"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સતત ચાલતી રહે.

 
ભવ-ભવની આ  ભવાઈ સતત  ચાલતી  રહે,
અસ્તિત્વની  લડાઈ   સતત     ચાલતી રહે.

આ મન-પવનની  પાવડી  પર  ઉડતાં  રહો,
આ    ઊડતી   ચટાઈ  સતત   ચાલતી  રહે.

મનના  કોઈ   ખૂણે કશી ઈચ્છાની  નાગણી,
ખુદ મનથી  પણ લપાઈ સતત ચલતી  રહે.

શ્વાસોનાં વૃક્ષ પર  આ સ્મરણ વેલ  કોઈની,
શ્વાસોને    વીંટળાઈ   સતત  ચાલતી  રહે.

આ  લાલચોળ  જૂઠના ધગધગતા  થાંભલે-
એક સાચી કીડીબાઈ   સતત  ચાલતી રહે.

 -અલ્પેશ કળસરિયા

એપ્રિલ 29, 2010 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: