"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શૈલેશ પંડ્યા ‘ભીનાશ”

બોલ અજવાળું  સમયનું  માપવાથી  શું   મળ્યું?
રાતને   વિશ્વાસ   જેવું,   આપવાથી   શું  મળ્યું?

મૌનમાં  કાયમ હતો, ઈતિહાસ  ક્યાં  લાગ્યો  તને,
રોજે   ઈશ્વરની  કથાઓ,   છાપવાથી  શું  મળ્યું?

લે, ખતમ  કર  જિંદગી, કોની    હજીયે   બીક છે,
એકલું   પ્રતિબિંબ  મારું, કાપવાથી    શું    મળ્યું?

આખરે  તું   સત્યથી  ધ્રુજ્યો  એ સાચી  વાત   પણ,
આગ   સામે   ફૂંક  મારી, તાપવાથી     શું  મળ્યું?
મોત  સૌ     ક્યાં  સુધી  વગ   સાચવીને    રાખશે?
શ્વાસનું  સગપણ  હ્ર્દયમાં , સ્થાપવાથી  શું  મળ્યું?

જુલાઇ 29, 2008 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: