યુવાની-વૃદ્ધાવસ્થા
જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ
વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો
યુવાન માણસ બધા નિયમો(સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ
યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી
યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી
તમારા સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત