"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમે શરણે થશો કે …?

સમય  આણ  વર્તે છે ,   તમે શરણે થશો કે નહિ?
બધેબધ તેજ વરસે છે,   તમે શરણે થશો કે નહિ?

કદી ભીનાશ અડકે છે ?   તમે શરણે થશો કે નહિ?
અધર પર સ્મિત ચમકે છે..તમે શરણે થશો કે નહિ?

તમે ઝંખો સુવાસિત      શબ્દ-સોનું હાથ-હોઠોથી..
બધાં મૂછોમાં મલકે છે,   તમે શરણે થશો કે નહિ?

દઝાડે એ,  સતાવે છે,    હરાવે છે રડાવે છે..
છતાં રમવા નિમંત્રે છે,  તમે શરણે થશો કે નહિ?

પ્રલોભન ભૂલ કરવાનાં  અહીં ડગલે ને પગલે છે..
જીતેલી બાજી સરકે છે,  તમે શરણે થશો કે નહિ?

-બકુલેશ દેસાઈ

એપ્રિલ 28, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: