"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બસ આજ મને ભીંજાવા દે!

                                                                          

                                                                               ‘દીપેશ, કારની સ્પીડ થોડી ઓછી કર, હવે એકાદ માઈલમાં એ જગ્યા આવવી જોઈએ.’ ‘OK, દીપા.’ દીપેશે કારના ક્રુઝ્-કંન્ટ્રોલ ઓફ કરી દીધો અને  ગેસ પેડલ પર પગ રાખી મેન્યુલી સ્પીડ ઘટાડી.  ‘મને બરાબર યાદ છે દીપેશ, ક્વાટર માઈલ પછી તુરતજ  રાઈટ સાઈડ પર છે.’  કાર દીપેશે જમણી લાઈનમાં લઈ લીધી, અને સ્પીડ ઘણીજ ઓછી કરી નાંખી. ‘બસ જ્સ્ટ સ્લો-ડાઉન.. રાઈટ ધેર!’  દીપેશે ઈમરનજન્સી ફ્લેશરનું બટન દબાવી ફ્લેશર ચાલ્યું કર્યું. કાર જમણી સાઈડ પર પાર્ક કરી બન્ને  કારમાંથી ઉતર્યા! હાઈવે હતો . કલાઉડી અને ફોગી હતું ,વીઝીબીલીટી ઓન્લી   લેસ ધેન કવાટર માઈલની હતી , સવારનો સમય એટલે ટ્રાફીક પણ ઘણો હતો પણ ફોગને લીધી સૌની સ્પીડ એવરેજ કરતાં ઘણીજ ઓછી હતી. નહી તો આ હાઈવે પર  સ્પીડ માર્ક ૭૫નું છે અને સૌ એંસી કરતા પર હાઈ-સ્પીડ પર જતાં  હોય!

 
                                  ‘ ડેડ,  દાંપત્ય-જીવનમાં પ્રવેશતા પહેલાં, એક અમારા જીવનનું નવું સોપાન ભરતાં પહેલાં આજે  હું અને દીપેશ બન્ને આપના આર્શિવાદ લેવા આવ્યા છીએ.’   એજ  ભેખડ પાસે આલીશાન પથ્થરની મોટી શીલા જેની વ્હાઈટ  ગ્લોસી પેઈન્ટની ચોકડી મારેલ હતી ત્યાં ફૂલગુચ્છ ધરાવતાં દીપા ભીંજાયેલા  અંશ્રુ લુછતા બોલી. બાજુંમાં દીપેશ તેણીના ખંભાપર હાથ થાપડતા  મૌનભાવે આશ્વાસન આપી રહ્યો હતો.દીપેશ અને બન્ને હાઈસ્કુલથી માંડી મેડીકલ કોલેજમાં સાથે સ્ટડી કર્યો હતો અને બન્ને આજ પિડિયાટ્રીસ્યન( બાળકોના ડૉકટર)બની “હરમન હોસ્પીટલ”માં  જોબ કરી રહ્યા હતાં.
                                              આ મેજર હાઈવે પર બેનેલી ઘટનાએ  દીપાના  પિતાનું વાત્સલ્ય છીનવી  લીધું હતું. ફેમીલી વેકેશન માણવા નીકળેલ “વ્યાસ ફેમીલી”, એક અનેરો આનંદ માણી રહ્યાં હતાં.  દીપાના પિતા અનિલ વ્યાસ ડ્રાવીંગ કરી રહ્યો હતો, બાજુમાં એની પત્નિ મીરા બેઠી, બેઠી  જોકસ કહી રહી હતી અને અનિલને વાતોની કંપની આપી રહી હતી જેથી ડ્રાઈવીંગનો થાક પણ ન લાગે અને જોલુ પણ ના આવે! દીપા પાછળની સીટપર ટોય-કંમ્પુટર પર  ગેઈમ રમી રહી હતી.  ‘ડેડી..look, I have highest score..in this game!”( ડેડી, જુઓ આ  ગેઈમમાં મારે વધારેમાં વધારે સ્કોર થયો).” હની, તું મારી સ્માર્ટ ગર્લ છો!’.  ‘લાઈક ડેડ!’ મીરા વચ્ચે બોલી..’ના મીરા તારા જેવી ચાલાક!.   ‘ડેડ હું આ સીટ-બેલ્ટ કાઢી નાંખું? મને રમવામાં બહું નડે છે?’ ‘ના બેટી..It’s law!( એ કાયદો છે).અને સીટ-બેલ્ટ  આપણું પ્રોટેકશન કરે છે!’ ‘ઓકે ડેડી!’  રમતા રમતા છ વરસની દીપા ઊંઘે ચડી! ‘મીરા તું પાછળજા અને દીપાને શાલ ઓઢાડીદે જેથી શાંતીથી ઊંઘી શકે! મીરા ચાલુ કારે પોતાનો સીટ-બેલ્ટ છોડી , પાછળની સીટ પર જઈ દીપાને શાલ ઓઢાડી  તેણીની બાજુંમાં બેસી ગઈ. ‘અનિલ, તને વાધો ના હોય તો હું એક શોર્ટ-નેપ લઈ લવું? ગઈ કાલે  વાતોમાં ને વાતોમાં રાતના બે વાગી ગયાં અને મને માંડ ત્રણ વાગે ઊંઘ આવી હતી.’ ‘That’s OK darling!”( પ્રિયે! જરૂર)..’પણ ‘  ‘ તું ચિંતા ના કર હું આ ગઝલની સીડી મુકુછું, અવાજ ઓછો રાખીશ અને પાછળનું સ્પીકર બંધ કરી , આંગળનું સ્પીકર ચાલુ રાખું છું!’   ‘અનિલ, પાછળ જયેશભાઈ આપણને ફોલો કરે છે તેથી સ્પીડ… !  ‘મીરા હું મારા મીરર માંથી તેમની કાર જોઈ શકું છું.’ જયેશભાઈનું ફેમીલી અને અનિલનું ફેમીલી બન્ને સાથે વિકેશનમાં નિકળેલ! ‘તું થોડીવાર નેપ લઈ લે અને ત્યારબાદ તું કાર ચલાવી લે જે અને હું થોડો નેપ લઈ લઈશ!’  ‘ઓકે!’મીરા બગાસા ખાતી  અર્ધ-નિદ્રામાં બોલી.

                                              ‘ Oh my God!  વીભા, જોતો આગળ..અનિલની કાર!..’ઓ બાપરે!’ જયેશભાઈની પત્ની વીભાથી ચીસ પડાય ગઈ! આગળ ધુળના ગોટે ગોટા..કશું દેખાતું  નહોતું!  “is he lost control or what? જયેશ ઈમરજન્સી ફ્લેશર ચાલુ કરી બ્રેક  મારી. હાઈવે પર ઈમરજન્સી પાર્ક કરી દોડ્યો! અનિલની કાર ચાર-પાંચ ગલોટીયા ખાતી ખાતી એક પથ્થરની શીલાની ટેકે અટકી! મીરા પાછળ સીટ-બેલ્ટ વગર બેઠી હતી તે કારમાંથી સો-ફૂટ ફેંકાય ગઈ! દીપા કારમાં સીટ-બેલ્ટમાં  સેઈફ હતી. માત્રા પોતાના પિતાની છેલ્લી ચીસ સાંભળી હતી..” Oh my God!..I l..o..v..e  …y..o..u Deepa,Me..ra!( હે ભગવાન!..હું …દીપા–મી…ર.. ચા…હુ…છું) એ ચીસ  આજ પણ હવામાં જીવિત રહી છે..દીપાને હજું પણ અવાર-નવાર કાને પડે છે ,..એજ ચીસ ભુતકાળના ખંડેર તરફ ઘસડી જાય છે!..હાઈવે પર જતી મોટાભાગની કાર મદદ માટે રોકાઈ, કોઈએ..પોતાના ફોન પરથી  ૯૧૧ ડાઈલ કરી પોલીસને અક્સ્માતની જાણ કરી, કોઈ કાર પાસે  ગયાં.. ‘ Are you guys OK?( કારમાં બધા સહિસલામત છો?) માત્ર છ વરસની દીપાના રડવાનો અવાજ  આવતો હતો! ડ્રાઈવર સાઈડમાંથી કોઈ જાતનો રીસપૉન્સ નહોતો! દસ મિનિટમાં એમ્બ્યુલન્સ,ચાર-પાંચ પોલીસ કાર, હેલી-કૉપટર  સૌ મદદે આવી પહોંચ્યાં… કારનો ડ્રાઈવીગ સાઈડનો ડોર તોડી અનિલને બહાર કાઢ્યો…સ્ટીયરીંગ વ્હીલ સાથે અને કારના રુફ સાથે  અવાર-નવાર અઠડાયેલ માથાથી એની ધોરી નસ ફાટી ગઈ હતી! મીરાને અનિલને તાત્કાલિક હેલીકૉપટરમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. બચી ગયાં માત્ર મીરા અને દીપા.

                                                 અનિલ અમેરિકામાં એમના મા-બાપ સાથે આવ્યો ત્યારે  માત્ર ૧૦ વરસનો હતો…સાઈન્સમાં પહેલેથીજ હોશિયાર! હાઈસ્કુલમાં વેલીડીકટોરીયન સાથે પાસ થયો. કૉલેજમાં આગળ ભણવા સારી એવી સ્કોલરશીપ મળી..એક સારો સાઈન્ટીસ બન્યો.. અમેરિકામાં નાસ-કેન્દ્રમાં ડીરેકટરની જોબ મળી હતી. એમના પિતા રમણભાઈને ત્રણ ગ્રોસરી સ્ટોર હતાં બીઝનેસ પણ સારો હતો. દીકરાએ આવી સારી સફળતા પ્રાપ્ત કરી એનું ગૌરવ હતું. અનિલને એક વેલ-એજ્યુકેટેડ  મીરા મળી સૌ સુખી હતાં. રમણભાઈ સૌને કાયમ કહેતાં .”ભાઈ ..મારે તો સ્વર્ગ  અહીં છે.”..પણ અનિલનાં જવાથી ભાંગી પડ્યાં! દીપાને ભણાવવાની ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી તેમજ મીરાને પોતાનો બીઝનેસ ચલાવવા આપી દીધો. દીપા ડોકટર બની પણ એ પહેલાંજ “દાદા” રમણભાઈએ દુનિયામાંથી વિદાઈ  લઈ લીધી હતી! અને એમની બધી મિલકત દીપા અને મીરા નામે  લખી ગયાં.

                                                ‘દીપા.. વરસાદના છાંટણા શરૂ થયાં છે, કારમાંથી છત્રી લઈ આવવું?’ ‘ના દીપેશ, મારા પિતાનું વાત્સલય અને સ્નેહ અને ખુશાલી સાથે આશિષ આપતા આ છાંટણાથી આજે મારે ભીંજાવું છે. મારા “દાદા” પણ મારા પિતાની સાથે આજે  આશિર્વાદ આપી રહ્યાની લાગણી અનુભવી રહી છું.’ દીપશ પણ ભાવવિભોર બની દીપાને વ્હાલથી પોતાની બાહુંમાં લઈ લીધી..એજ સમયે  તેમની કારની બાજુમાં બીજી કાર પાર્ક થઈ..મીરા એક સુંદર ગુલાબી સાડી પહેરી કારમાંથી બહાર નીકળી, જે અનિલની બહુંજ ગમતી હતી. એજ સ્થળ પર દીકરી અને ભાવિ જમાઈને આલિંગન આપતાં જોયાં . મીરાની આંખમાં વરસો પહેલાં આજ સ્થળપર દર્દ-દુખના આંસુ નો ધોધ વહેતો હતો એજ સ્થળ પર આજે ખુશાલીના આંસું હતાં…આકાશમાંથી ગડગડાતી થતી રહી વર્ષા વધતી ગઈ , મીરા, દીપા અને દીપેશ  ભીજાતા રહ્યાં બસ ભીંજાતા રહ્યાં!

એપ્રિલ 22, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. મીરાની આંખમાં વરસો પહેલાં આજ સ્થળપર દર્દ-દુખના આંસુ નો ધોધ વહેતો હતો

  યાદોં કે હર મંજર સે મેરી વિદાઈ હો ગઈ હૈ.

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 22, 2010

 2. Excellant!

  ટિપ્પણી by Vijay Shah | એપ્રિલ 22, 2010

 3. સ–રસ વાર્તા.

  બે પ્રસંગોને સફળતાથી જોડીને અંત આણ્યો છે. શૃંગાર–કરુણનું સુભગ સંયોજન.

  ટિપ્પણી by jjugalkishor | એપ્રિલ 23, 2010

 4. Enjoyed the … ‘દીપા.. વરસાદના છાંટણા શરૂ થયાં છે, કારમાંથી છત્રી લઈ આવવું?’ ‘ના દીપેશ, મારા પિતાનું વાત્સલય અને સ્નેહ અને ખુશાલી સાથે આશિષ આપતા આ છાંટણાથી આજે મારે ભીંજાવું છે.

  Really leave a special impression.

  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel | એપ્રિલ 23, 2010

 5. bahu saras varta

  Lata Hirani

  ટિપ્પણી by readsetu | એપ્રિલ 23, 2010

 6. વરસાદના છાંટણામાં ભિંજાવા જેવી અનુભૂતિ કરાવે તેવું આલેખન.

  ટિપ્પણી by Rajul Shah | એપ્રિલ 23, 2010

 7. હ્ર્દય સ્પર્શિ વાર્તા
  ઈન્દુ

  ટિપ્પણી by Indu SHAH | મે 3, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: