"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિકરીનો પ્રેમપત્ર

એક નિબંધકાર, ચિંતક ગુણવંત શાહને લખેલ એમની વ્હાલસોય દિકરીનો ભાવભીંનો પત્ર, કે જેમાં ભરપૂર  ભાવ-વિભોર મીઠી ફરિ…યાદ! અવિરત ગંગાસમી,પિતા નું વાત્સલ્યના વખાણ કરતી વાણી આ પત્રમાં વ્યકત થાય છે.

******************************************************

દિકરીનો પ્રેમપત્ર
પ્રિય પપ્પા,
મારા પપ્પા આ દુનિયામાં
મારા અસ્તિત્વ માટે જવાબદાર છે.
અને હા,આ એજ પપ્પા છે,
જેઓ મને નાનપણમાં
રાજકુમારની  અને પરીની વાર્તઓ સંભળાવતા હતા.
મારા પપ્પાએ જ મને
ચાલતા બોલતાં, ખાતાં શિખવ્યું.
આ એજ પપ્પા છે,
જેઓ સાવ નજીવી વાતે ગુસ્સે થઈ જાય છે.
તેઓ વખત-કવખત જોયા વગર પાણી માગે છે
કે કાંસકી માગે છે;
અને ખીજાયને પૂછે છેઃમારી બોલપેન ક્યાં છે?
આ એજ પપ્પા છે,
જેઓ નાની અમથી વાતે અમાર પર ચિડાય જાયછે.
તેઓ કોઈની મદદ વગર જમી ન શકે
અને તૈયાર થઈ બહાર જઈ ન શકે.
અને છતાં એજ પપ્પા
સાચકલા શબ્દો દ્વારા
અનેકનાં હ્ર્દય સુધી પહોંચી શકે.
એ  જ પપ્પા
શુષ્ક વ્યવહારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી
મને વાતવાતમાં કરાવી શકે
અને
હીંચકે બેઠાં બેઠાં વિચારોની એવી ઊંચાઈ એ
મને લઈ જાય છે, જે હું સ્વપ્ને પણ પામી ન શકું.
એ જ પપ્પા,
જેમણે મારો પરિચય લાઓત્ઝુ, કબીર,કૃષ્ણ,
ઈસુ અને ગાંધી જોડે કરાવ્યો, અને
જેમને કારણે
જીવનની ભુલભુલામણીમાં માર્ગ શોધવામાં
મને મદદ કરવા સદાય તૈયાર.
યસ, હું એ પપ્પાને ઓળખું છું
મારા એ શારીરિક પિતા મને ખૂબજ ગમે છે,
પરંતુ સાચુ કહું તો
મને મારા આ વિચાર પિતા પ્રત્યે
ઊંડો આદર છે.
પપ્પા! આજે તમારી વર્ષગાંઠ છે.
યાદ છે કે?
તમારી મિનિ

જુલાઇ 21, 2008 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: