એતો અંધાર ઓઢી ચાલ્યું જશે!
ઊંમરનું કોઈ બંધંન એને નડતું નથી,
કળી- ગુલાબની કોઈ એને પરવા નથી.. એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
આસપાસ કોઈ સગુ-વ્હાલું હોય નહીં
છેલ્લું આંસુ લુછનાર પણ હોય નહી…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
શૈતાન યા સંતની ઓળખ એને નહીં,
દોરી કોઈની ખેંચતા એ કદી ડરે નહી…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
સાંજ,સવાર કે પછી ભર બપોરે આવશે,
સમયનું કોઈ બંધંન એને ના લાગશે….એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
લાગણી, મમતાની કોઈ નહી પરવા!
જાણે ભુખ્યું ઢોર ખેતરમાં આવે ચરવા……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
બારણે આવતા પગરખા કોઈ ઓળખે,
હસીને મીંટ માંડે બેસે છે માળખે……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
ડરનારને બહું સતાવી રોજ રોજ મારે,
લઈ જાયછે રડાવી રડાવી મોતને આરે…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.
‘દીપ’ છે મધ્યે અંધાર ઓઢી ફરે છે,
નીડર બની એને સાથ રાખી ફરે છે……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.