"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૃત્યુ..

 
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા  ઘરમાં ઘૂસી  શકે છે.

મૃત્યુ લજ્જા વગરની  લલના  છે,
એ તમારો  હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકીટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો  ગુનેગારે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે  ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબી છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેર માલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્ર્લ સુધી દોડી શકે છે.
અને બહેરીનથી બૉમ્બે સેન્ટ્રલની
ફલાઈટ કેન્સલ કરાવી શકે છે, છતાંયે,
માત્ર મૃત્યુ જ એક  વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે  ગમે ત્યાં!

-ચંદુ મહેસાનવી-(૦૫-૦૯-૧૯૪૪) મૂળ નામ ચંદુલાલ  ઓઝા, વતન મહેસાણા. હાલ અમદાવાદ સિટી સેશન્સ જજ તરીકે  સેવા આપે છે.’તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘાપેલા મૌન’એમના કાવ્યસંગ્રહો. સંપાદન પણ કરે છે.

 

જુલાઇ 2, 2008 Posted by | મને ગમતી કવિતા | 10 ટિપ્પણીઓ

   

%d bloggers like this: