સ્ત્રી-પુરૂષ
*સ્ત્રી માત્ર સ્ત્રી બની રહીને કવિ બને છે.-જોઝ માર્ટી
*સ્ત્રીઓને ચાહવી અને તેમને સમજવી એ બેની વચ્ચે આપણે પસંદગી કરવાની હોય છે.-નિનોન લેન્કલોસ.
*સ્ત્રીની આશાઓ સૂર્યકિરણો વડે ગૂંથાયેલી હોય છે, એક પડછાયો એનો નાશ કરી નાખે છે.-જોર્જ એલીએટ.
*એક પ્રેમાળ સ્ત્રી જેવું બીજું કોઈ ગુલામ ધરતાલ પર નથી; અને તમામ પ્રેમાળ સ્ત્રીઓમાં એક માતા જેવું ગુલામ અન્ય કોઈ નથી.-હોન્ટી બિચર
*કોઈ સ્ત્રી માટે કોઈ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો છે એ ગુપ્ત રાખવું કે તેને કોઈ ગુપ્ત વાતની ખબર છે.-આસારાની
*પુરૂષ અધમ અને અવગુણોથી ભરપૂર વસ્તુઓને પણ પ્રેમ કરી શકે છે પરંતુ સ્ત્રી જ્યારે પ્રેમ કરતી હોય તો તે અરાધના પણ કરતી હોય છે અને જ્યારે આ આરાધાનાનો અધાર નાશ પામે છે ત્યારે બધું ગુમાવી બેસે છે.-ઓસ્કાર વાઈલ્ડ