"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૌનો… આભાર….

“ફૂલવાડી” જાન્યુઆરી-૨૦૦૭માં મા-સરસ્વતિની સ્તુતિ કરી ગુજરાતી સાહિત્યની એક અદભૂત  ભુમી પર..એક બીજ વાવ્યું..આપ સૌ વાંચકોએ દિન-પ્રતિદીન આપના સુંદર પ્રતિભાવો,સૂચનો આપી ‘ફૂલવાડી”ને પ્રોતસાહિત કરી, આપણી માતૃભાષાની સદા પરદેશમાં જીવંત રાખવાની ભાવના અને ઉદ્દેશને સાર્થક કરવા જે ઉમંગ-ઉત્સાહ આપ્યો છે તેનું પરિણામ “ફૂલવાડી” વાંચનારની સંખ્યા ૧૦૦,૦૦૦(એક લાખ)ઉપર પહોંચી ત્યારે  જે આનંદ થયો તેને શબ્દમાં વર્ણવો મુશ્કેલ છે..આ મહેંકતી “ફૂલવાડી” આપના થકી મહેંકે છે. તેમના યશ-જશના અધિકારી આપ સૌ છો. હું તો માત્ર નિમિત છું…આપણી માતૃભાષાને જીવંત રાખવા, મહેંકતી રાખવા..સંખ્યાબધ ગુજરાતી બ્લોગ્સ આજે સર્જાયા છે એનો મને ઘણોજ આનંદ અને ગૌરવ છે. બે-હાથ ને શિર નમાવી કહું: મારો હ્ર્દય-પૂર્વક આભાર સ્વિકારશોજી..

ખીલી ઉઠી , ટહુકી ઉઠી એક મધુર કોયલ ગીત ગાતી “ફૂલવાડી”માં,
       સિચ્યા  વાચકોએ જ્યાં ઉત્સાહભર્યો જળપ્રવાહ, આવા વાંચકોનો આભાર.

મળ્યા જ્યાં કવિગણ ગુજરાતના, મનાવી મહેફીલ  “ફૂલવાડી”માં,
      આવી લખી શુભેચ્છાની શુભ-ભાવના, આવા કવિમિત્રોનો આભાર.

એક ડગલું પણ ક્યાં ભરી શકું?  “ગુજરાતી સાહિત્ય સરિતા” વગર”ફૂલવાડી”માં,
        મળ્યો છે સાથ-સહકાર દિન-રાત, આવા હ્યુસ્ટન-મિત્રોનો આભાર.

ગઝલ, કવિતા,વાર્તા,સુવિચારો મળે જ્યાં વિનોદી વાતો”ફૂલવાડી”માં,
       માતૃભાષાના વિવિધ રંગનો સંગ મળે, આવી મારી માવલડી ભાષાનો આભાર.

નમુ મા-સરસ્વતી માતને, હાથ જોડી કરુ સદેવ પ્રાર્થના’ફૂલવાડી”માં
          મહેંકતી રહેશે સદા પરદેશમાં ફૂલવાડી, આવી મા સરસ્વતીનો આભાર.

એપ્રિલ 8, 2010 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: