વર્ષોના વૃંદાવનમાં..
રોજરોજ ફૂટતી નવી નવી કૂંપળોના સૈન્દર્યને
જૂની આંખોમાં સમાવી લેવા માટે ‘દાદા-દાદીને
જરૂર હોય છે પોતાનાં સંતાનોના કુમળા છોડ
જેવાં નાનાં નાનાં ભૂલકાઓની.આ પા પા પગલી
પાડતાં બાળકોને પણ એટલી જ જરૂર હોય છે
પ્રેમાળ દાદા અને દાદીને – જેની પાસેથી
પોત કોણ છે એની ખબર પડે. દાદા-દાદીના
અનુભવોની ગઠિયારામાંથી જેને જાણી શકતાં નથી
એવા અજાણ્યા પ્રદેશની ઓળખાણ થાય.
-માર્ગારેટ મીડ
દાદા પાસે વર્ષોના જ્ઞાનનું શાણપણ અને સમજુ હૈયાનો પ્રેમ હોય છે. એના માટે તો ભરેલા સંસારમાં પોતાનાં સંતાનો અને પૌત્ર-પૌત્રીઓના સુખની ખેવના સિવાય બીજું કંઈજ બાકી નથી હોતું. તેઓ બાળકો પાસે પોતાનાં સંભારણાંનો સમૃધ ખજાનો ખુલે છે.તેઓની આંખોમાં રમતાં સપનાંઓની દુનિયામાં સરપૂર્વક અને હોંશે હોંશે ભાગીદાર બને છે.પોતાને માનપાન આપતા આદર કરતા,વહાલ અને ગર્વથી નિહાળવા કુટુંબનો એ મોભી છે. એ છે પ્રેમ આપવા અને પ્રેમ પામવા આયક અદભુત વ્યક્તિ.