"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અહીં મસ્તક ફૂટ્યું …

અહીં મસ્તક ફૂટ્યું  ને  રકતધારા  લાલ  આવી  ગઈ,
પછી  જોયું  તો  એક બિન્દી તમારે ભાલ આવી ગઈ.

હતાં  જે  આવનારાં  કાલ  એ  એક જ  નહીં આવ્યાં,
નહીંતર   જિંદગીમાં   તો  ઘણીએ  કાલ આવી ગઈ.

મહોબ્બતની  ગલી  સીધી હતી તો પણ વળ્યો પાછો,
કરૂં  પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ.

કદમ  લથડી રહ્યો  છે તો ય   વધતો જાઉં છું આગળ,
મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.

અમારે  તો   જીવન   સંગ્રામમાં   ઘા  ઝીલવાના છે,
અમારા  હાથમાં   તલવાર  બદલે ઢાલ  આવી  ગઈ.

પરિવર્તન   થયું   બસ   એટલું   બેફામ    જીવનમાં,
જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી  ગઈ.

-બરકત વીરાણી ‘બેફામ’

જુલાઇ 23, 2010 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: