રિસાઈને દુર બેઠાં, વ્હાલા વગર આમંત્રણે આવી મારો પ્રસંગ દિપાવ્યો! અમારા લગ્નથી કોઈ સગા હેપ્પી નહોતા! અમારા સુખી જીવનની ઈર્ષા  આવતી હતી! પણ કોણ જાણે કેમ  રૂપેશના મનમાં કોઈ એ   એવું ઝેર ભર્યું  અને એ હતો કાનનો કાચો!.”જતી, કોલેજ કાળમાં બહુંજ ખરાબ રસ્તે ચડી ગઈ હતી.પૈસા માટે એ “કોલ-ગર્લ”  તરીકે કામ કરતી હતી. આ વાતની મને પછી ખબર પડી કે કોઈ સગાઓએ મારી પાછલી જિંદગીને ખોટી રીતે વગોવી.રૂપેશને ચડાવી માર્યો. અને એ મુરખનો સરદાર આવી પરિસ્થિતીતીમાં મને મુકી રાતો રાત ભાગી ગયો! 

                                                    રૂપેશના આવા અમાનુષ પગલાથી હું પાગલ જેવી બની ગઈ હતી. હવે હું ક્યાં જઈશ? મને આવી પરિસ્થિતીમાં કોણ રાખશે! જોબ પર કામમાં મારું ધ્યાન નહોતું રહેતું, ઘણી ભુલો કરી બેસતી.મારી કંપનીએ મને છુટી કરી! આવી કપરી પરિસ્થિતીમાં ન્યુયોર્કમાં રહેતા બેનપણી..સુલોચના મારે વ્હારે આવી! મને કહ્યું: ‘જતી તું અહીં આવતી રહે , બધા રસ્તા  નિકળી જશે!’  મારી હુંડી મારી બેનપણીએ રાધાબની સ્વિકારી.એ બેચલર હતી અને એકલી રહેતી હતી  એથી ઘણુંજ સરળ બની ગયું! પાંચ વરસ ત્યાં રહી અને એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી પણ મને ત્યાંની ઠંડીમાં ફાવ્યું નહી.અંતે ટેક્ષાસમાં પાછી આવી! 

                                                    જેફ, આ મારા જીવનની વાસ્તવિકતા છે, ‘Jati, you are such a great woman! I feel so….( જતી, તું ખરેખર મહાન સ્ત્રી છો..મને તારા માટે દુ:ખને..લા ગ..)’ no Jeff , do not feel sorry for me..(જેફ, ના મારે માટે દયામણાભરી લાગણી નથી  જોઈતી)..’હું આમાથી ઘણું શીખી છું, દુ:ખ અને દર્દે મને ઘડી છે એથી હું હવે કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરી શકું છે. તારી મુલાકાત થઈ  તારો પરિચય થયો  અને તારા માનવતાના વિચારો  મને બહુંજ ગમે છે. મને તે મારા ધંધો ચલાવવામાં ઘણીજ મદદ કરી છે.’  વીલોબ્રૂક-મોલમાં મારું “અમેરિકન કુકી” શૉપ આટલું સરસ ચાલે છે એ તારે આભારી છે.’  jati, do not butter-up..( જતી, બહું માખણ ના  માર) જેફ હસતાં હસ્તા બોલ્યો..જેફને પણ એજ મોલમાં “See’s candy”ની શૉપ હતી..બન્ને એકબીજાના બહું જ નજીક આવી ગયાં હતાં..જતીએ વિચાર્યું કે મેરેજ કરતાં પહેલાં મારા પાછલા જીવનથી વાકેફ કરી દઉ જેથી રુપેશે  ઉભી કરેલી પરિસ્થિતી ફરી ના આવે! 

                                                     જેફ, એક છેલ્લી વાત!..’jati, you do not have to tell everything about your past life! it’s OK! all I can say is..  I love you the way you are..nothing else!You are a such great woman for me..(જતી, મને તારા જીવનની બધી ભૂતકાળની વાત કહેવાની જરૂર નથી, બધુ બરાબર જ છે.હું એટલુંજ કહીશ કે..તું જે છે એજ સાચા રૂપમાં હું તને ચાહું છું..બીજું કશું જાણવું નથી..તું એક જાજરમાન સ્ત્રી છો)..’ જેફ, એ તારી મહાનતા છે.. ;તો બસ જતી  તું મને મેરેજ નો પ્લાન કેવી રીતે કરવો છે એટલું જ કહે..’ ‘પણ તું  એક વાત સાંભળ..તને ખ્યાલ છે કે મે તને એક મારી ઉંમરથી ધણીજ નાની એવી મારી બેનપણીની ઓળખાણ  તારી શૉપ પર કરાવી હતી..યાદ છે? is that same girl comes every year and stay with you? I think that beautiful girl. her name is Yaa..ti..is that right?( એજ છોકરી કે જે દર વરસે તારે ત્યાં આવે છે અને રહે છે..હું ધારૂ છું કે એ તારા જેવીજ સુંદર અને દેખાવડી છોકરી..યા..તી નામ છે ખરૂ ને?). હા, જેફ એજ..યતી જેને  હું મારી  “bridesmaid” બનાવાની છું..That’s  excellent ideas! she is very charming and nice lovely lady!..go for it!( એ ઘણોજ  સુંદર નિર્ણય છે, તેણી નમણી , સુંદર અને પ્રેમાળ છોકારી છે. ધણું સારું કહેવાય). 

                                                   ‘જેફ, આપણે સવારના ૮થી ૯.ભાગમાં તારી ક્રીસચ્યન વિધીથી અને ૧૧થી ૧૨ આર્યસમાજમાં હિંદુ વિધીથી.  આ વિધીમાં માત્ર નજીકનાજ મિત્રોને બોલાવા છે.. Are you agreed with me jeff?'( જેફ તું આ બધી વાતમાં સહમત છો ને?), જેફ હસતાં હસતાં કહ્યું ‘યસ, મેમ’ .  જતી તું મેનેજમેન્ટમાં ઘણીજ હોશિંયાર છે એ મને બહુંજ ગમે છે..સાંજે આપણું રેસેપ્શન ૭ વાગે હિલ્ટન હોટેલમાં છે તો ત્યાં જવામાં લીમોની વ્યવસ્થા કરી દીધી છે ને? જેફ, એ બધી વ્યવસ્થા યતી કરવાની છે અને એજ માસ્ટર ઓફ સેરિમની કરવાની છે.. wow! she is a great woman! she is working hard for our marriage!( સરસ! યતી એક ઉમદા સ્ત્રી છે, તેણી આપણાં લગ્નમાં સખત કામ કરી રહી છે)..of course  Jeff! she is my close friend! ( કેમ નહી! તેણી મારી એકદમ નજીકની સખી છે). 

                                                      હિલ્ટન હોટેલમાં સાંજે ૭ થી ૮.૩૦ સુધી કોક-ટેઈલ અવર્સમાં સૌ ગેસ્ટ સમયસર આવી ગયાં સૌની સરભરા, આવકાર એક મીઠા હાસ્યથી યતી કરી રહી હતી.કોક-ટેઈલ્સમાં  સ્કૉચ, વિસ્કી,મેક્સીકન ડ્રીન્ક,બીયર, વાઈન તેમજ વિવિધ જાત સૉફ્ટ ડ્રીન્કસ સાથે એપેટાઈઝર્સમાં, ચીકન, સ્પ્રીગરોલ, સમોસા,સલાડ, ફ્રૂટ્સ,નાચો, ઓનિયન, એવાકાડો ડીપ્સ , મીક્સ નટ્સ,કુકી. ક્રેકર્સ, જેવી ઘણી આઈટમ્સ હતી જેથી વેજીટેરીયન્સને પણ મજા પડી જાય! યતી સમયને નજરમાં રાખી બધું સંચાલન  વેડીંગ-કો ઓર્ડિનેટર લીસાને સાથમાં  રાખી કરી રહી હતી. ૮.૩૦ વાગે સૌ ગેસ્ટને રેસેપ્શન હોલમાં જવા  યતીએ એનાઉન્સ કર્યું. હોલ બહુંજ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.દરેક ટેબલ પર ૧૨ ગેસ્ટ બેસી શકે એવા ૨૫ ટેબલ્સ , ૧૨ જમણી સાઈડમાં અને ૧૨ ડાબી સાઈડમાં, વચ્ચે ડાન્સીંગ ફલોર. ટબેલ પર પિન્ક, ગુલાબી અને યલો કલરના ફ્લાવર્સ વેસ્ટ સાથે ફ્લૉટીંગ કેન્ડલથી ઝગમગી રહ્યું હતું. ટેબલ પર સૌના નામ પ્રમાણે બેસવાની વ્યવસ્થા કરી હતી. સૌ ગેસ્ટને યતીની ચાર બહેનપણીઓ એસ્કોર્ટ કરી ટેબલ પર લઈ જવામાં મદદ કરી રહી હતી. ગ્રુમ અને બ્રાઈડનું ટેબલ  એવું શાનદાર રીતે શણગારવામાં  આવ્યું હતું કે ત્યાં સૌની નજર પડયા વગર ના રહે!
                                                  
                                                   ‘ Ladies & gentleman, here comes newly wedded, beautiful  couple Mr. jeff Smith & Jati Bhatt( સન્નનારીઓ અને સજ્જનો,  નવપરણિત સુંદર  યુગલની પધરામણી થાય છે). give them a big hand!(તાળીઓની ગડગડાટથી વધાવી લો)..યતી માઈક પર આનંદમાં આવી બોલી ઉઠી. સૌ પોતપોતાના ટેબલ પર તાળીના ગડગડાટ  સાથે ઉભા થઈ  નવા  યુગલનું સ્વાગત કર્યું. જેફ અને જતી  સૌનું અભિવાદન  કરતા કરતાં પોતાના ટેબલ પર બેઠા..જેફે બ્લેક ટક્સીડોમાં  હેન્ડસમ લાગતો હતો , અને જતી પણ પિન્ક કલર ની નાના નાના, ડાઈમન્ડ, મોતી અને ઝરીથી ચકચકાટ સારીમાં પરી જેવી લાગતી હતી. કોઈ એ યતીને પુછ્યું પણ ખરુ કે આ સારી કેટલાની હશે?. યતીએ ટુંકમાં જવાબ આપ્યો,’૩૦હજારની.’ પહેલાં યુગલનો ફ્ર્સ્ટ ડાન્સ, પછી ચેમ્પેઈન ટૉસ કરવામાં આવ્યો. ચેમ્પે ઈન ગ્લાસ પર સૌ ગેસ્ટો ફોર્કથી..ટીન.ટીન કરી અવાજ કપલનું ધ્યાન દોર્યું..જેફે તુરત જતીને કીસ કરી.સૌ ગેસ્ટે તાળીથી વધાવી લીધા.બાદ યતીની ઘણી બેનપણીઓ એ  ફિલ્મી સોન્ગ પર આધારિત  ત્રણ થી ચાર ડાન્સ ભવ્ય રીતે કરી સૌ ગેસ્ટને ખુશ કરી દીધા. 

                                                      ‘મિત્રો, આજે હું અને જેફ  બન્ને આપ સૌ અમારા મેરેજ માં આવી શોભમાં અભિવૃદ્ધી કરી બદલ  આપનો  આભાર વ્યક્ત કરતાં ઘણાં ખુશ છીએ. જતીએ માઈક હાથ લઈ ગળગળા અવાજે બોલી..મિત્રો આજે ખુશીનો દિવસ છે આ ખુશીના છે  આંસું.  મને જેફ જેવો માયાળું,ઉમદા, વિવેકી અને પ્રેમાળ પતિ મળ્યો એ માટે હે ઈશ્વર તારો પણ ઘણો, ઘણો આભાર માનુ છું.આજ મારા મા-બાપ પણ સ્વર્ગમાંથી નિહાળી રહ્યાં છે  એમના આશિર્વાદના આ ફળ છે..બોલતા બોલાતા એક ઉંડો શ્વાસ લઈ એક સેકન્ડ અટકી આગળ બોલી. આજે મારે જે કહેવાનું છે એ સાંભળી નવાઈ ના પામશો. સૌ ગેસ્ટના ચહેરા પર વિસ્મયતાનું મોજુ ફરી વળ્યું! Yati , please come here!(યતી મારી પાસે આવ).. યતી દોડીને  જતીને ભેટી પડી! તેણીના આંખમાં હર્ષના આંસુ હતાં!
                                                                                                                                મિત્રો, જેને મેં મારી બેસ્ટ ફ્રેન્ડ માની છે એ કોઈ નથી એ મારી પોતાની દીકરી છે. કહેતાં કહેતાં મા-દીકરી એકબીજાને ફરી ભેટી પડ્યાં. જેફ પણ નવાઈ પામી ગયો! ગેસ્ટમાં નવાઈ પામી અંદરો-અંદર વાતોએ ચડ્યાં..’Please keep silence! I will tell you whole story in short time( short & sweet)..(શાંતી રાખો, હું તમને સમગ્ર હકિકત ટુંકમાં  કહું છું).રુપેશ મને તરછોડી જતો રહ્યો ત્યારે હું પ્રેંગનન્ટ હતી. બે મહિના થયાં હતાં સમાજ કરતાં મારા સગાઓની મને વધારે બીક હતી કે એ લોકો મને બદનામ કરશે અને ખોટી વાત ફેલાવશે એથી હું મારી બહેનપણી સુલોચનાને ત્યાં ન્યુયોર્ક રહેવા જતી રહી. સુલોચના, પ્લીઝ અહીં આવ! સુલોચના આવી એની ભેટી પડી એ હજુ પણ બેચલર જ હતી. આ મારી બહેનપણી કે જે   મારી મા બની મારી ડીલીવરીની વ્યવસ્થા કરી અને ત્યાં ન્યુયોર્કમાં યતીનો જન્મ થયો. સુલોચનાએ કહ્યું: જતી, આ યતી તારાજ જેવી  રુપાળી અને દેખાવડી છે  જાણે ડુપ્લીકેટ!. તેણીને ત્યાં પાંચ વરસ રહી અને યતીને મે પાંચ વરસે બેંગલોરમાં મોન્ટેસરી  સ્કૂલ છે ત્યાં મોકલી દીધી. ઘણાં દિવસ સુધી આંખમાંથી આંસુ પડતા રહ્યાં પણ કઠણ દીલ રાખી આ પગલું ભર્યું. હું ટેક્ષાસ પાછી આવી અને વીલોબ્રૂક મોલમાં કુકી સ્ટોરમાં મેનેજર તરીકે જોબ શરૂ કરી..નસીબ સીધા અને મેં એજ કુકી સ્ટોર બાય કરી લીધે જ્યાં  એજ મોલમાં જેફનો “See’s candy” સ્ટોર  હતો, એની સાથે મારો પરિચય ત્યાં થયો..યતી માટે વરસે વરસે સંપર્ણ ખર્ચ મોકલી આપતી.અને એ પણ સમર વેકેશનમાં મારી મુલાકાત  લેતી ત્યારે હું પણ સ્ટોરમાંથી વેકેશન લઈ આઉટ ઓફ સ્ટેટમાંજુદી જુદી જગ્યાએ ફરવા નીકળી પડતાં જેથી સગાઓને કશી ખબર પણ ના પડે અને યતીને મજા પડે. આ સંબંધની  માત્ર સુલોચના નેજ ખબર છે. જુઓ આનંદની વાત એ છે કે મારી યતી મીડીકલ કૉલેજના છેલ્લા વરસમાં છે. એ આવતાં વરસે ડોકટર થઈ જશે! અને પછી એ અમેરિકા પાછી આવી જશે..મારું સ્વપ્ન, મારી ઈચ્છા.. એકદમ તેણીના આંખમાં આંસુ આવી ગયાં  અને ગળે ડુમો ભરાઈ ગયો..તુરતજ યતીએ માઈક પોતાના હાથમાં લઈ લીધું..’મિત્રો..આવી મારી સુંદર સખીને “મા” કહું  આરાધનાની દેવી કહું કે ભગવાન કહું જે  કહું એ ઓછું છે બસ આટલુંજ  કહીશ..આ મા..મને જન્મો..જનમ મળે! મેં મારા પિતાને જોયા નથી ને જોવા પણ નથી. મૉમ, તું સીતા જેવીજ   પવિત્ર છે. સતત અગ્નિ વચ્ચે રહીને પણ  તારી આરાધના, તપમાં સફળ નિવડી છે, I salute you mom!  મારા નામ પાછળ કાયમ  “યતી જતી ભટ્ટ રહેશે.” Mom, you are the  best mom in whole world!(મૉમ, તુંજ મારી  દુનિયાની શ્રેષ્ઠ મોમ છે)..એમ કહી હર્ષથી મમ્મીને ભેટી પડી.ગેસ્ટમાંથી કોઈ બોલ્યું..What’s great  real loving story of daughter & mom!( મા-દીકરીની એક સાચી પ્રેમાળ કહાની!)..

વિનંતી:આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.

જૂન 18, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના, Uncategorized | 6 ટિપ્પણીઓ

ઘડપણ..!

ઘડપણ આવે ગભરાત નહીં,  જીવન મૌસમ માની મનથી વધાવજો,
ડુબતા  સૂરજ   સમી   આ   જિંદગીની સંધ્યા ને    પ્રેમથી વધાવજો.

લાકડી ટેકો બને,ચશ્મા બને આંખનો આધાર,કાને કઈ સંભળય નહી,
કાંઈ વાંધો નહી, જિંદગીનો    આજ ક્રમ છે માની ખુશીથી   વધાવજો
.

અપેક્ષા, આશા  અને મોહ-માયાની    આ નગરીથી  દૂર  સદા રહેજો,
બધુ ચાલશે, ફાવશે,ગમશે  ,   સાદગીનો વેશ પે’રી એને વધાવજો.

જમાનો  બદલાયો છે , હવા બદલાય છે    સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી,  આ વાત હસીને વધાવજો
.

સાંજ પડી છે , ઝાંખી કરી જુઓ બહાર સંધ્યા  સોળેકળા એ ખીલીછે,
નમતા સૂર્યને  સુવિદાય આપી,    આવનારી  નવી  ઉષાને વધાવજો
.

જૂન 17, 2010 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

મારી ભાવિ પત્નિ !!

                                                                  

                                                               એરપોર્ટ સિક્યોરિટી ચેકની લાઈન ઘણીજ મોટી હતી પરંતુ મારી પાસે ઈનફ ટાઈમ હતો. મેં મારું ડ્રાવીંગ લાઈસન્સ અને ટ્રાવેલ આઈટેનરીની કોપી બહાર કાઢી રાખી હતી.’મીસ્ટર…હલો,  હલો ! “You drop your Driving licence.(તમારું લાઈન્સન્સ નીચે પડી ગયું છે)મારી પાછળ  ઉભેલી બહુંજ ખુબસુરત છોકરી બોલી.અને ફ્લોર પર પડી ગયેલ મારું લાઈસન્સ મારા હાથમાં આપ્યું.’Oh, Thanks a lot..you saved my life!’ ( આપનો ઘણોજ આભાર.,મારી જીદંગી જાણે બચાવી!).’ મારા લાઈસન્સ આઈ.ડી વગર મને આ સિક્યોરિટીવાળા રોકી રાખત..!’  ‘That’s OK..’. ઉતાવળમાં આવું બને! મેં ફરી ફરી આભાર માન્યો..સિક્યોરિટીમાંથી પસાર થયો એ પણ મારી પાછળજ હતી.  મારે ગેઈટ નંબર ૨૫ પર જવાનું હતું અને ઘડિયાળ તરફ નજર કરી તો હજું પ્લેનને એકાદ કલાકની વાર હતી. ખાસુ ચાલવાનું હતું. ગેઈટની નજીક ફાસ્ટ-ફૂડની ચાઈનીઝ ફ્રેન્ચાઈઝ હતી ત્યાં લાઈટ લન્ચ લેવા રોકોયો ત્યાં જ એ જ છોકરી બેઠી બેઠી ચાઈનીઝ-ફૂડની મજા માણી રહી હતી.’May I seat next to you?'(હું તમારી બાજુમાં બેસી શકું?).’ઑફકોર્સ! મેં  કહ્યું: “સિક્યોરિટી વખતે તમે જે..’ “એ અધવચ બોલી.. ‘મીસ્ટર!’  મેં કહ્યું મારું નામ: ‘નીમેશ છે.’ એમ કહી મેં હાથ લંબાવ્યો. તેણીએ મારી સાથે હાથ મિલાવી કહ્યું: “મારું નામ  રુક્ષા છે ..આપને મળી ઘણોજ આનંદ થયો. મારે બોસ્ટન જવું છે અને હજું પ્લેન બૉર્ડીગ થવાને વીસ મીનિટની વાર છે’. ‘What’s a co incident! I am also going to Boston! ( કેવી અજૂકતી ઘટના કહેવાય..મારે પણ બોસ્ટનજ જવાનું છે).મેં કહ્યું : ‘આપણે સેઈમ પ્લેનમાં  છીએ. તમારો સીટ નંબર શું છે ? મારો આઈલમાં ૨૦ નંબર છે. તમારો?’ મારે વીન્ડો સીટ છે..નંબર ૩૧). ‘બોસ્ટનની ત્રણ કલાકની ફલાઈટ છે..પ્લેનમાં જો કોઈ સીટ નંબર ચેઈજ કરવા દેશે તો આપણે સાથે બેસીશું.’ ‘No problem!’ બૉર્ડીગનું એનાઉન્સમેન્ટ થયું. પ્લેનમાં મારી બાજુમાં બેઠેલી એક લેડીને મેં રીક્વેસ્ટ કરી: ‘We are together..can you!(અમો સાથે છીએ..તમે..?) લેડી સીટ એકસચેઈજ કરવા તૈયાર થઈ ગઈ અને રુક્ષા મારી બાજુંમાં બેસી ગઈ! એકદમ સુંદર જાણે કે ઈશ્વરે નવરાશની ઘડીમાં શાંતીથી તેણીને ઘડી હશે! પહેલીજ  નજરે તો મને કોઈ અમેરિકન જેવીજ લાગી એટલી એ રુપાળી હતી! પાંચ ફૂટની હાઈટ..સિંગલ–પાતળું બોડી! ઉંમર લાગે લગભગ ૨૦ વરસની આસ પાસ ! મારી ઉંમર ૨૪ની..આપણો જો આની સાથે મેળ પડી જાય!.હું તો ખુશ પણ મારી મમ્મી પણ એટલીજ ખુશ થઈ જશે! હું તો સ્વપ્નની દુનિયામાં આળોટવા લાગ્યો!

 
                                                  ‘નિમેશ! તમે શું કરો છો!’.રુક્ષા શું બોલી એ સ્વપ્નની દુનિયામાં ખોવાયેલો હું.  કશો ખ્યાલ ના રહ્યો! માફ કરજો ‘આપે શું કીધું?’ ‘ ‘તમો ખોવાયા, ખોવાયા લાગો છો!! તમો શું કરો છો?’  ‘હા..માફ કરજો થોડા જોબના વિચારો માં..હું  બોસ્ટનમાં   કમ્પુટર સોફટ્વેર એન્જિનયર તરીકે જોબ કરૂ છું.’  ‘How nice!(સારૂ કહેવાય)’ હું પણ બોસ્ટનમાં જ રહું છું.’  ‘મેં એન્જિનયરની ડિગ્રી ટેક્ષાસ એ. & એમ. યુનિવસિટિમાંથી લીધી અને જોબ મને બોસ્ટનમાં મળી.’  ‘તમારો હવે શું પ્લાન છે?’  રુક્ષાએ બહું સોફટ વોઈસમાં પુછ્યું. ‘જુઓને મારી મમ્મી હવે .’  ‘એજને કે હવે લગ્ન કરી લે. આપણાં દરેક ભારતીય મા-બાપની ભણી લીધાબદ જેવી જોબ શરૂ કરીએ , એટલે..લગ્નની વાત પહેલાં.’ ‘તમારી વાત સો ટકા સાચી છે..મને લાગ્યું કે આ છોકરી ઘણીજ મોર્ડન અને સમજું છે.મેં વાત આગળ ચલાવી. એક વાત કહું?’  ‘જરૂર.’  હું  છોકરી જોવા ભારત ગયો પણ એમને એમ પાછો આવ્યો. હું અહી જન્મ્યો છું અને ભારતમાં પરણી કોઈ પણ  છોકરીને  લાવીએ તો તેણીને અડજસ્ટ થતાં બે વરસ જેટલાં થઈ જાય.’  વચ્ચે વાત ઉમેરતાં રુક્ષા બોલી: ‘અહીં જન્મેલી છોકારીઓ માટે પણ આજ  પરિસ્થિતી ઉભી થાય છે. ભારતમાં  અહીં જન્મેલી છોકરીને  કોઈ ઓરથોડોક્સ છોકારો  મળી જાય તો વાત ડીવોર્સ સુધી પહોંચી જાય! તેના કરતા અહીંજ જન્મેલા કોઈ ભારતીય છોકરી-છોકરીઓ મળી જાય તો અહીંના સામાજીક, કૌટુંબિક બાબતથી વાકેફ  હોય્.’    ‘આ વાતમાં હું સો ટકા સહમત છું..કારણ કે અહીંની કૌટુંબિક વ્યવસ્થા ઘણીજ જુદી છે.’ ‘હું મનોમન ખુશ થયો કે રુક્ષાને મારા વિચારો કેટલા મેચ થાય છે! એ હસતાં હસતાં બોલી: હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય તો વાઈફ રસોઈ બનાવે તો હસબન્ડ જમ્યાબાદ ડીશ વોશ કરી નાંખે, ટેબલ તેમજ્ કીચન સાફ કરી નાંખે..ઉપરાંત  સવારે ઉઠી પત્નિ માટે કૉફી તૈયાર રાખે..ગારબેજ-બેગ બહાર મુકી આવે..ખરુને નિમેશ?’  ‘હા.હા જરૂર બન્ને જોબ કરતાં હોય તો એકાબીજાના સહકારથીજ ઘર ચાલે!’  ‘રુક્ષા, તમારાંને મારાં વિચારો..’ વચ્ચે  બોલી: ‘વિચારો મળે છે..કારણ કે આપને બન્ને અહી જન્મ્યા છીએ.’ રુક્ષા મને મળતાવડી અને એકદમ મોર્ડન વિચારોની લાગી. ‘Excuse me Ruksha, I need to go to restroom.’ ( રુક્ષા , તકલીફ બદલ દરગુજર, મારે બાથરૂમ જવું પડશે)..એમ કહી બાથરૂમ તરફ ગયો. બાથરૂમ પ્લેનની પાછળના ભાગમાં હતું. ..મેં સેલ ફોન માંથી મારી મમ્મીને ફોન કર્યો:  ‘Mom, I have a good news for you”..( મૉમ, તને એક સારા સમાચાર આપવાના છે)..’જલ્દી કહે’ ..નિમેશની મમ્મી ઉતાવળી બોલી..’શું સારા સમાચાર છે?’..’મૉમ, મારી સાથે પ્લેનમાં એક ઈન્ડીયન ગર્લ છે , મૉમ, ઐશ્વર્યા એની પાસે પાણી ભરે એવી સુંદર અને દેખાવડી છે, મેં તમને હમણાંજ સેલફોનમાંથી ફોટો  ઈ-મેલ કર્યો.’ ‘હા હા, હું અબીહાલ મારી ઈ-મેલ જોવ છું. ‘ Wow! she looks gorgeous!( તેણી તો પરી જેવી સુંદર લાગે છે).મૉમ પણ એકદમ આનંદમાં આવી બોલી ઉઠી.’ Congratulation, my boy’!( દીકરા મારા તને  અભિનંદન)..’ ‘મૉમ, અમારી આ પહેલી મુલાકાત  છે, પણ મને એવું લાગે છે કે હું પણ તેણીને ગમું છું, એ મારી ભાવિ પત્નિ બને તો મારું સ્વપ્ન શાકાર બની જાય!’.’ PLease fasten your seat belt, plane is landing right now, also turnoff your cell phone, computer or any electronics devices…( સૌ પોતનો સીટબેલ્ટ બાંધી લો, પ્લેન લેન્ડીગ કરી રહ્યું છે, મોબિલ ફોન,કમ્પુટર અને બીજી ઈલેકટ્રોનિક્સ સાધનો બંધ કરી દો). મૉમ, હું લેન્ડ થયાં બાદ તમને ફોન કરું છું.’ ‘ઑકે,, બેટા, બાય…’

                                                પ્લેન લેન્ડ થયું , રુક્ષાની સુટકેસ મેં કમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી દીધી..’Thank you Nimesh..you are such a nice gentleman!(આપનો આભાર, નિમેશ, તમે એક સારા સજ્જન વ્યકતિ છો). સુંદર સ્મિત આપી રુક્ષા બોલી . મેં  પણ સ્માઈલ આપી કહ્યું: ‘યુ આર વેલકમ!.’ બન્ને સાથે બેગ-કલેઈમ્સ  તરફ જવા લાગ્યાં..ત્યાં બેગ-કલેઈમ્સ પાસે બે બાળકો અને એક છ ફૂટનો બ્લેક મેન( અમેરિકન કાળો હબસી)રુક્ષાની નજીક આવ્યાં..’Mom, love..yaa…કહી રુક્ષાને ભેટી પડ્યાં.. રુક્ષા બન્નેને ભેટીપડી અને બાળકોને ઊચલી લીધા.તુરતજ  તેણીએ પરિચય આપતાં કહ્યું: ‘Please meet my husband Henry and My two beautiful children, Nichole &   Pintu’..( આ મારા પતિ હેન્રી અને મારા સુંદર બાળકો..નિકોલ અને પિન્ટુ છે..એમને મળો)..

જૂન 14, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 17 ટિપ્પણીઓ

એવો આ દેશ છે અમેરિકા…

Love_it_or_leave_it

રુડો,રળિયામણો રંગ-બેરંગી,
મહેકતો ગુલશન સમો,
ભાત ભાતના વસે છે લોકો મિત્ર ભાવે,
એવો આ દેશ છે અમેરિકા.

ના કોઈ ભેદભાવ નાત-જાતના,
ના કોઈ વાડા ધર્મના,
વસે જ્યાં વિશ્વભરના માનવી સાથ,
એવો આ દેશ છે અમેરિકા.

સમૃદ્ધિમાં સાગર સમો જગમાં,
ગરીબીથી સબડતાને કરે સહાય,
માનવતાની જ્યોત સદા જળે જ્યાં,
એવો આ દેશ છે અમેરિકા.

લેવા સારા બૌધપાઠ એવા અહીં માનવી,
સ્ત્રીવર્ગનું સરખું જ્યાં માન,
ના કોઈ નાના-મોટા,સૌ સરખા,
એવો આ દેશ છે અમેરિકા.

વંદન કરી,ઝુકાવીએ શિર,
સાત સંમદર પાર કરી વસ્યા અહીં,
વંદુ દેવકી, સાથો સાથ નમું મૈયા યશોદાને,
એવો આ દેશ છે અમેરિકા.

જૂન 11, 2010 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

“આ ઘાઘરાવાળી મને ગમતી નથી..”

 (મે એક રમુજી ગરબો સાંભળ્યો..એના બોલ છે..”મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..” એ સંદર્ભમાં( રમુજી જવાબ રૂપે  આ રમુજી   ગીત લખાઈ ગયું..રમુજ સિવાય બીજો કોઈ હેતું નથી…બસ  થોડીવાર હસી લ્યો) )

મારે સ્કર્ટવાળી સાથે પણવું’તું,
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી,
મને રોજ રોજ ધોતીયા પે’રાવે રે..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એ’તો લાંબો ચોટલોવાળી ઘુમે છે..
                               આ ઘાઘરાવાળી મને  ગમતી નથી
મારે શોર્ટવાળ વાળી સાથે પણવું’તું..
                              આ ઘાઘરાવાળી મને  ગમતી નથી

મારે શે’રની લાડી લાવવી’તી,
                        આ ગામડાની ગવાર મને ગમતી નથી.
એને અંગરેજી બોલતા આવડે નહી..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એને ગાડી ચલાવતા આવડે નહી,
                          આ બુદ્ધુની બારશ મને ગમતીનથી.
ઉચી એડીના ચપ્પ્લ ફાવે નહી.
                         આ ઘાઘરાવાળી  મને  ગમતી  નથી.

એને મુવીમાં મજા કોઈ આવે નહી,
                     આ ગામડાની કુબજા મને ગમતી નથી.
એને ફેશનમાં બોલતા આવડે નહી,
                          આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મને રોજ  રોજ રોટલા ખવડાવે છે,
                   કાળા અક્ષરની ભેંસ મને ગમતી નથી.
મને બળદગાડામાં બેસાડે છે,
                       આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મારે ઈડલી સંભાર,શીરો  રોજ  ખાવા છે,
                   આ ખીચડી ને છાશ મને ભાવતા નથી,
એને પેન્ટ-શર્ટ પે’રતા આવડે નહી.
                       આ   ઘાઘરાવાળી મને  ગમતી નથી

આ સાથે.. મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..ગીતની લીન્ક જુઓ. અને મજા માણો.

http://deshgujarat. com/2010/ 04/13/mare- pent-vala- ne-painvu- tugujarati- music-video/

જૂન 10, 2010 Posted by | ગીત, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

ચેટનો ચટકો ને નાગનો ડંસ!

                                                  

                                                                                                        આજે પાંચમો દિવસ હતો હજુ ટીનાના કોઈ સમાચાર નથી. તેણીની મધર અંજલીના આંસુ સુકાતાજ નથી.પિતા અલ્પેશ આખો દિવસ  પોલીસ, એફ.બી.આઈ સાથે સતત  સંપર્કમાં રહે છે.પણ  કોઈ જાતનો “positive Response” મળતો નથી.ઘરમાંથી એફ.બી.આઈના લોકો કંમ્પુટર લઈ ગયાં છે અને એમાંથી કંઈ વિગત મળી જાય, સૌ પડોશી અને શહેરના વૉલીન્ટીયર  ઘરની બે-માઈલની રેઈન્જમાં ચાલીને ટીનાને શોધવામાં મદદ કરે છે.પોલીસ ડીપાર્ટમેન્ટે હાઈવે પર..missing teenager’ ફોટા સાથેની સાઈન મુકી દીધી છે.ઘણાં ફોન આવે છે પણ  ૧૬ વરસની છોકરીને અહીં કે ત્યાં જોઈ છે પણ  માત્ર અફવા અથવા એ બીજીજ વ્યક્તિ નીકળે. રાતે એક વાગે પોલીસે ફોન કર્યો..”એક સોળવરસની છોકરીની લાશ મળી છે પણ લાશ ઓળખાય એવી નથી..તો  Mr/Mrs. Bhatt તમે આવી જોઈ લો”.સમાચાર સાંભળી અંજલી તો ઓલમોસ્ટ બેભાન  થઈ ગઈ અલ્પેશે મોઢાપર પાણી છાંટી અને ૯૧૧ને ફોન કરી દીધો પણ એ પહેલાંજ એ ભાનમાં આવી ગઈ..બન્ને રાત્રે બે વાગે બનાવની જગ્યાએ પહોંચી ગયાં..નેકેડ અવસ્થામાં લાશ ઓળખાય એવી નહોંતી..પણ કાનમાં ક્રોસના એરીંગ અને ગળામાં જીસસનું માદળીયું હતું..એના પરથી ખ્યાલ આવ્યો અને પોલીસને કહ્યું:ના સાહેબ આ મારી દીકરી નથી.” એમ કહી એક લાંબો શ્વાસ લઈ ઈશ્વરનો આભાર માન્યો..

                                                   ‘ડેડી મને મારી બર્થડેમાં એક કમ્પુટર અપાવશો?’ ટીના અલ્પેશને ગાલે વહાલથી ચુંબન કરી બોલી. ‘બેટી, તને કમ્પુટર ..વચ્ચે વાત કાપી ટીના બોલી..’સ્કુલમાં મેં કમ્પુટર શીખી લીધું છે , હું ત્યાં સ્કુલના પ્રોજેકટ પણ  કરું છું.’  ‘મારી દીકરી હોશિંયાર બની ગઈ છે. મને પણ ખાસ કમ્પુટર ઓપરેટ કરતા આવડતું નથી,  માત્ર ઈ-મેલ ઑપન કરતા આવડે છે..’  ડેડી હું તમને વર્ડ, એક્સેલ,પાવર-પોઈન્ટ બધું શિખવાડીશ..”Promise?’  ‘ yes, dad, promise.’  ટીનાની ઈચ્છા પુરી થઈ. સોળ વરસની ટીના હાઈસ્કુલમાં સોફમોર હતી. ભણવામાં ઘણીજ હોશિયાર અને ચાલાક હતી.દરેક સેમિસ્ટારમાં બધા વિષયમાં ‘A’  આવેજ અને તેણીનો જી.પી.એ ૪.૫ હતો.મેથેમેટીક્સ, અને સાઈન્સમાં બહુંજ પાવરધી હતી આખા ક્લાસમાં નંબર વન!   ‘અલ્પેશ આપણે કેટલાં નસીબદાર છીએ. પંદર વરસ પહેંલા અમદાવાદના  અનાથ-આશ્રમમાંથી આપણે  એડાપ્ટ કરીને લાવ્યા હતાં ત્યારે આપણને ખ્યાલ પણ નહોતો કે આ  બાળક એટલું હોશિંયાર નીકળશે અને’ ..   ‘અંજલી, એમાં તારો હિસ્સો ઓછો નથી, તે દિવસ રાત એક સાચી માની જેમ સારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું છે. મને ખબર છે કે તું દરરોજ બે કલાક ટીના સાથે બેસી એક સાચા શિક્ષકની જેમ ઘેર ભણાવી છે આ બધા તેના પરિણામ છે.’ ‘અલ્પેશ આ બધા ઉપરવાળાના  આશિષ અને આપણાં સારા નસીબ!’

                                                   ‘અંજલી,   રાતના બાર વાગ્યા! હજું ટીનાના રૂમની લાઈટ ચાલુ લાગે છે.’    અંજલીને ઊંઘમાંથી ઉઠાડતા અલ્પેશ બોલ્યો..’તમે પણ સુતા નથી અને સુવા દેતા નથી..ખોટી શંકા ના કરો..બિચારી કમ્પુટર પર હોમ-વર્ક કરતી હશે!’     ‘પણ..’…’પણ-બણ   કર્યા સિવાઈ  સુઈ જાવ, સવારે જોબ પર જવાનું છે..અને મને પણ સુવા દો!’
સુંદર ગાર્ડન પણ એક વાવાઝોડથી છીન્નભીન્ન થઈ જાયછે. ટીના મોડી રાત સુધી કમ્પુટર પર કોઈની સાથે બેસી ચેટ કરતી બસ હવે બે-ત્રણ કલાક ચેટ ના કરે ત્યાં સુધી ચેન ના પડે.ચેટમાં ઘણાં ગ્રુપ સાથે જોડાઈ હતી.  ‘કમ્પુટર ચેટપર હજારો આવે, હજારો જાય..કોઈનું ખોટુ આઈડી પણ હોય,ખોટી ઉંમર, જુઠ્ઠા ફોટા,પ્રોફાઈલ સાવ ખોટી હોય. ચેટ પર  કલ્પના બહારનું  ચીટીંગ થતું હોય છે ! ખ્યાલ પણ ના પડે કે સામી વ્યક્તિ પુરૂષ છે કે સ્ત્રી ? અને એ વ્યક્તિ કેવી છે એના કેરેકટરનો કશો ખ્યાલ પણ ના આવે! એમાં ટીન-એઈજની અવસ્થા બહુંજ ખતરનાક છે..બસ પોતે સાચા બાકી બધા ખોટા !   પોતે મિચ્ચોર છે, બધું સાચુ-ખોટું સમજી શકે છે..કોઈની સલાહની જરૂર નથી..બસ આવુંજ ટીનાના કેસમાં  બની ગયું. ચેટનો શિકાર બની.મા-બાપને કહ્યાં વગર બસ એક દિવસ નિકળી પડી પોતાના ચેટ બોય-ફ્રેન્ડને મળવા.

                                                     ‘Mr/Mrs.Bhatt, મીસ ટીનાના બોયફ્રેન્ડને ન્યુ-યોર્કમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. કમ્પુટરના ચેટ પરથી એમની બધી મહીતી મળી ગઈ છે’   એફ્.બી.આઈના મીસ્ટર બ્રાઉને કહ્યું: ‘ ચેટ પર એની ઉંમર માત્ર વીસની બતાવે છે.’  ‘પણ સાહેબ અમારી ટીના કયાં છે? સલામત તો છે ને ?’   અલ્પેશ વચ્ચે બોલ્યો.  ‘અમને એ ખબર નથી…ટીના live છે કે…’    ‘ના સાહેબ એવું ના કહો..અંજલી રડતા રડતા બોલી. એફ.બી.આઈ, મિસ્ટર બ્રાઉને  કહ્યું: ‘પહેલાં મારી વાત સાંભળો. વ્યક્તિનું નામ જેફરશન છે પણ ચેટ પર એનું નકલી નામ  ..Mike” છે..એ બસ આવાજ ધંધા કરે છે નાની નાની છોકરીઓને ચેટ પર મીઠી, મીઠી વાતો કરી ફસાવે છે અને સેકસ્યુલી હેરાસ કરે છે.”He is a sex offender” એની ઉંમર  ૪૫ની છે. ચેટ પર એમનો ફોટો  ૧૮ વર્ષનો છે અને સૌને એવું લાગે કે એ માત્ર ૧૮ વર્ષનો  યુવાન જ છે..હજું બધું તપાસ ચાલું છે અને એમને રીમાન્ડપર પણ લેવામાં આવ્યો છે.કમ્પુટર-ચેટ પરથી માહિતી મળી છે કે ટીનાને ચેટ પર ઘણી લાલચો આપી ભોળવી છે અને કોઈને પણ કહ્યાં વગર ન્યૂયોર્ક આવે અને તેની  ટ્રાવેલ આઈટેનરી અને ઈ-ટીકીટ ઈમેલમાં મોકલી આપી . ટીના બસમાં એરપોર્ટ પર આવી હશે અને ન્યૂયોર્ક કૉન્ટીનેનટલ એરમાં ગઈ છે.  એર્ર્પોર્ટ પર જેફરશન ઉર્ફે માઈક લેવા આવ્યો હશે  ત્યારે ટીનાને એની સાચી ઉંમરની ખબર પડી હશે..પણ ત્યારે ઘણું લેઈટ  થઈ ગયું હશે.   ત્યાર બાદ ટીના પર જે ગુજરી હશે એ માત્ર કલ્પનાજ કરવાની રહી. જેથી.આશા રાખીએ કે જેફરશન અમને સાચી માહિતી આપે  જેથી  ટીનાને અમે શોધી શકીએ..બસ  ઈશ્વર પર શ્રદ્ધા રાખો!’    અંજલીને હગ(આલિંગન) આપતાં અલ્પેશ બોલ્યો: ‘ હની, Hope for good and prepare for the worse”( આશા રાખીએ કે કશુ ખરાબ ના બને…માઠા સામા્ચાર માટે  ઈશ્વર શક્તિ આપે!)..’   ‘ના અલ્પેશ,  આપણી દીકરીને કશું નહી થાય  એવી મને અડગ શ્રદ્ધા છે..’  ‘ અંજલી, એક શ્રદ્ધા..એક આશાનો દીપ જળે છે..જે જળતો રહે..અને એજ દીપમાં આપણી આશાનું કિરણ છુપાયેલું છે!   ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે તારી શ્રદ્ધા ફળે!”

                                                         ‘ મીસ્ટર ભટ્ટ,” I have a good news..Your daughter is alive and safe..”( હું તમને એક સારા સમાચાર આપું છું..તમારી દીકરી જીવીત છે સલામત છે’)   અમો કાલની ફ્લાઈટમાં ટીનાને લઈને આવીએ છીએ.’  રાત્રીના બાર વાગ્યા હતાં..અંજલી અને અલ્પેશ એકબીજાને ભેટી પડ્યા. સવાર પડવાની રાહ જોતાં બેસી રહ્યાં..સવાર પણ જાણે થંભી ગઈ હોય એવું એમને લાગ્યું..   એફ્.બી.આઈ.એ  કહ્યું હતું:  ‘ ટીના સેક્સ્યુલ અબ્યુઝની પરિસ્થિતીમાંથી પસાર થઈ છે એના પરથી કહીએ છીએ કે ટીનાને  હાલ પુરતો એક પણ સવાલ પૂછતા નહી..તમે નસીબદાર છો કે જેફરશનની બાજુમાં રહેતા પડોશી વૃદ્ધ મીસ્ટર અને મીસીસ પીટરશને  જેફરશનના ઘરમાંથી છટકેલી ટીનાને એમના ઘરમાં આસરો આપ્યો. અને એમણે અમોને જાણ કરી…’    ‘ ‘હે ઈશ્વર જ્યાં દાનવ છે ત્યાં આજ પણ દેવ જેવા માણસો જીવે છે’.. અંજલી  વહેલી સવારે ઘરમાં આરતી ઉતારતી , ઉતારતી બોલી.. ‘ અંજલી, આ ચેટનો ચટકો કેટલો ખતરનાક છે! ઝેરીલા નાગ જેવો છે, એના ડંસમાંથી આપણી દીકરી બચી ગઈ એ જ આપણાં માટે ઘણું છે. ચાલ તૈયાર થઈજા એરપોર્ટ પર જવાનો સમય થઈ ગયો..honey!’  અંજલીએ  આપેલ સાકરનો  પ્રસાદ હાથમાં  લેતા અલ્પેશ બોલ્યો.

આપના અમુલ્ય પ્રતિભાવની પ્રતીક્ષા..

જૂન 7, 2010 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

Proud parents of Dr.Ashis Barad

 Sutter Health Sacramento Sierra Region

Patient Stories
Children’s Center at Sutter Medical Center, Sacramento

Sara – Crohn's Disease Not Getting in the Way of Growing Up

(Dr.Ashis Barad &  Sara)

Sara – Crohn’s Disease Not Getting in the Way of Growing Up

“Sara had been living with stomach pain and digestive problems for more than a year before we were finally referred to Dr. Barad,” says Shawndra, Sara’s mother. “But once we saw him, everything started to get better.”

When she was 10, Sara began to suffer from heartburn and stomach problems. “It was awful to see my young daughter go through that,” Shawndra says. “Sara’s energy level dropped; she quit soccer and didn’t want to walk our puppy anymore. She also lost 10 pounds – a lot for a sixth-grader her size. I knew something was wrong.”

Ashis Barad, MD, a pediatric gastroenterology specialist with Sutter Medical Group, first saw Sara at his clinic in December 2009. “He was incredibly patient and kind. And he’s fantastic with kids, Sara is always happy to see him,” Shawndra says about Dr. Barad. “But most importantly, he quickly started her down an effective treatment path. Less than a week after our initial appointment, he did a colonoscopy and endoscopy on her at Sutter Memorial Hospital. The procedures revealed that Sara’s ulcers were really bad. And a biopsy confirmed that she had Crohn’s Disease.”

Shawndra and Dr. Barad had suspected Crohn’s Disease, not only because of Sara’s symptoms, but also because her birth mother had the often-genetic, autoimmune disease which causes inflammation of the gastrointestinal tract. “Dr. Barad had warned us that he might keep Sara in the hospital for a few additional days, depending on what he found during her diagnostic scopes. Sure enough, he kept Sara at Sutter Memorial for four days to give her intravenous antibiotics,“ Shawndra explains. “Dr. Barad was wonderful. He visited Sara every day she was in the hospital and made us all feel better since we knew Sara was in good hands.”

When Sara was discharged, one of her prescribed drugs was prednisone – a drug that reduces inflammation. “A side effect of prednisone is facial swelling, called ‘moon face.’ But Sara handled that just fine,” says Shawndra. “What mattered to her was that she was feeling better. She had more energy. It was good to have her back.”

“Sara only takes one pill a day now, she used to take four. Her swelling is gone and she’s back to playing soccer and walking the dog. She’ll probably be on medication forever, but that’s a small price to pay for a normal, healthy life,” says Shawndra. “We know that Sara may have flare ups in the future, but we feel confident that she can stay healthy under Dr. Barad’s care. I can’t say enough about Dr. Barad. He not only healed my daughter, he took care of her with such compassion and personal interest. We consider ourselves very fortunate that he is Sara’s doctor.”

courtesy:Sutter Health

 *****************************************************************************

ભાવાનુઆદ રૂપે ગુજરાતીમાં લખું છું)

બાળ દર્દીની કહાની, બાળ-વિભાગ, સટર મેડિકલ સેન્ટર, સેક્રામેન્ટો. કેલીફૉનિયા.

 સેરા( બાળકીનું નામ)
                     સેરાની માતા શૉન્ડ્રા કહ્યું :”આખરે ડૉ.બારડનો સંપર્ક સાંધતા પહેલાં સારા છેલ્લા એક વરસથી પેટના દર્દ અને નબળી પાચન ક્રિયાથી પિડ્યા રહી હતી.બસ ડો.બારડને સંપર્ક સાંધતાજ સારાના દર્દમાં ઘણી રાહત થતી જોઈ.”

                     સેરા ૧૦ વરસની હતી ત્યારથાજ એ હાર્ટ-બર્ન(એસીડિટી) અને પેટના દર્દની શરૂઆત થઈ.”શૉન્ડ્રાએ કહ્યું: મારી નાની દિકરીની આટલી નાની ઉંમરે આ પરિસ્થિતી જોઈ દુ:ખ થાય.શરીરમાં કોઆ શકિત રહી નહોતા,સૉકર રમત રમવાનું છોડી દેવું પડ્યું,ડોગીને બહાર વૉક કરવા લઈ જતી તે પણ બંધ કરી દીધું.સેરાનું ૧૦ પાઉન્ડ વજન ઘટી ગયું.છઠ્ઠા ધોરણમાં ભણતા બાળક માટે આ વધારે પડ્તું કહેવાય..મને શંકા પડી કે કઈ અજકતું બની રહી છે.”

આશિષ બારડ,એમ.ડી. પિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સ્પેસ્યાલીસ્ટ, સટર મેડીલકલ ગ્રુપ, એમણે સેરાને પોતાને કલિનીકમાં ડીસેમબર-૦૯માં તપાસી હતી..”ડો.બારડ, ઘણીજ ધીરજ અને માયાળું સ્વભાવના છે. અને બાળકો સાથે ઓતપ્રોત થઈ જાય. સેરા, એમને જુવે એટલે ખુશ ખુશ! શૉન્ડ્રાએ ડો.બારડ વિશે આગળ કહેતા કહ્યું: મહત્વની વસ્તું એ છે કે એમની સારેવાર નીચે  તબિયત ઘણીજ સુધાર પર આવતી જણાય.એક વીકની અંદર એમણે કૉલોનૉસ્કોપી, એન્ડોસ્કોપી નો ટેસ્ટ સટર મેડીકલમાં કર્યો.અને ખબર પડી કે સેરાને પેટ  ચાંદા( અલ્સર) સારી પઠે ફેલાય ગયાં હતાં. અને બાયોપ્સીમાં ખબર પડી કે સેરાને ક્રોહન્સ(Crohn’s disease)ને દર્દ છે.

                  શૉન્ડ્રા અને ડૉ. બારડના માનવા મુજબ આ દર્દ ના સિમ્પટૉમ પરકટથી નહી પણ સેરાની જન્મ આપનાર મા ને જનેટીક ઑટોએમ્યુન દર્દને લઈને ગેસટ્રીકનું ઇન્ફ્લમેસન થાય. ડૉ બારડે  કહ્યુંકે સેરાના ડાયાગ્નોસ્ટીક  સ્કૉપ પરિણામ મુજબ તેણીને કદાક થોડા વધારે દિવસ હોસ્પિટલામાં રાખવી પડશે એજ પ્રમાણે સેરા ચાર દિવસ હોસ્પિટલામાં રાખી intravenous antibiotics આપી. શૉન્ડ્રા વિગત આપતાં કહ્યું:” ડૉ.બારડ અદભૂત ડૉકટર! એ દરરોજ હોસ્પિટલમાં તેણીની મુલાકાત લેતા એથી તેણીને પણ સારું ફીલ થતું  તેમજ અમને પણ ખબર હતી ક સેરા એક સારા ડૉકતરની કેરમાં છે.”

       સેરાને હોસ્પિટલામાંથી રજા આપતી વખતે જે દવા આપી તે PREDNISONE જે ઇન્ફ્લેમશનને ઓછું કરે. અને સાઈડ ઈફેકટ સ્વૉલીગ પણ સેરા એ સહન કરી લેતી હતી. મુખ્યવાત એ છે કે સેરા ને હવે ઘણુંજ સારું હતું અને હવે એનામાં શક્તિ આવી રહી હતી અને ફરી પાછી પોતાને નૉરમલ લાઈફમાં આવી ગઈ.

 સેરા હવે માત્ર એકજ પીલ્સ લે છે જે પહેલાં ચાર લેતી હતી. જે સૉજો હતો તે જતો રહ્યો. હવે તેણી સોકર ગેઈમ, ડોગ ને બહાર વૉક કરવા લઈ જઈ શકે છે. હા તેણી ને જીવનભર દવા લેવી પડશે.આવા દર્દમાં  તંદુરસ્ત રહેવા જરૂરી છે.પણ અમને ખબર છે કે ડૉ.બારડની સંભાળ નીચે અમારી દીકરીને કશો વાંધો નહી આવે.ડૉ.બારડ વિશે કહું એટલું ઓછું છે. એમણે માત્ર મારી દીકરીની સંભાળ લીધી એટલુંજ નહી પણ એમણે એક પોતાની વ્યક્તિ ગણી જે સારવાર કઈ એના અમો આભારી છીએ. અમે નસીબદાર છીએ કે અમોને ડૉ,બારડ જેવા સેરાને સારા ડોકટર મળ્યા.
 

દીકરા આશિષ તને  અમારા લાખ લાખ આશિષ અને આવીજ રીતે એક ડૉકટર તરીકે સાચા માનવ બની સૌ દર્દી પર વ્યક્તિગત ધ્યાન આપી  સેવા કરે અને યશ , જશ અને કિર્તી મળે.એજ પ્રભુ પ્રાર્થના.

જૂન 2, 2010 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના, Uncategorized | 22 ટિપ્પણીઓ

   

%d bloggers like this: