"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જિગર જોષી”પ્રેમ”

પહાડોએ   કદી લૂંટ્યો, કદી   પડ્ઘાએ   લૂંટ્યો   છે,
કદી  ઈચ્છા  ગઈ   લુંટી, કદી  શમણાએ  લૂંટ્યો છે.

અનોખી   ભેટ   આપી  છે તમે   આ  રાહ    ચીંધીને,
દિશાઓએ   કદી લૂંટ્યો,  કદી  નકશાએ  લુંટ્યો  છે.

નથી   અક્બંધ હું  જીવ્યો, સલામત  હોઉં હું  ક્યાથી?
કદી   તૃષા ગઈ  લૂંટી, કદી  ઝરણાએ    લૂંટ્યો   છે.

કરમ   છે  બેઉના   સરખા, દુઆ  બન્નેની  સરખી છે,
કદી  પાયલ  ગઈ  લૂંટી, કદી  પગલાએ   લુંટ્યો  છે.

ફકીરી   હાલ આ કંઈ ‘પ્રેમ’ના  અમથા  નથી  યારો,
કદી  મંઝીલ   ગઈ લૂંટી , કદી  રસ્તાએ    લૂંટ્યો  છે.

જુલાઇ 25, 2008 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ