"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભક્તોના ઘર બળે!

                                                            

                                                                                                                                  ‘ કીકાભાઈ, આજની આર્થિક પરિસ્થિતી એટલી ખરાબ થઈ ગઈ છે છે કે કન્વીનન્ટ સ્ટોર અને  બેન્કતો શું લોકો બેકારીના માર્યા ધર્મના સ્થળો પણ લુંટવા લાગ્યા છે!’ સાચી વાત છે અનિલ જો ને મારી જોબ ગયાંને છ મહિના થઈ ગયાં હજુ જોબનો પત્તો નથી! એટલું સારું છે કે તારા ભાભીની જોબ ચાલું છે નહીતો ખાવાના સાસા પડી જાય!’ ‘એકજ અઠવાડીયામાં બે બે મંદીરમાં ચોરી થાય  અને ભગવાનને ચડાવેલા સોનાના દાગીન અને સોનાનો મુગટ પણ  સા..લા ચોરી જઈ પાણીને ભાવે વેંચી દેતા હોય છે’.આ દેશજ નકામો છે, નાસ્તિક છે,આપણા હિન્દુ ધર્મ માટે એમને નફરત છે. ‘કીકાભાઈ, આપ મારા વડીલ છો એટલે મારાથી વધારે ના બોલાય પણ આજ દેશમાં આવી આપણા ભારતિયો સમૃદ્ધ થયાં છે, સુખી થયાં છે અને દેશમાં પોતાના કુટુંબને આર્થિક સહાય કરે છે.અને જ્યાં ગામ હોય ત્યાં કૉકરોચ હોય જ! સ્વર્ગ છે તો નરક પણ છે જ ને? આખા વિશ્વમાં આજે આર્થિક પરિસ્થિતી નાજૂક છે જ! અને મંદીરની વાત કરો છો તો ભગવાનને સોનાન દાગીના,ભગવાનની સોનાની મૂર્તિમાં સજજ કરવાને શું જરૂર છે, એમાત્ર આપણો દેખાયવજ છે ને? ‘ હા હા..અનિલ તું તો આ દેશના વખાણ કરતાં થાકતો  નથી! અને તું ઠોડો નાસ્તિક તો ખરોને?  કીકાભાઈ જવાદો એ વાત! કોઈ દલીલ કરવામાં ફાયદો નથી! પણ એટલું તો ચોક્કસ કહીશ કે જે થાળીમાં જમતાં હોય એ એજ થાળીમાં ઘોબો પાડવાનો કોઈ અર્થ ખરો?

                                                                  ‘કીકાભાઈ વીસ વરસ પહેલાં અમેરિકા આવ્યા ત્યારે ઈ-લીગલ આવ્યાં હતાં અને આજે અમેરિકન નાગરિક છે,ઘરના ઘર છે, બે બાળકો છે તે પણ પાર્ટ-ટાઈમ જોબ કરી સાંજના ભાગમાં  કૉલેજ કરે છે, એમની ધર્મ પત્નિ પણ વીસ વરસથી એમની સાથો સાથ  જોબ કરે છે,પણ એમના સ્વભાવ મુજબ સુખી છે પણ સંતોષી નથી! અનિલ મનોમન વિચારવા લાગ્યો.પણ આમ સ્વભાવના માયાળું તો ખરાજ. મંદીરમાં પણ વિનામુલ્યે ટ્રેઝરર તરીકે સેવા આપી છે.એવું સાંભળવા મળ્યું છે કે મંદીરમાં કોઈ ટ્રસ્ટી સાથે માથાકુટ થવાથી છુટાં થયાં છે..કીકાભાઈ એ  મંદીરમાં  નિયમિત આવતા જતીનભાઈના ઘરમાં આગ લાગી ત્યારે  આખું ઘર બળી ગયું અને  માંડ માંડ એમનું ફેમીલી બચી ગયું અને ઘરબાર વગરના થઈ ગયાં ત્યારે  એમના ફેમીલીને  બેવીક એમના ઘેરે  રાખ્યા હતાં. એજ એમની ખરી માનવતા! એમણે હમણાં ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે પાર્ટ ટાઈમ  જોબ શરુ  કરેલ છે. જતીનભાઈના ઘરમાં આગ લાગી ત્યારે પણ એ ઘરની નજીક હતાં અને એજ પહેલાં એમની મદદે દોડી આવ્યા હતાં તેમજ હમણાં હમણાં એક બીજા એક મંદીરના સભ્ય યોગીનભાઈના ઘરમાં આગ લાગી પણ બહું મોટું ડેમેજ થયું નહોતું.ઘરમાં યોગીનભાઈ એકલાંજ હતાં, ઘરના બધા બહાર શૉપીંગમાં ગયેલ. આગ લાગી ત્યારે  ફાયર આલાર્મ વાગતાજ યોગીનભાઈ ઘર બહાર દોડી આવ્યા અને ૯૧૧ અને ફાયર-ડીપાર્ટમેન્ટને ફોન કરી દીધો.ઘર બહાર ઉભેલા કીકાભાઈ ને જોઈ અચરજ પામ્યાં..કીકાભાઈ બોલ્યા: ‘યોગીનભાઈ ગજબનું થયું! હું તો  મારા કલાયન્ટને મળવા જતો હતો ને તમારા ઘર પાસેથી પસાર થતાં આગ જોઈ દોડી આવ્યો! સાલા કોઈ આપણી પાછળ પડી ગયાં છે..જુઓને આ બીજું ઘર આપણાં મંદીરના સભ્યનું  બળ્યું!’

                                                                    આખા ગામમાં એકજ ચર્ચાનો વિષય બની ગયો છે કે  આ એકજ હિન્દુ મંદીરનાજ સભ્યોના એક પછી એક ઘર બળતા રહે છે અને અત્યાર સુધી જેટલાં ઘર બળ્યાં તે બધા આજ હિન્દુ મંદીરમાં કાયમ જનાર સભ્યો નાજ છે.  ફાયર ડીપાર્ટમેન્ટના ઈન્વેસ્ટીગેશન મુજબ ..It’s arson fire(ઘર બાળવામાં આવ્યું છે).  બે ,ત્રણ ઘર બળ્યાં  બાદ એફ્.બી .આઈ તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે  મળી ઈન્વેસ્ટીગેશન કરી રહ્યાં છે. લોકોમાં જુદી જદી અફવા અને ચર્ચા થવા લાગી: ‘એ કોઈ કોમવાદનું પગલું છે..જે આપણાં હિન્દુના કટ્ટાર દુશ્મન છે’..’કોઈ એવી પન  ટકોર કરી કે  કોઈ મસ્લીમની આ ધંધા છે! શક્યતા નકારી ના શકાય કારણ કે મસ્જીદ બાજુંમાં છે..તો કોઈ એવું પણ માને છે કે .k.k.k.klanaનું કામ હોય શકે..અત્યાર સુધીમાં પાંચ ઘર બળી ગયાં અને હિન્દુ કોમ્યુનિટિ મેયરને મળી ફરિયાદ પણ કરી, મેયર બાબે કહ્યું: ‘આ સિરિયસ બાબત છે,આ સીટીમાં રહેતી દરેક કોમ્યુનિટિ, દરેક ધર્મની વ્યક્તિ ની સલામત રહે એ અમારી ફરજ છે આ બાબતને ઘણીજ ગંભીર રીતે લઈ કડક પગલા ભરવા પોલીસ ડીપાર્ટ્મેન્ટને સુચન આપાયું છે તેમજ એફ્.બી .આઈ પણ આ બાબતથી ઘણીજ  ગંભીર બની કડક પગલા ભરી રહી છે.’

                                                      તાબિયત થોડી નબળી હોવાને લીધે અનિલ આજ ઘેર હતો..સોફામાં સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો..તે વખતે” Breaking news”( તાજા ખબર) આવ્યાં..’હિન્દુઓના ઘર બાળવાવાળોની એક સખ્સની ઘરપકડ!અને એજ સાથે  ટીવી કેમેરા, ન્યુઝ-મીડીયા, પોલીસ ડીપાર્ટમેન્ટ, એફ.બી.આઈ. સૌ એક ઘર પાસે ઉભા હતાં. ન્યુઝ લેડીએ કહ્યું:
જે વ્યક્તિની ધર પકડ કવામાં આવી છે તે એફ.બી.આઈના વેનમાં બેઠી છે અને  તેનું નામ અને એ કોણ છે તે એફ.બી.આઈ સ્પોક પર્સન ટુંક સમયમાં જાહેર કરશે .Here is the spoke person!.’
Ladies &  gentleman,Person we  caught  red-handed,  he  is  from indian community   and we had a close eye on him from last two months after we find out that he has been seen  by burning house for couple of times. We are still waiting to find out the reason for arson fire.( આ આવ્યો માહિતી આપનાર,  લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમો એ ઘરબાળનારને રંગેહાથે પકડી પાડ્યો છે,  એ  ઈન્ડીય કોમ્યુનિટિનો જ છે અને એમની પર બે મહિનાથી  અમારી કડી  નજર હતી જ્યારેથી અમોને સમાચાર મળ્યાકે તે બે ફાયર વખતે ત્યાં હાજર હતો! ઘર બાળવા પાછળ શું વ્યક્તિગત કારણ છે તેની તપાસ ચાલુ છે.. sir. please give us a name of this person!( સર, એ વ્યક્તિનું નામ જાહેર કરશો)..કોઈ ન્યુઝ   મિડિયામાંથી બોલ્યું..Yes. His name is  KIKA  JAGGAD!(તેનું નામ છે કીકા જગ્ગડ!).

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

જુલાઇ 2, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: