"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારે થવું નથી!


 
ન કોઈ નેતા, ના કોઈ મહારથી    મારે થવું નથી,
સિતારાની   ચમક લઈ, રોશન        મારે થવું નથી.

કોડિયું બની જલતો રહું,એક દરિદ્રની ઝૂંપડી માં,
સૂર્ય  બની     વિશ્વમાં      મારે     કદી    ભમવું નથી.

તરસ છીપાવી છે મારે,ભર બપોરે   જઈ રણમાં,
સાગરબની મોંજાની  મસ્તી મારે માણવી નથી.

આજ “હું”,    કાલે કોઈ સવાયો આવશે   અહીં,
હરીફાઈની હોડમાં ભાઈ, મારે તો  દોડવું નથી.

સકળ   બ્રમાંડમાં  એક  પામર  માનવી શું કરે?
‘વાહ વાહ’ નો મો’તાજ   મારે કદી જોતો નથી.

દીપ‘ છે એક   હવાની ફૂંકથી  એતો બુઝાઈ જશે!
અમર    થવાના      સ્વપ્ન, મારે  કદી જોવા નથી.

July 18, 2010 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

6 Comments »

  1. બારડ સાહેબ આખીએ રચના સુંદર અને કંઈક સંદેશ આપી રહી છે.

    Comment by rajeshpadaya | July 19, 2010

  2. ફક્ત છેલ્લી લાઈન સુધારી લઈને “અમર” થવાના બદલે “પ્રખ્યાત” લખી શકો છો કેમ કે ખોળીયુ તો નષ્ટ થઈ જશે પણ આત્મા તો અમર છે જ આપનો આત્મા પણ પ્રભુ પાસે જઈને મોક્ષ પામશે નહિ તો ૮૪ લાખ યૌની તો છે જ ને.

    અને પરમપિતા પરમેશ્વર પરમાત્માએ આપને આત્મા નષ્ટ કરવા નથી સોંપ્યો અને આજ સુધીના આપના કાર્યો જગતને ઉજળા કર્તા જ રહ્ય છે. “અમર નથી થવુ” કહેવાથી આપ આપનો આત્મા નષ્ટ કરવાની ઈચ્છા જાહેર કરો છો. જેનો અનર્થ થઈ ઉઠે છે. અને અમર નથી થવુ તો શુ નષ્ટ થવા ચાહો છો? અને નષ્ટ થવુ એટલે નરકમાં જવુ, અને નરકમાં જવુ એટલે સમાજ, ધર્મ, દેશ, અને પર્માત્મા વગેરે વિરુધ્ધ બંડ પોકારવુ એવો થાય છે. જે હુ આપને કરવા ન દઈશ.

    ભારતદેશમાં આવી અવળી પ્રથા સદીઓથી ઘર કરી ગઈ ચે કે અમારે તો અમર નથી થવુ જે અનર્થ ઉત્પન્ન કરે છે, અને નરકના ભાગીદાર સૈનિક બને છે.

    માફ કરજો માઠુ ન લગાડશો, હુ આપને પ્રેમ કરુ છુ એટલે નાનો ભાઈ માનીને બને તો સુધારો કરી લેવા વિનંતિ…

    Comment by rajeshpadaya | July 19, 2010

  3. સુંદર રચના
    I enjoyed it.

    ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel | July 19, 2010

  4. સુન્દર રચના.

    Comment by hema patel. | July 20, 2010

  5. nirashavadi

    Comment by REKHA S DEDHIA | July 20, 2010

  6. Bhai saheb

    kai na thava ma j NIJ ANAND chhe pan loko kya aa sadi vat samje chhe a badha ne to bijana jevu thavu chhe…eva thai
    shakta to nathi pan eva thavani pachhal potani jindgi vedfi
    nakhe chhe..mare eva nathi thavu mane to bahuj gamyu emaj
    sacho NIJ ANAND – self actuatisation- chhee it is a 5 star
    rating idea mane to bahuj gamyo..

    tamare kai na thavu hoy to na tha ta pan kavi to jarur rahejo nahitar anme avo RASA SVAD kon pirasase..depp kadi
    buzava no vichar na kare tame deep chho prakahash aapta
    raho ane ame manta rahiye…vishva deep..jagat no divo
    neti..neti..neti…ajitsinh zala

    Comment by ajitsinh zala | July 26, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s