દાદી અમ્મા કેવાં હોય તો ગમે ?
“દાદીમા કે અવાં સન્નારી છે જેને
પોતાના બાળકો નથી હોતાં. એને તો
બીજાના નાનકડા નટખટ બાળકો ગમે છે.”
એક જગ્યાએ બેસી રહેવા સિવાય કોઈ પણ દાદીમાએ કશું જ કરવાનું નથી હોતું.આમ પણ ઉંમર થઈ ગઈ હોવાથી અમારી જેમ દોડવાનું કે ધીંગામસ્તી કરવાનું એને ફાવે નહીં. અમારા માટે તો એટલું ગનીમત છે કે એ એમને જાતજાતની રમતો હોય ત્યાં લઈ જાય અને એની પાસે પુષ્કળ પૈસા હોય, અથવા એ એમને ફરવા લઈ જાય પણ શરત એટલી કે લીલાછમ્મ છોડવાઓ, રંગબેરંગી પતંગિયાંઓ ઉંડતાં હોય ત્યાં શાંતીથી ઊભાં રહે અને વારે ઘડીએ ‘ઉતાવળ’ કરવાનું ક્યારેય કહે નહીં.
સામન્ય રીતે દાદીમા સ્થૂળ હોય છે પણ એ એટલાં બધાં જાડાં ન હોવાં જોઈ એ કે અમારા બૂટની દોરી બાંધી ન શકે. દાદીમા બહુ હોશિયાર ન હોય તો વાંધે નહીં.પણ અમારા પ્રશ્નોના જવાબ આપી શકે તો ભયો ભયો. અમારા પ્રશ્નો પણ કે “ભગવાન શા માટે પરણ્યા નથી?” અને “કૂતરાઓ શા માટે બિલાડીનો પીછો કરે છે?”
ઓળખીતા પાળખીતાઓ મળે ત્યારે અમારી સાથે બાળકોની કાલીઘેલી બોલીમાં વાતો કરે છે એવી રીતે દાદીમાએ વાતો કરવાની જરૂર નથી કારણ કે આવી વાતો અમને સમજાતી નથી. વાર્તાઓ વાંચે ત્યારે ભલે ને એની વાર્તા આવી જાય તોપણ પાનાંઓ ઉથલાવે નહીં કે કંટાળો બતાવે નહીં એ પણ જરૂરી છે. તમારી પાસે ખાસ કરીને ટેલિવોઝન ન હોય ત્યારે તો દરેકને એક દાદીમા હોવાં જરૂરી છે, કારણ કે તમામ મોટેરાંઓમાં એ એકજ એવાં છે જેમની પાસે સમયની સોગાદ છે.
સૌજન્ય: “સમયની સોગાદ”
સંપાદક: રમેશ પુરોહિત