"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિદાય લેતી કન્યાનું ગીત..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

એક   તો   પાન  મેં  ચૂંટિયું
દાદા  ન   દેશો     દોહાઈ રે..

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી     જાશું   પરદેશ   જો..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

આજ રે   દાદાજીના  દેશમાં
કાલ્ય     જાશું   પરદેશ જો..

દાદાને    વહાલા     દીકરા
અમને   દીધા    પરદેશ જો..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

સંપત હોયતો દેજો દાદા દેજો મોરા
હાથ   જોડી   ઊભા  રહે જો..

હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ  જશ     લેજો..

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી     જાશું   પરદેશ   જો..

જુલાઇ 17, 2008 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ