"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નદીકિનારાની ભેખડ છું

 

અશબ્દ વાવ છું-પડઘાથી  ગૂંગળાઈ  જઈશ,
ખમો  હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ.

કરો   મને   તમે   આજ    સિન્દૂરી   થાપા,
હું પાળિયો છું- પછી  ધૂળથી છવાઈ જઈશ.

નથી   હું  રાતનો   ઓથાર  કે    બહું  પીડું,
પ્રભાતકાળનું  સ્વપ્ન છું   હુ ભુલાઈ જઈશ.

હું ચૈત્ર  છું, મને  ઝંખો  નહીં     અષાઢરૂપે,
ગગનથી નીચે વરસતામાં  હું સુકાઈ જઈશ.

લખું  છું   નામ  તમારું    હથેળીમાં    આજે,
ને હિમખંડથી, સંભવ છે, હું   ગળાઈ જઈશ.

સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની  ભેખડ છું   હું -ઘસાઈ  જઈશ.

-ભગવતીકુમાર શર્મા

એપ્રિલ 17, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: