"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

….અથવા પ્રભુ, તું ન મળે તો સારું

હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક  મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે  આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ  બોલી ના શકું.
ફક્ત તારી સામે  નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું  મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -‘કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક       અને ક્યારેક કાવ્યો પણ લખે છે.

જુલાઇ 1, 2008 - Posted by | મને ગમતી કવિતા

7 ટિપ્પણીઓ »

  1. સ્વાભિમાનને ઉંચાઇ પર લઇ જતી કવિતા

    ટિપ્પણી by jayeshupadhyaya | જુલાઇ 2, 2008

  2. adbhoot … !!!

    ટિપ્પણી by કુણાલ | જુલાઇ 2, 2008

  3. સુંદર રચના…

    ટિપ્પણી by વિવેક ટેલર | જુલાઇ 3, 2008

  4. પ્રભુ પ્રત્યે ભક્તનો ભાવ સુંદર અને સહજ રીતે વ્યક્ત થયો છે.

    ટિપ્પણી by Harsukh Thanki | જુલાઇ 3, 2008

  5. મૃત્યુ લજ્જા વગરની લલના છે. એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે. બહુ જ સરસ રચના છે.

    ટિપ્પણી by Rekha | જુલાઇ 3, 2008

  6. પ્રભુ પ્રત્યેની ભકતની ભાવના સરસ રીતે રજુ કરી છે. જો કે આ ભકત માંગવમાં અમદાવાદી નથી લાગતો નહિ તો આવુ ના માંગે. બહુ જ સરસ રચના છે.

    ટિપ્પણી by Rekha | જુલાઇ 3, 2008

  7. my favourite one.
    thanks

    ટિપ્પણી by nilam doshi | જુલાઇ 4, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: