આ ભલી છે ભૂમી ગુજરાતની
છબકલા છાના કરી,છૂપાયેલા ઓ! કાયર,
આવું કારમું કૃત્ય ન કર,
અહિંસાની ખોટી છેડતી ન કર..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિર્દોષ સૌ ઘવાયા-મરાયા,
બાળ નાના રસ્તે રઝળતા જોવા મળે,
ભોળી છે પ્રજા,ભડકાવમાં.આ ભલી છે ભૂમી ગુજરાતની
.
શાંતી -ચાહક, અહિંસાના પૂજારી,
વિના શસ્ત્રે જીતી આઝાદી એવા ગાંધી,
ન ડગશે કોઈઆવી આંધીથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
વસ્યા છે વિશ્વામાં ભાઈ-ચારાથી,
ભળી રહી શકે સૌ સાથ સંપથી,
તોડી ના શકે એની કોઈ સાકળ..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિડર એવા લીડર દેશને દીધા,
એવી છે આ ભૂમી સરદારની,
ન ડરશે આવા કોઈ તોફાનથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
ના કરો આવા કોઈ અડપલા,
‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..આ ભલી છે ભૂમી ગુજરાતની