"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દીકરો-મા સાથ છીપલા વીણે!

                                                                 

                                                                                                                                     ‘ રોનક બહું દૂર ના જા બેટા, છીપલા તો તને કિનારા પર વધારે મળે. હા.આ બીચના પાણીમાં હમણાં હમણાં જેલીફીશ બહુજ આવી ગઈ છે એવી કરડી જાય કે પગમાં સોય ઘુસી  જાય! હા, જો  છીપલું કેટલું મોટું છે!  મને તો મોટો  શંખ લાગે છે. આપણે આપણાં ઘરના મંદીરમાં પુજામાં મુકીશું ને તારા ડેડીને તો શંખ વગાડતા આવડે છે. એ તો બહુંજ ખુશ થઈ જશે. આ આખી બાસ્કેટ ભરાઈ ગઈ હવે તો ચાલ બેટા ઘેર જઈ મારે હજું રસોઈ બનાવવાની બાકી છે.હા આજે તારા માટે મેક્સીકન પીઝા, અને સાથે અવાકાડો ડીપ બનાવવાની છું..ચાલ ઘરે બેટા હવે સાંજ પણ પડી ગઈ છે..બીચ પરથી પણ બધાય ઘેર જતાં રહ્યાં છે.

                                                                       સીમા રોજ સાંજે   ગેલવેસ્ટન બીચ પર  આવે ,રોનક સાથે છીપલા વીણતી  જાય અને દીકરા સાથે વાર્તાલાપ ચાલ્યા કરે,જેવું અંધારું થાય એટલે બીચની સામે જ એની પોતાની પચાસ રૂમ્સની મોટ્લ હતી ત્યાં જતાં રહે. છેલ્લા દસ વરસથી આ મોટેલના માલિક છે. કૉલેજ, હાઈસ્કુલમાં સ્પ્રીન્ગ બ્રેકમાં  સમયમાં Lots of students come here and stay in their motel because their price per day was only 35 dollars per day.(ઘણાં વિદ્યાર્થીઓ  એક દિવસના ૩૫ ડોલર્સ હોવાથી  એમની મૉટલામાં રહેતાં ).  અને સમર ટાઈમ્સમાં અમેરિકાના જુદા જુદા સ્ટેટ માંથી લોકો વેકેશનમાં અહી ગેલવેસ્ટન આઈલેન્ડ પર આવતા અને સમર ટાઈમ્સમાં તો એમની મોટેલ હંમેશા ફૂલ રહેતી.સીમા અને રમણભાઈને  સીમાના ભાઈએ સીટિઝન થયાં બાદ સ્પોન્સર કરેલ અને એમને ત્યાં ત્રણ મહિના સાથે રહ્યાં, બન્ને  રાજકોટમાં શિક્ષક હતાં એ પણ ગુજરાતી ભાષાના એટલે જૉબ મળવામાં થોડી મુશ્કેલી પડી.  ફાઈનલી ગેલવેસ્ટનમાં એક દેશીની મોટેલમાં રહી, મોટ્લના રૂમની સાફ-સુફી અને ફ્ર્ન્ટ ડેસ્ક પણ હેન્ડલ કરવાનું , શરૂ શરૂમાં અહીંના પ્રૉનાઉન્સીએશનમાં સારી એવી મુસ્કેલી નડતી હતી પણ વાંધો ના આવ્યો. ચાર વરસબાદ એજ મોટેલ દેશીભાઈ એ  લીઝ વીથ ઑપશન ટુ બાયના કૉન્ટ્રાકટ કરી આપી દીધી. બન્ને મહેનતું હતાં અને ૧૦ વરસમાં જ મૉટેલ પોતાની કરી લીધી.પૈસો ઘણો પણ કોઈ સંતાન નહી! સીમા હંમેશા રમણભાઈને કહેતી: રમણ, આપણે અહીં  આવવુ હતું તેથી આપણે બાળકોનો પ્લાન ના કર્યો , કારણકે આપણને  અમેરિકન સીટીઝન બાળક જોઈતું હતું પણ હવે  બાળક જોઈએ છે ત્યારે થતાં નથી, તમે મેડીકલ ટેસ્ટ કરાવ્યો,મેં કરાવ્યો..પણ..વચ્ચે જ રમણલાલ બોલ્યા: હની, ડોકટરે મને સમજાવ્યું કે..It’s can be done but cost you over 20,000 dollars.( જો તમે વીસ હજાર ડૉલર્સ ખર્ચવા તૈયાર  થાવ તો એ શક્ય છે)..રમણ, આપણી પાસે પૈસાની ક્યાં ખામી છે.રણમાં બેસી ઝાંઝવાના જળ પીવા કરતાં..પૈસાથી જળની વીરડી મળતી હોય તો શું ખોટું છે.આ દેશની  આધુનિક ટેક્નોલૉજી એટલી મૉર્ડન છે કે પૈસાથી ઘણું શક્ય છે…હની હું તૈયાર છું..સીમાને ૩૫ વરસે Baby boy  આવ્યો. સીમાના અંધકાર ભર્યા જીવનમાં એક પ્રકાશનું કિરણ આવ્યું..રોનક આવી..સીમાએ દીકરાનું નામ રોનક રાખ્યું.રોનકના આવવાથી ઘરમાં એક અનેરા ઉત્સવનું વાતવરણ ફેલાય ગયું. ઘરમાં જાત જાતના ટોય્ઝના ઢગલા થઈ ગયાં.એની સ્પેશ્યલ કેર માટે એક ગુજરાતી નેની હાયર કરી.નેનીને સ્ટ્રીકલી કહેવામાં આવેલ કે એને એકલો મુકવાનો નહી, રડવા દેવાનો નહી, સમયસર ખાવા-પિવા અને સમયસર સુવડાવી દેવાનો અને સીમા પણ મૉટલનું કામ છોડી રોનક સાથે રમવામાં સમય ગાળતી.હવે તો મૉટેલમાં પણ સાફ-સુફી અને ફ્ર્ન્ટડેસ્ક પર  એમ્પ્લોઈ(employee) રાખ્યા હતાં. રોનક જરી પણ રડે તો સીમાથી જરી પણ સહન ના થાય..ઘણીવાર તો ફેમીલી ડોકટરને ફોન કરે: જુઓને હમણાં રોનક બહુંજ રડ્યા કરે છે..એને કંઈક થતું નહી હોય ને? ડોકટરની એપોન્ટમેન્ટ લે.પણ કશું હોય નહી! ડોકટર કહે..IT’S GROWING PAIN.. આ બધું સ્વભાવીક છે. પણ મોટી ઉંમરે , એકનું એક બાળક એટલે નાની નાની બાબતમાં ચિતાનો કોઈ અંત નહી.જીવ ઉચો-નીચો થઈ જાય.!

                                                               ‘  Why this woman comes everyday and pick up shells on the beach and talking to herself, is she crazy or…( આ સ્ત્રી દરરોજ બીચ પર આવી છીપલા વીણતી વીણતી પોતાની જાત સાથે વાતો કરતી હોય છે.. પાગલ છે કે પછી..).’ બીચ પર બે લાઈફ-ગાર્ડ્સ બેઠાં બેઠાં ચર્ચા કરી રહ્યાં હતાં. એમાં એક નવો હતો તેણે આ સવાલ કર્યો.  ‘જેફ, આ સ્ત્રીને હું ઓળખું છું,એનું નામ સીમા છે અને સામે જે  “Rainbow Motel”( મેધ-ધનુષ્ય મૉટેલ) છે તે તેમની છે. વરસ પહેલાંની વાત છે એમનો દીકરો લગભગ ચાર વરસનો હશે! સીમા અને એમનો દીકરો બન્ને અહી આ જ બીચ પર બેઠાં હતાં અને  સાંજ પડી ગઈ એટલે મારી ડ્યુટી પુરી થઈ મેં સીમાને’ગુડનાઈટ મીસ સીમા’ કહી રજા લીધી અને કહ્યુ પણ ખરું..’TAKE CARE AND BE SAFE ‘( સાચવજો અને સંભાળજો)..એજ સાંજે શું થયું કે રોનક બીચ પરથી ગાયબ થઈ ગયો! શું થયું કોઈને પણ ખબર નથી..કારણ કે સીમા બેબાકળી થઈ ગઈ અને ભાન ગુમાવી બેઠી હતી..જાત જાતની અફવા જાણવા મળી. કોઈ કહે: એમનીજ મોટેલમાંથી કોઈ ગુંડાએ  બીચ પરથી..ઉઠાવી ગયાં છે તો કોઈ કહે છે કે ..રોનક બીચ પર છીપલા વીઁણતાં વીણતાં પાણીમાં ડુબી ગયો ! પૉલીસ, એફ.બી.આઈ  અને શહેરના સૌ સાથ મળી રોનકને શોધવા ઘણી મહેનત કરી પણ ના તો એની લાશ મળી કે નાતો એનો કોઈ પત્તો! જ્યારથી રોનક ગુમ થયો છે ત્યારથી બસ બેબાકળી અને શાન-ભાન ગુમાવતી ફરે છે.બસ રોજ બીચ પર આવે છે..છીપલા વીણતી વીણતી..જાણે રોનક એમની સાથે છીપલા વીણતો હોય તેમ તેની સાથે વાતો કરતી હોય છે..અને બસ રાત પડે એટલે..”ચાલ રૉનક ઘેર પાછા જઈએ તારા ડેડી આપણી ચિંતા કરતાં હશે.”

                                                         સીમાની ઘણી સાયકાટ્રીક ટ્રીટમેન્ટ આપી પણ રોનકનો શૉક એટલો ચોટદાર હતો કે એમના જીવનમાં ફરી નોરમલ થઈ શકી નહી.રમણલાલ પણ સીમાની બહુંજ કાળજી લેતાં.કદી પણ અપસેટ થયાં વગર શાંતીથી કામ લેતાં એ  દરરોજ બીચ પર જાય ત્યારે એમની સીમાને ખબર ના પડે એવી રીતે  નજર રાખવા એક સ્પેશિયલ વ્યક્તિને હાયર કરી હતી બસ એમનું કામ એ જ કે સીમા સલામત રહે અને ઘેર સલામત પાછી આવે.

                                                          હવે રમણલાલે ઉંમર થવાથી મોટ્લ વેંચી, સીમાની લાગણી અને એમની રોજ બીચ પર જવાની ટેવ છે એ લક્ષમાં રાખવું જરૂરી હતું..એ જો બંધ કરવામાં આવે તો..સીમા ઝુરી મરે! ડોકટરે પણ આ વસ્તુંને  ધ્યાનમાં લઈ કોઈ પગલું ભરવુ એવી સલાહ આપી હતી. તેથીજ રમણલાલે બીચ પાસેજ ઘર લીધું હતું. સીમાની ઉંમર ૭૫ની આસપાસ થવા આવી પણ..બીચ પર રોજ રોજ જવાનું, છીપલા વીણવાના! રોનક સાથે…થોડી રમત-ગમત અને મા ની મીઠી વાતો..”બેટા…મને બહું ના પજવ..મારાથી હવે દોડાતું નથી..લે હું તો રેતીમાં બેઠી..તું તારે જેટ્લાં છીપલા વીણવા હોય તેટલા વીણ! અને રેતમાં બેઠી બેઠી  લખતી ‘ Ronak, I love you!( રોનક. હું તને વ્હાલ કરું!)…

                                                         સીમાની તબયિત એકદમ બગડી..રમણભાઈએ ૯૧૧ ડાયલ કરી એમ્બ્યુલન્સમાં લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરી. છેલ્લી ઘડીઓ ગણાતી હતી.ડોકટરે સી.પી.આર આપ્યો આને હ્ર્દય ચાલતું થયું..રમણલાલને ડોકટરે કહ્યું” આવતી કાલે જ એમને હાર્ટ-સર્જરી કરવી પડ્શે.( 90% blockage )૯૦ ટકા બ્લોકેજ્ છે..રૂમમાં લાવ્યાં. સાંજનો સમય થઈ ગયો હતો. એકાએક સીમાની આંખ ખુલી.રમણલાલ બાજુમાં જ બેઠાં હતાં..બોલી.. રમણ…રોનકને બોલાવ! અમારો બીચ પર છીપલા વીણવાનો સમય થઈ ગયો છે! રમણલાલ હ્ર્દય કઠણ કરી બોલવાની કોશિષ કરી પણ ઢીલા પડી ગયાં..’સીમા…રોનક હવે…’ તમે એને બોલાવી લાવો મારે મોડું થાય છે. હું એને બોલાવી લાવુ છું.. અંધારું થાય પે’લા…સીમા માત્ર એટલુંજ બોલી શકી..હ્ર્દય આગળ કશું બોલી ના શક્યું…ધીરે ધીરે શાંત થઈ ગયું..

આજ પણ સાંજના ભાગમાં બીચ પર દીકરો-મા છીપલા વીણતા હોય એવો ભાસ લાઈફ ગાર્ડને લાગ્યા કરે છે!

 આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..

જુલાઇ 6, 2010 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 12 ટિપ્પણીઓ

   

%d bloggers like this: