"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક માત્ર પંદર ડોલર માટે..

                                          

                            ‘સુકેશુ, Are you OK?(સુકેશ, તું ઓ.કે છો?). સુકેશુની ચીસ સાંભળી સરલા સફાળી જાગી ગઈ અને સુકેશુને હલ બલાવ્યો..ઓહ માય ગૉડ! સ્વપ્નમાં કે દિવસમાં મને એ  વિચારો જીવવા નથી દેતા..હું હત્યારો છું! ખુની છું..મેં નિર્દોષ…સરલાએ વચમાં વાત કાપી…એક પ્રેમાળ  Hug(આલિંગન) આપ્યું.ના સુકેશુ આવા ખોટા વિચારો ના કર! તારાથી જે થયું  એ તે જાણી બુજીને કર્યું જ નથી પછી ખોટો માથે આરોપ લઈ  દુ:ખી ન થા.
                                                                       આ અણઘટનાના બનાવ પછી Psychiatric Doctor (માનસિક બિમારીના ડોકટર)નો સંપર્ક સાધી સુકેશુની સારવાર કરી.ડૉકટરના સલાહ મુજબ સુકેશુને બીજું કશું ટેનશન ના આપવું અને  બનેલી ઘટના વિશે કોઈ પણ મિત્રો વાત ના કાઢે તેમજ તેને બીજી સારી સારી વાતો  ધ્યાન દોરવું .સરલા પોતે એક નર્સ હતી તેથી સુકેશુની ખુશ રાખવા બધાંય પ્રયત્નો કરી રહી હતી.ધીરે ધીરે સુકેશુ આ પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યો હતો.
                                                                     સુકેશુ આજે ઘણાં સારા મુડમાં હતો.  ‘હવે આ  ઉંમરે બાળકને એડાપ્ટ કરવું એ ઘણું જ મુશ્કેલ છે, બસ હું અને તું  આ મહામુલ્યવાન જિંદગીમાં જે કંઈ સારું કરી શકાય તે કરીએ અને સુકર્મોનું ભાથું સાથે લઈ જઈ એ.’ હા સુકેશુ તારી વાત સો ટકા સાચી છે.મને પણ  આ ઉંમરે ભારતમાંથી અનાથ  બાળક એડાપ્ટ કરી મોટો કરવું એ ઘણું કપરું કામ લાગે છે. હું અને તું બન્ને એકાદ વરસમાં રિટાયર્ડ થવાનો વિચાર કરી રહ્યાં છીએ. મને તારા વિચારો ગમે છે કે આપણાં દેશમાં ગરીબોને ભણવા માટે ઘણી બધી તકલીફો છે તો દરવર્ષે આપણે એમાં આપણાંથી બનતી મદદ કરીએ. ‘ સરલા તારા નામ પ્રમાણે ગુણ છે તું બહુંજ સરળ સ્વભાવની છો.. I love you for that..( તારી આ વાતનો હું ચાહક છું). બન્ને શિયાળામાં ભારત ગયાં અને અમદાવાદ નજીકના એક નાના ગામડાંમાં જ્યાં પાણીની પણ તકલીફ હતી ત્યાં  એક કુવો બંધાવ્યો અને  “સરલા-સુકેશુ પ્રાથમિક સ્કૂલ”ની સ્થાપ્ના કરી  પ્રોજેકટ શરૂ કર્યો જે એકાદ વરસમા પુરો થઈ જશે. સુકેશ પોતે ન્યુક્લિયર એન્જિનયર હતો અને સરલા માર્ટિન લુથરકિંગ હોસ્પિટલમાં સર્ટીફાઈડ નર્સ હતી. બન્નેની આવક ઘણીજ સારી હતી.

                                                                    સરલા આજે નાઈટ-શીફ્ટ કરી સવારે સાત વાગે ઘર પાછી ફરી રહી હતી. ફ્રી-વે પર  એક ટીન-એજર રોડ ક્રોસ કરી રહ્યો હતો.સરલાએ એક જોરથી બ્રેક મારી એ બચી ગયો. એજ ઘડીએ સુકેશુનો અણછાજતો બનાવ આંખ સામે તરી આવ્યો. સરલા એ ગોજારી  રાતે  જોબ પર હતી. લગભગ  રાત્રીના એક વાગે કોઈએ ઘર બ્રેક-ઇન કર્યું  હોય એવું ભાસ થયો. સુકેશુ એકલો હતો એની ઊંઘ કાગડા ઊઘ! સફાળો જાગી ગયો.પોતાનો બેડરૂમ બંધ હતો. લીવીંગ રૂમ કોઈ હોય એવું લાગ્યું એમને તુરત પોતાના સેલ ફોન પરથી ૯૧૧ ડાઈલ કર્યો. “This is 911, May I help you? tell me what’s your emergency.( હું ઈમરજન્સી ૯૧૧ની ઓપરેટર છુ, હું શું મદદ કરી શકું. ઈમરજન્સી શું છે તે જણાવશો.).  I  heard some noise in my leaving room, I think, some one break-in my house..( બેઠક રૂમમાં કોઈનો અવાજ આવે છે, કોઈ ચોર ઘુસ્યો હોય એવું લાગે છે). Stay calm and be careful, I am alerting police right now and he should be your home within five minutes.and stay on a phone until police come.(ચપળ રહી,ચેતતા રહેજો,હમણાંજ પોલીસને મોકલું છે, પાંચજ મિનિટમાં ત્યાં આવે પહોંચશે..પણ પોલીસ આવે ત્યાં સુધી ફોન ચાલુ મારી સાથે ચાલુ રાખજો)..સુકેશે પોતાની ગન( Gun) હાથમાંજ રાખી હતી. ઓચિંતાનો એનો બેડરુમનું બારણું પેલાએ ખૂલ્યું… ધડ..ધડ…ધડ ત્રણ ગોળી છુટી…એક ગોળી સીધી પેલા ચોરના માથું વિધી બહાર નિકળી ગઈ.. એજ સમયમાં પોલીસ ઘરનો ડોર બેલ વગાડ્યો. સુકેશુ ધ્રુજતા હાથે  બોલ્યો:’ઓહ માય ગોડ ‘બોલતા બોલતા દરવાજો ખોલ્યો.’Police officer,  I am sorry, I shoot  a robber.( મને માફ કરજો, પોલીસ ઓફીસર, મેં ચોરને શુટ કરી દીધો…). Do not worry, be calm. We are going to take care of it.( ચિંતા ના કરો,શાંત થાવ, અમને અમારી ફરજ બજાવવા દો..) એમ્બ્યુલન્સ આવી, ઘરમાંથી લાશ ઉઠાવી  પોસ્ટ-મોર્ટ્મ માટે હોસ્પિટલ મોક્લવામાં આવી..પોલીસે બધી શાંતી  વિગત સુકેશુ પાસેથી લીધી અને કહ્યુ પણ ખરુ..”આ રોબરી અને સેલ્ફ ડીફેન્સનો કેસ છે..પ્રોસીજર પ્રમાણે  કેસ ગ્રાન્ડ-જુરી પાસે જશે. તમને કશો વાંધો કે કોઈ આરોપ આવશે નહી, ચિંતા ન કરતા.”.

                                                          કોર્ટમાં ગ્રાન્ડજુરીએ સુકેશુને “No guilty”( નિર્દોષ) જાહેર કર્યા. પણ કેસની વિગતે સુકેશુને હચમચાવી નાંખ્યા! મરનાર વ્યક્તિ ‘ ૧૯ વર્ષનો માઈકલ’ એમનાજ નેબરહુડમાં રહેતો હતો. એમનો બ્રધર થોમસે કોર્ટમાં વિગત આપતાં કહ્યું: ‘મારા પિતાન હમણાં જોબ નથી. હું  પાર્ટ-ટાઈમ જોબ કરી ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો.ઘરના હપ્તા બે મહિનાથી નથી ભર્યા એથી મોરગેજ(બેંક)કંપનીને નોટીસ  આવી છે કે હપ્તા ત્રીસ દિવસની અંદર નહી ભરો તો ઘર જપ્તે કરી લેવામાં આવશે. મારી મા ને બ્રેસ્ટ કેન્સર છે એની ટ્રીટમેન્ટ ચાલતી હતી.સારવારના પૈસા સરકાર આપતી પણ  દવાના અમારે ભાગે પંદરથી વીસ ડોલર ખીસ્સામાંથી આપવાનાં રહે.ઘરમાં ખાવાના સાસા પડે ત્યાં દવાના પૈસા કેવી રીતે કાઢવા?  મારી મા ને દર્દ વધતું જતું હતું..Pain(દર્દ) સતત હતું..ડોકટરે Pain killer( દર્દને મારવા)ની દવા લખી આપી…દવા ૧૦૦ ડોલર ઉપરની હતી પણ અમારે ૧૫ ડોલર ખીસ્સામાંથી આપવાના હતાં..એજ રાતે મારા અભાગી ભાઈના માઈકલના મનમાં શું વિચાર આવ્યા ખબર નહી. એ મા ની દવા માટે અમારા નેબર( પડોશી)નું ઘરમાં ૧૫ ડોલરની લાલચે ઘુસ્યો..ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો..મેં મારો ભાઈ..ગુમાવ્યો…આજ મારી મા પણ કેન્સર અને દીકરાના  દુ:ખમાં છેલ્લા શ્વાસ લઈ રહી છે.”એક માત્ર પંદર ડોલર માટે”.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

મે 30, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 1 ટીકા

કો ખલાસી છે..

સિંહ સાથે કરી લે દોસ્તી, ને પછી દુશ્મન તારા થઈ જશે..

આંખમાં જળ ને આંખ પ્યાસી છે,
એ જ    વાતે  સદા    ઉદાસી છે.

રાત છે    ચાંદ છે    અગાશી છે,
કોઈને      ઝૂરવા      ત્રિરાશી છે.

તેજ  રફતાર     કાળની   છે ને,
આપણાં   પગ મહીં કપાસી   છે.

આપણા   કોઈને  કશું   ક્યાં  છે,
જાત  છે    એય  દેવ   દાસી છે.

એક   જ  નાવમાં    ભલે  બેઠા,
કો  પ્રવાસી તો   કો ખલાસી  છે.

-વજેસિંહ પારગી

મે 27, 2010 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

સાવ કોરો હાંસિયો…

 

ખૂબ સ્વ છંદી નદી છે, ફાવે    ત્યાં  ફંટાય છે,
તે   છતાં  કાં નદી, અવલોકમાં   પૂજાય   છે.

મોરપિંછાની  થવાની    માનતા   પૂરી   હવે,
આંગળી પકડી પવનની, દ્વારકા   એ જાય છે.

માછલીએ   જાળને   જમવાનું   દીધું  નોતરું,
તે  પછી    દરિયામહીં એ માછલી  ચર્ચાય છે.

કાટખૂણે  જાતને   છેદી    શકો  તો ધન્ય  છો,
સત્ય આ સમજાવવા તો સાથિયા ચીતરાય છે.

શિર   ગગનું શર્મથી    ઝૂકી     જતું જોઈને,
ભાન  ભૂલી સૂર્ય જ્યારે  ખીણમાં  રોકાય  છે.

રણ તને  છાંટો ય પાણી   નહિ  મળે,  કેમ કે-
આકાશમાં તો black માં  વાદળા  વેચાય છે.

શબ્દને સાધી શક્યાની વાત   તો બહૂ દૂરની,
સાવ કોરો હાંસિયો પણ ક્યાં  હજી સમજાય છે.

-ધૂની માંડલીયા

મે 26, 2010 Posted by | Uncategorized | 4 ટિપ્પણીઓ

મારી મિત્ર સમી પત્નિ રેખાને!

Rekha-Vishwadeep

ઝાંખો ઝંખો જળ હળતો  દીપ,
સજોડે, સજોડે બેસી એક હુંફ અનોખી,
      સંધ્યાની કરીશું આરતી હું અને તું..

એક મહેંકતો બાગ, જ્યાં ખીલ્યા સુંદર ફૂલ,
    સુંદર માળો બાંધ્યો, ખેલતા બાળનાના,
પાંખ આવી ઊડી ગયાં, રહી ગયાં હું અને તું.

શેષ જિંદગીના સહ પ્રવાસી સુમિત્રો બની,
    હાથમાં હાથ જાલી  દેતા સહારો,
કરીશું યાત્રા પુરી સંગાથે હું અને તું..

મંઝીલ લાંબી વીતી ગઈ સ્વર્ગ સમી,
   તુફાનો વચ્ચે હતી સ્નેહની સાંકળ,
સમી સાંજે સાથ સહચર હું અને  તું.

એક એક  ક્ષણની કેવી મજા સખી!
   ‘anniversary આવી હસતી આજ,
માણીએ એક અનોખી મહેફીલ હું અને તું ..

***********************************

આજે લગ્નના પવિત્રા બંધનમાં બંધાયા આડત્રીસ વરસ  વીતી ગયાં..ખબર ના પડી ..આ બંધંન એવું છે કે જે  સૌને ગમે છે જ્યારે જીવનજોડી એકે એક પગલે સુંદર પ્રીતની ઝાંઝર સાથ રણકાવતી હોય!
એક એક તાલ મળતો હોય!..સંગ સંગ ચાલતા ચાલતા..એક એવી મંઝીલ પાસે પહોંચી જવાઈ છે જ્યાં સંધ્યાનું સુદર ગીત સાંભળવા મળે. આ એક એવો અનોખે સમય છે..જાણે  આ સંસારી માળામાં શરૂમાં બે હતાં..બાળકો થયાં..પાંખ આવતા ઉડી ગયાં..પોતાનો માળો બનાવ્યો..એમને જોઈ આનંદ થાય..હવે  ફરી માળામાં હું અને તું..તો કેમ નહી? જે શેષ જીવન વધ્યું છે અને સારી રીતે, સુદર રીતે વિતાવીએ..એક સાચા મિત્ર બની..

મે 22, 2010 Posted by | સ્વરચિત રચના | 12 ટિપ્પણીઓ

હું એક અભાગી મા !

                                                   

         આ જગતમાં જન્મ લેવો, બાળપણ , જુવાની,ને વૃદ્ધાવસ્થા ત્રણે અવસ્થામાંથી પસાર થઈ..એક  અનોખા માર્ગે પ્રણાય કરવાનું! અહીંના રહેવાસ દરમ્યાન કેટલાં બધા બંધન! સંસાર બાંધ્યા બાદ પતિ,બાળકોની માયાજાળ અને આ માયાજાળ દરમ્યાન લાગણી, ઈચ્છા, અપેક્ષા એટલી બધી વધી જાય છે કે મૃત્યું તરફ જતાં એક અસહ્ય બીક લાગ્યા કરે છે..એ આવશે , જરૂર આવશે પણ એના ભણકારા પણ આપણાંથી સહન નથી થતાં.આવા ઘેલા છતાં વાસ્તિકતાના વિચારોમાં  મારું મન ચડી ગયું. ઘડિયાળ તરફ નજર કરી તો રાતના બે વાગ્યાં હતાં! પણ આજ કોણ જાણે કેમ નિંદ્રારાણી કે વિચારોના વાયરા એવા ફૂંકાવા લાગ્યાકે આંખ એક મટકું મારવાની પણ તસ્દી નહોતી લેતી!

                                                           ‘મીનાબેન તમારી  હાલત જોઈને  લાગે છે કે આપણાં દેશમાં પણ  મા-બાપ માટે લાગણી મરી પરવારી  છે. પોતાના જ બાળકો  સ્વાર્થના સગા બની ગયાં છે. કોઈ કોઈને  કોઈના માટે કશી પડી નથી.’ ‘મમતાબેન,  મને અફસોસ તો એ બાબતથી છે કે લાગણીના આવેશમાં આવી મેં મારું ઘર, નિવૃતિમાં આવેલ બધી મિલકત  લુંટાવી દીધી! ‘આવી મુર્ખાઈ તમે કેમ કરી?’  શું કરૂ  મમતાબેન્? મારા પતિની  નિવૃતિબાદ  એ બહુંજ  બહુંજ બિમાર પડી ગયાં..અને એ હતાં મરણ પથારી પર! એમના છેલ્લા શબ્દોએ મને લાગણીવશ કરી દીધી! ‘મીના,હું તો હવે નહી બચુ, તું  એકલી પડી જઈશ તો રમેશ સાથી રહેવા જતી રહેજો અને આ ઉમરે તારે શું જોઈ એ? બે ટક રોટલા અને હરીભજન!’ એમના સ્વર્ગવાસ બાદ મેં  મકાન વેચી  અને જે પૈસા આવ્યા  તેમાંથી રમેશને મોટું ઘર અપાવી દીધું  બસ આજ મારી મોટી ભુલ! મેં મારા એકના એક દીકરા પાછળ સર્વસ્વ લુંટાવી દીધું.. દીકરો અને દીકરાની વહું બન્ને સ્વાર્થી નિકાળ્યાં, મને ઘરની બહાર હાંકી  કાઢી! ભલુ થાજો આ શાંતીભાઈનું કે જેણે મને આ ઉંમરે એમની ઓફીસમાં કલર્ક તરીકે  નોકરી આપી! એમાં ભાડુ ભરતાં મારું ગુજરાન થઈ જાય છે! મીનાબેન,શાંતીભાઈ તમારા બહુંજ વખાણ કરે છે. તમારી પ્રમાણિકતા,તમારા કામના વખાણ કરતાં થાકતાં નથી!તમે પણ બી.કૉમ ફસ્ટ કલાસ કર્યું છે એમ શાંતીભાઈ કહેતા હતાં. ભાઈ, એજ  એમની મોટાઈ છે!.. આજ  મમતાબેન  ભાવનગરીએ મને અમેરિકા આવવા ઓફર કરી! ..’મીનાબેન  મારે બે મોટેલ છે અને મારે તમારા જેવા પ્રમાણિક માણસોની જરૂર છે. તમારે  ફ્ર્ન્ટ કાઉન્ટર મેનેજર તરીકે  કામ કરવાનું હું  અમેરિકા જઈ તુરત સ્પોન્સ્ર લેટર અને જરૂરી પેપર્સ મોકલી આપુ છું.

                                                       બસ, આ  મમતાબેન  ભાવનગરીએ મારી લાઈફ બનાવી દીધી, એમની મોટેલ  બિલૉક્ષી, મિસ્સી-સીપ્પીમાં હતી..જ્યાં હું મેનેજર હતી છતાં પણ મોટેલનું બધું કામ કરતા મને કોઈ જાતની શરમ નહોતી, ઉપરાંત મારા ગયાં પછી એમની મોટેલની આવક ઘણી વધી ગઈ! ‘મીનાબેન , આ મોટેલનું સંચાલન તમો બહું સુંદર રીતે કરો છે ,અને મારી આવક પણ વધી છે.. હું હવે બીજી બેસ્ટ-વેસ્ટ્રર્ન  અને લકીન્ટા લેવાનો વિચાર કરું છું.  તમે આ મોટેલ  ખરીદી લો …પૈસાની ચિતા ના કરતાં, આવક આવે તેમ તમે મને મહિને મહિને  હપ્તા  આપતાં રહેજો. ધંધાની ફાવટ મને આવી ગઈ હતી. આજે  આ વાતને વીસ વરસ વિતી ગયાં…મોટેલમાંથી હોટેલ બીઝનેસમાં !ઈશ્વર દયાથી મારે પણ બે “હૉલીડે-ઈન “છે. પાંચ વરસ પહેલાં જ એક્  મારી જેમ પરિસ્થિતીમાં સપડાયેલી બે સહારા વિધુર,  મારી જ હોટેલમાં જોબ કરતાં શૈલેશ સાથે મેં લગ્ન કર્યાં. શૈલેશ, એ એક  સજ્જન, માયાળુ નિખાલસ સ્વભાવના માણસ  છે કે જેણે મારામાં જે  મારા દીકરા માટે એક કટુતા હતી તે દૂર કરાવી! જેમનો પરિચય હું જ્યારે હ્યુસ્ટન ગઈ હતી ત્યારે હિલક્રોફ્ટ ઈન્ડીયન શૉપીંગ સેન્ટરમાં  થયો હતો. જ્યાં એમના સંતાન કફોડી સ્થિતીમાં એકલા મુકી જતાં રહ્યાં હતાં. પોકે પોકે રડતાં હતાં હવે ‘હું ક્યાં જઈશ?’ મને દયા આવી, મેં મારો પરિચય આપ્યો અને હ્યુસ્ટનમાં મારી બેનપણીની હોટેલમાં ઉતરી હતી ત્યાં લઈ ગઈ અને પછી મારી  હોટેલમાં જોબની ઓફર કરી. એ ખુશ થઈ ગયાં.આજે અમો પતિ-પત્નિ તરીકે સુખી જાવન જીવી રહયાં છીએ. ‘મીના ,આપણે શું લાવ્યા હતાં અને શું લઈ જશું ? રમેશે અને એમની વહુંએ કરેલી ભુલનો બદલો આપણે મા-બાપ થઈ કેમ લઈ શકી ? એ ભારતમાં છે એમને અહીં બોલાવી લ્યો! આપણે બન્ને અહીનાં સીટીઝન છીએ. એકાદ બે વરસમાં એ અહીં આવી જશે તો એમની પણ લાઈફ બની જશે!..” શૈલેશ, મારા  પર બન્ને પતિ-પત્નિએ આદરેલા જુલ્મ હું ભુલી શકું તેમ નથી…Yes, I may forgive them but…I can not forget!( મા  તરીકે હું  તેમને માફ કરી શું પણ હું કદી ભુલી નહી શકું!)..IT’S ok honey! (હા, બસ ભુલી જાવ!) ‘ હું રમેશ માટે પેપર્સ તૈયાર કરું છું. તું   આરામ કર!’  ‘હા, હવે મારી ઉંમર થઈને  શૈલેશ ?’  ..’ના ના! તું ૭૫ વરસની છો છતાં તમોને કોઈ જુએને તો કોઈ તમને ૬૫ના માંડ કહે! આ ઉંમરે બે માઈલ ચાલો છે અને  એક કલાક ટ્રેડમીલ પર ! હા, શૈલેશ , આપણે હ્યુસ્ટનમાં સેટ થઈ ગયાં એ  ઘણું સારું થયું વેધર પણ સારૂ! આપણો બીઝનેસ પ્રમાણિકતાથી  માણસો ચલાવે છે  તેનો મને સંતોષ છે’ ….’હા. પણ રમેશ અને એમની પત્નિ આવી જાય એટલે તેમને ત્યાં હોટલમાં જ ગોઠવી દેવાના!’  ‘ઑકે, શૈલેશ  , તમે  જે કહે તેમ્!’

                                                     રમેશે લખેલ પત્ર વારંવાર વાંચું છું:
પરમ પૂજ્ય બા ,
             હું તમારો ગુનેગાર છું, પુત્ર કહેવાને પણ લાયક નથી!તમારી પાછલી જિદંગી  અમો એ બગાડી, સાચુ  કહું તો છીનવી લીધી..અફસોસ થાય છે!ત્યારે કહેવત યાદ આવે છે.. પ્રેમના છાંટણાં જ્યારે પડતા હતાં ત્યારે  એ અમૃત પિવાને બદલે  અમો એ છત્રી  આડી ધરી દીધી!ને હવે તરસ્યા થયાં !પસ્તાવો થાય છે! માફીને પાત્ર નથી પણ માફીની આ અરજી આપ સ્વીકારશો? મારી જોબ જતી રહી છે..બે  બાળકો છે..માથે દેવું વધી જવાથી ઘર પણ વેચી દેવું પડ્યું છે ..અહીંની પરિસ્થિતી બહું જ ખરાબ છે..મા  છો..અમારા પર દયા ખાશો ? અભાગી એવા અમોને અમેરિકા બોલાવી લેશો તો…ઋણી..અહીં હતાં ત્યારે મેં મારૂં  ઋણ જે અદા કરવાનું હતું તે નથી કર્યું..પણ એક મોકો આપો.. મારા પર ફરી વિશ્વાસ મુકશો?..હા દુધથી દાઝેલા છાશ ફૂકી ફૂકીને પીએ! આપને અમો એ બહું દઝાડેલ છે..એક પુત્ર તરીકે નહીં તો એક માનવતાને લક્ષમાં રાખી આ મારી અરજી સ્વીકારશો એ અમને ખાત્રી છે..
આપનો અભાગી પુત્ર..
રમેશ…તોફાનમાં સપડાયેલ આપનો એકનો એક  પુત્ર….

                                                   મહિનાઓ પહેલા આવેલ પત્ર..વાંચતા , વાંચતા આંખમાંથી એક આંસું પત્રને ભીનું કરી ગયું..શું કરું ? મા છું ને?…આવા જ વિચારોમાં  આખી રાત વિતી ગઈ! ફોનની ઘટંડી વાગીં.. શૈલેશ  એના અવાજમાં જાગી ન જાય તેથી એક જ રીંગે મેં ફોન ઉઠાવી લીધો!..’ હલ્લો!.. મૉમ , હું રમેશ…આજે અમોને ચારેયને વીઝા મળી ગયો છે….એના અવાજમાં એક અનેરો આનંદ હતો! અને રણમાં તરસ્યા ઉભેલા વ્યક્તિને એક પ્યાલો પાણી મળે તો  કેવો નાચી ઉઠે? એવો એનામાં ઉત્સાહ હતો!   હું વિચારતી હતી….હું એક અભાગી મા? …કે પછી  એ મારો  ભાગ્યવાન પુત્ર !? હા મેં અને શૈલેશે બન્ને એ અમારું વીલ(વસિયતનામું) બનાવી દીધું છે અમારી પાંચ મિલિયનની  મિલકત  અમારા ગયાં પછી એ રકમ  ભારતમાં વૃદ્ધા-આશ્રમ, હોસ્પિટલ, અનાથ-આશ્રમ અને ગરીબો માટેની સ્કૂલના પ્રોજેકટમાં જશે.એનું ટ્ર્સ્ટ પણ નીમી દીધું છે. દીકરા રમેશને અહી આવી મહેનત કરવી  પડશે..આપ કમાઈ કરી આગળ આવવું પડશે.  અમે એને અહીં બોલાવવામાંએક દિકરા કરતાં  માનવતાનું કાર્ય કર્યું છે.આ દેશમાં સફળતા છે, પૈસો છે…પ્રમાણિકતા છે.સિદ્ધિ તમારા હાથમાં આવી ઉભી રહેશે જો તમે સુકર્મો કરો, મહેનત કરો!!!

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી

**********************************

મે 21, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

ધરા ગગનને નહી મળે,

ધરા ગગનને નહી મળે,
         વર્ષા  બની   ચોમાર    રડે!

વ્હાલા આંગણે  આવીને  મળે,
         સગા    સ્મશાને   આવી રડે!

સંધ્યા ઢળી રાતને મળે,
         આંધળી  ડોસી  સૂરજથી રડે!

પડછાયો મધ્યાને નહી મળે,
         સાંજે  લાબો-લસ   બની રડે!

એવાં  ફૂલ  બારેમાસ  મળે,
         પાનખર  અફસોસ  કરી  રડે!

‘ગાંધી’ નામે અહીં ખુરશી મળે,
         સત્ય  અહીં  પોક   મૂકી રડે!

મે 20, 2010 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ભજવેલ એક અનોખું ભવ્ય નાટક. “એક અનોખી મહેફીલ

ગાંધીજી: મુકુંદ ગાંધી, કસ્તુરબા: દેવિકા ધ્રુવ, ઝવેરચંદ મેઘાણી: વિશ્વદીપ બારડ,મોરારજી દેસાઈ: સુરેશ બક્ષી, સરદાર: રસેશ દલાલ, ડૉ.વિક્રમભાઈ:વિજય શાહ, કવિ નર્મદ: કિરિટ મોદી,ચોકીદાર: ફેતેહઅલી ચતૂર
***************************************
 ગુજરાતની સ્થાપ્ના અને નિર્માણને ૫૦ ના વાણા વિતી ગયાં..પચાસ વરસમાં ગુજરાતે જે પ્રગતી કરી છે તે ભારત વર્ષના ઈતિહાસમાં સુંવર્ણ અક્ષરે લખાશે. દુનિયાના દરેક ખુણામાં વસતા ગુજરાતી માટે આ ગૌરવની વાત છે અને  વિશ્વમાં વસતાં દરેક ગુજરાતી અને ગુજરાતી સમાજ આ દિનની ઉજવણી ઘણાં ઉત્સવથી માણ્યો..અને માણી રહ્યાં છે.. હ્યુસ્ટનમાં પણ આ પર્વની ઉજવણી ઘણી શાનદાર રીતે  હ્યુસ્ટન ગુજરાતી સમાજ અને સાથે સાથે બીજી ઘણી સંસ્થાએ હર્ષભેર  ભાગ લઈ ગુજરાતની સંસ્કૃતીને વિવિધ કાર્યક્રમ આપી “ગુજરાત સુંવર્ણ-જયંતિની શાનદાર રીતે ઉજવણી કરી જેમાં ૧૩૦૦થી વધારે વ્યક્તિઓ હાજર રહી, બપોરના ૨.૦૦ વાગ્યાથી સાંજના ૯.૦૦ વાગ્યા સુધી રહી આનંદ માણ્યો.
                                        હ્યુસ્ટન ગુજરાતી સાહ્ત્ય સરિતાએ ..”એક અનોખી મહેફીલ” જેમાં ગાંધીજી, કસ્તુરબા, ઝવેચંદ મેઘાણી, સરદાર, ડો..વિક્રમભાઈ, કવિ નર્મદ, અને ચોકીદાર નું પાત્ર લઈ, હાસ્ય, ગંભીર, અને ગુજરાતની ગૌરવગાથા સાથે  એક અનોખું શાનદાર નાટક ઉજવી, સૌ પાત્રોએ એક છટાદાર અદાકરી પ્રક્ષકોને ચકીત કરી દીધા. નાટક પુરું થતાં જ સૌ પ્રેક્ષકોએ આ નાટક ને ઉભા થઈ..તાળીઓના ગગડાટ સાથે માન આપ્યું અને અમારી સાહિત્ય સરિતાનું આ એક વિશેષ ગૌરવ  ગણાવી શકાય.ફતેહઅલી ચતુર લેખિત, અશોકભાઈ પટેલનું “Direction અને સૌ પાત્રોએ પોત પોતાનું પાત્ર વિશે વિશેષ માહીતી પ્રાપ્ત કરી નાટકને વધારે સુ઼ંદર બનાવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે

                         ************************************************************

   ચૌકીદારઃ      હાશ…! માંડ exhibition પૂરૂ થયૂ.  આજનો દિવસ તો બહુ લાંબો હતો. કોણ જાણે આટલા બધા લોકો આ પત્થરની મુર્તિઓ જોવા શું આવતા હશે?            પાછા  ફોટાઓ પાડે..! અરે આટ્લા  ફોટાઓ  તો મારા લગ્નમા પણ નહોતા લીધા. કંઇ નહીં તમે તો નેતા છો ને? પણ આજના સમયમાં આટલા ફોટા પણ આજના     નેતાઓને ઓછા પડે છે.!!
(વલ્લભભાઇ પટેલની મુર્તિ ને સાફ કરતા કહે છે)
તમે થાકતા નથી? આ.. આખો દિવસ આમ ઊભા ઊભા !  બધાને pose આપી આપી ને..!
હા પણ તમે શાના થાકો, તમે તો લોખંડી પુરૂષ..!  (પડદો ખુલે છે અને બધી મુર્તિઓ સ્થિર ઉભી હોય છે)
“સરદાર વલ્લભ ભાઇ પટેલ”..!
(મોરારજી દેસાઇ તરફ જાય છે અને ગણગણે છે)
ઓ મોરારજી ભૈ, ઓ.. મોરારજી ભૈ, આ મુમ્બઇ મા આવી ને અમને ભારે પડી ગઇ..!
સરદારઃ બકવાસ બંધ કર..!
ચૌકીદારઃ (ચમકીને) કોણ બોલ્યુ? કોણ છે ત્યાં? (પછી ભોઠો પડીને) આ રાજકીય નેતાઓની વચ્ચે રહીન મારૂ યે મગજ ચસ્કી ગયુ છે. ખોટા ખોટા આભાસ થાય છે.
(પછી ગાંધીજીની મુર્તિ તરફ જાય છે)
બાપુ તમારા ઉપર તો ખરેખર દયા આવે છે. ખબર નહી તમને શા માટે આટલો વખત આમ ઉભા રાખે છે. જરા વાર બેસી જાઓ, આરામ કરો..!
મોરારજીઃ  હા બાપુ બેસી જાઓ, બેસી જાઓ હવે પ્રદર્શન બંધ થઇ ગયુ, કોઇ નહી જુએ.
                  (મોરારજી ભાઇ ધીમે પગલે આગળ ચાલે છે)
ચૌકીદારઃ (આંખ ચોળે છે, ગાલ પર તમાચો મારે છે અને હાથ પર ચિમકી ભરે છે. અને જોરથી ચીસ પાડે છે.) ના ના હૂં તો જાગુ છું. ઊંઘમા નથી..!
સરદારઃ ઝવેરચંદભાઇ, આવો આવો અંહી, સાંજ પડી, ચાલો આપણે આપણી મહેફીલ જમાવીયે.
ચૌકીદારઃ અરે.. અરે.. અચ્છા તો તમે બધા રોજ સાંજે મહેફીલ જમાવો છો?
સરદારઃ તારે પણ જોડાવુ હોય તો જોડાઇ જા. પણ ખબરદાર જો વાત બહાર ગઇ તો..! ખબર છે ને.. મારૂ નામ સરદાર છે?
ચૌકીદારઃ જી… જી.. જી જી.
ગાંધીજીઃ અરે ઓ નર્મદ ..વીર નર્મદ… આમ ઓરા આવો, ત્યાં દૂર કયાં ઊભા?
નર્મદઃ જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત ! સાંભળ્યું છે કે આજે ગુજરાતમાં તેમન વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ “સુવર્ણ   જયંતિ   ઉજવી            રહ્યાં છે. એ ઘણાં ગૌરવ અને આનંદની વાત છે    (આગળ આવે છે)

 ઝવેરચંદઃ નર્મદ, તમે તો સુરતના! તમારી સુરતની ઘારી અને વાણીની તો શી વાત? ઘારી ખવડાવશો તો સૌને ગમશે પણ  સુરતી વાણી….

 નર્મદઃ સુરતની  વાણીની વાત પછી. સુરત એતો સોનાની મૂરતની વાત કરો.મે સાંભળ્યુ છે કે તે તો ભારતનું સૌથી સમૃધ્ધ શહેર ગણાય છે .. વાહ! વાહ! મારું સુરત    ફરી પાછુ સોનાનું થઇ ગયું.
ગાંધીજીઃ કેમ છો ઝવેરચંદ! તમે તો રાષ્ટ્રીય શાયર
ઝવેરચંદઃ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
                 ખબર છે એટલી કે માતની હાકલ પડી છે
રખેવાળઃ વાહ! મેઘાણી સાહેબ, વાહ, વાહ.

ઝવેરચંદઃ આજ કાલ ગુજરાતનાં હાલ શું છે? Continue reading

મે 18, 2010 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

ગુરૂફળ કે શ્રાપ?

  

                                                           હું મેનાને સમજાવી, સમજાવી થાકી પણ શ્રદ્ધા અને એ પણ આંધળી શ્રદ્ધાના પિંજરામાં સપડાયેલી મારી બેનપણીએ કદી મારી વાતનું ધ્યાન ના આપ્યું. ધર્મના સદગુણો ઘણાં છે પણ એને ખરાં અર્થમાં સમજનારા કેટલાં? અમો બન્ને મેરેજ કરી અમેરિકા સાથે આવ્યા હતાં.નાનપણની આ મારી બેનપણી મેના પહેલેથીજ માનતા માનવામાં, ભુવા-ભગત અને સાધુઓએ આપેલી મંત્ર-તંત્ર વાળી માળા, કંઠી પહેરવામાં માને. એમના મા-બાપ પણ એજ કક્ષામાં ! કદી કદી બહારગામથી આવતા સાધુઓ, ગુરૂઓની સેવા કરવા પણ મેના નાનપણથી જતી. “મેના તું હવે સોળ વરસની થઈ …આ અજાણા ગામથી આવતાં સાધુઓ, ગુરૂઓના સ્થાને રાતે સેવા કરવા જવું એ હિતવાહક ના કહેવાય.’ ‘દક્ષા તું રહી નાસ્તિક તને તો કોઈ પણ સાધુ-સંત ગમતાંજ નથી. તને ભગવાન પ્રત્યે જરી પણ શ્રદ્ધા નથી.’  ‘સાધુ-સંત અને ગુરૂઓની સેવા કરવાથીજ આપણે  ભગવાનના દ્વાર પર જઈ શકીશું! એજ આપણને સાચો માર્ગ બતાવી શકે.’  ‘મેના, તું જ કહે ભગવાનના ભગત સમા આ સાધુ-સંતને સ્ત્રીઓની જ સેવાની કેમ જરૂર પડે?’  ‘દક્ષા એ તને કદી પણ ખબર જે સમજ નહીં પડે! નાસ્તિક લોકો સેવાનો સાચો અર્થ કદી સમજી નહી શકે!

                                                             ‘મેના, તું અને તારા પતિ બન્ને મેડીકલ ટેસ્ટ કરાવી લ્યો જેથી સાચી ખબર પડે કે બે માંથી કોનામાં મેડીકલી ખામી છે? અને પછી તેનો સાચો ઉપાય કે સારવાર કરી શકાય.’ ‘દક્ષા, ભગવાનની જેવી મરજી! ઘરમાં પારણું ઈશ્વરની ઈચ્છાથીજ બંધાય છે. હું આવા ટેસ્ટમાં માનતી નથી અને મારા પતિ પણ.ઈશ્વરની ઈચ્છા હશે તો સૌ સારાવાના થઈ જશે! ‘મેના તું અમેરિકા જેવા આધુનિક અને મોર્ડ્ન કન્ટ્રીમાં રહે છે અને આવા વિચારો ધરાવે છે?  આ દેશમાં તો કેટલી આધુનિક સગવડતા છે અને જેની મદદથી સંતાન વગરના કપલને સંતાન થાય!’ પણ મેના આ દેશમાં રહીને પણ જુનવાણીના વિચારોમાં એવી જકડાયેલી હતી કે મેં આપેલ સલાહ સાવ નિષ્ફળ નિવડી. અને ત્યારથી મેં  એ બાબતથી સલાહ આપવાનું જ બંધ કરી દીધું!

                                                              બસ મેના અને એમના પતિ માટે તો ભારતથી  આવનાર”બાબાનાથ” એમનાં માટે  ભગવાન! મેના અને તેણીના પતિ કાંતીભાઈને પીઝાની બે ફ્રેન્ચાઈઝ હતી.પૈસી ટકે બહું જ સુખી હતાં. ક્લિયર લેઈક જેવા સારા એરિયામાં બે મિલિયન ડોલરનું આલિશાન ઘર હતું. સંપતીનું સુખ હતું પણ સંતાનનું નહી! “બાબાનાથ” જ્યારે જ્યારે અમેરિકા આવે ત્યારે એ બે મહિના એમને ત્યાં જ ઉતરે તેમજ અમેરિકાના જુદા જુદા શહેરમાં જવા-આવવાની ફસ્ટ-કલાસની એર-લાઈન ટીકીટ લઈ આપે . “બાબાનાથ” એટલે એમના ભગવાન! એ ઘેર આવે ત્યારે “બાબાનાથ માટે સવારના બદામનો શીરો, કાજુ- દ્રાક્ષ અને ફ્રેશ બનાવેલો ઓરેન્જ જ્યુસ, બપોરે લન્ચમાં જાત જાતના ફ્રુટ્સ, વેજીસુપ અને સાંજે ડીનર પણ  સંધ્યા પહેલાં!  એમાં એમની પસંદગીની દરરોજ જુદી, જુદી વાનગીમાં બે શાક, ફરસાણ, મેન્ગો બરફી, સુપ-સલાડ અને રાત્રે સુતા પહેલાં બદામ-કાજુના મેવા વાળું ગરમ દુધ! રાજાશાહીથી રહેવાર બાબાનાથને અમેરિકા તો  સ્વર્ગ જેવું લાગે! ‘બાબા, અમારી પાસે બધું છે પણ સંતાન  નથી. આપ અમને એવા આશિર્વાદ આપો કે અમારા ઘરમાં પારણું ઝુલે! મેના હાથ જોડી બોલી. મારી યોગ સાધના અને મંત્ર-તંત્ર વિદ્યાથી જરૂર તારે ત્યાં સંતાન પ્રાપ્તી થશે પણ હું જેમ કહું એમ તમારે કરવાનું રહેશે!.’જરૂર ગુરૂજી, સંતાન-પ્રાપ્તી માટે અમે આપ કહેશો એ પ્રમાણે કરવા તૈયાર છીએ.કાંતીભાઈ ગળગળા થઈ બોલ્યા. હું અહીં હજું એક મહિના માટે છું અને મારી યોગ સાધના અને ધ્યાન વખતે મંત્રોચાર કરવા મેના મારી સાથે  રહેશે અને આ સમય દરમ્યાન તમારે કાંતીભઈ  બ્રહ્માચર્ય પાળવાનું રહેશે! પછી જુઓ મારા સાધનાની અસર!” ‘વાહ ગુરૂજી, વાહ ‘ પતિ-પત્નિ બન્ને એમના ચરણમાં પડી ગયાં..બસ દરરોજ બે કલાક ગુરૂજીના રૂમમાં મેના જોડાઈ અને ગુરૂજીના આદેશ પ્રમાણે વર્તવાનું અને આની ચર્ચા કોઈ પણ સાથે નહી કરવાની પતિ સાથે પણ નહીં આવી કડક સૂચના  ગુરૂજીએ મેનાને  આપેલ. એમાં જો ભંગ કે સુચનાનો અમલ નહીં થાય તો સાધના નિષ્ફળ જાય અને સાધનામાં ખલીલ પડાવાથી શ્રાપ મળે એ જુદો!

                                                    ‘દક્ષા હું પ્રેગનન્ટ છું, મેં તને નહોતુ કીધું કે અમારા ગુરૂ બહુંજ સિદ્ધપુરુષ અને મહાન છે એમની કૃપાનું જ આ ફળ છે!’ હું શું કહું? જ્યાં શ્રદ્ધા આંધળી હોય ત્યાં સાચી વસ્તું દેખાતી જ નથી! મને થયું કે લાવ એકવાર ગુરૂજીને મળી લઉં અને એક બે પ્રાયવેટ પ્રશ્ન પુછી લઉં પણ ખબર પડી કે એ તો ભારત પાછા જતાં રહ્યાં છે.મને ખબર હતી કે મેનાની પ્રેગનન્સીનું ફળ ગુરૂજીનું જ છે! પણ કોને કહેવા જાવ!

                                                  આજના સવારના સમાચારે મને ચોકાવી દીધી અને  મનમાં એકદમ ગભરાટ ઉભો થયો. સમાચાર હતાં..”બાબાનાથ”નીસેક્સ કૌભાંડમાં ધરપકડ.”સાથો સાથ એ પણ ઉલ્લેખ હતો કે..’બાબાનાથને “એઈડ”(AID) પણ છે એવું પુરુવાર થયું.’ ‘Mena, i am sorry for you and your feature child!( મેના,તારા અને તારા આવનાર બાળકની મને દયા આવે છે.) હું મનોમન ઉકળી ઊઠી!

આપ આ વાર્તા વાચ્યાબાદ આપનો અભિપ્રાય આપવા વિનંતી..

મે 13, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 13 ટિપ્પણીઓ

“ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.”

એ જ એનો એ રહ્યો હું    બાળપણ  ચાલ્યું  ગયું,
પ્રેમનું-વિશ્વાસનું     વાતાવરણ    ચાલ્યું  ગયું.

થઈ  ગઈ   કેવી   યુવાની એક તોફાની   નદી,
સાવ નિર્મળ  જળભરેલું  જ્યા ઝરણ ચાલ્યું ગયું.

પ્રૌઢ  માણસ  ઠાવકો   કેવો   ઠરેલો  થઈ ગયો,
ખૂબ  ઊંડો થૈ   ગયો  તો ભોળપણ  ચાલ્યું ગયું.

આવડ્યું   ના વૃદ્ધ  થાતા  પણ  ચાલ્યા સતત,
ગાંડપણ  ગુપચુપ  પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.

ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મે 11, 2010 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

“હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી”

તને  પ્રેમ   કોઈ   નિરંતર કરે   એ જરૂરી નથી,
સદા શ્વાસ ખુશ્બુ જ  ભીતર ભરે  એ જરૂરી નથી.

તને  યાદ  આવે બધા ને બધુંયે કરે યાદ    તું,
તને પણ બધા યાદ એમ જ કરે એ જરૂરી નથી.

ઘણાં  રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં  અહીં   લાશ   અંતે તરે એ જરૂરી નથી.

હસીને   મળે છે  નિકટ ગણે   છે ગણાવેય  છે,
હ્ર્દયથી  ખૂલીને   ઊંડે ઊતરે  એ જરૂરી નથી.

ગજાથી વધારે અપેક્ષા ન કર કોઈ મિસ્કીન કદી,
ભલા   કોડિયું છે, બધે વિસ્તરે  એ જરૂરી નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મે 10, 2010 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

Happy Mother’s Day…

************************************************

મે 9, 2010 Posted by | વાચકને ગમતું, Uncategorized | 1 ટીકા

આવી રૂડી મા તારી મમતા!

ના કોઈ તુષ્ણા કે ના કોઈ મનના  મેલ, આવી રૂડી મા તારી મમતા,
ધરતી જેવી ગોદ,  સાગર  સરીખુ  દીલ, આવી રૂડી મા તારી મમતા.

જગમાં  આવતા  પે’લા  પણ પેટમાં   પાટુ   મારતો      શિશુ હરદમ,
હસતા  મોંએ  સહી  લેતી  લાત  આવી,આવી રૂડી મા તારી મમતા.

બાળ દોડે તું દોડતી, એ સુવે ને તું જાગતી કરતી હરઘડી ઉજાગરા,
સ્નહનો વરસાદ વરસાવતી  વાદળી,    આવી રૂડી મા તારી મમતા.

કદી ક્યાં  કરી છે પરવા દુ:ખની, ઘસી   નાંખી જાત મારા ઉછેરમાં,
દયાતણી  દેવી   દેતી  બલીદાન  તું,  આવી રૂડી મા તારી મમતા.

કદી તું  થાકી નથી, પાલવ  પ્રસારીને સદેવ મા    શિશુને રમાડતી,
શશી  જેવી શાંત,સાગર  સમી વિશાળ,   આવી રૂડી મા તારી મમતા.

કવિઓ    લખે   ઘણું,    તોય    મા તારા      ગુણ પુરા ગવાઈ નહી,
‘દીપ’   જલે  છે અધુરો  મા  વિના  , આવી   રૂડી મા   તારી મમતા.

*********************************************************

ફૂલો ફૂલો  સાથે દેસ્તી કરી સુંદર   બાગ સજાવે છે,
માનવી માનવી સાથે દુશ્મની કરી જગ સળગાવે છે.

મે 7, 2010 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

બારી સુધી જવાશે?

પડઘાની  વાત છોડો, પણ  બૂમ  તો પડાશે,
ખુદને  મળી  જવાનું,  વાતાવરણ   રચાશે.

ઘરડા   થયેલા વૃક્ષે,   ફૂટપાથને   કહ્યું  કે,
મારાથી છાંયડો નહિ, બસ   બાંકડો  થવાશે.

અત્તરની પાલખી લઈ, ઉભો હશે પવન પણ,
તારાથી  દોસ્ત  કેવળ, બારી  સુધી જવાશે?

દીવાનગીનો  ફાળો, ઓછો   નથી પ્રણયમાં,
હારી  ગયાં  કે જીતી,  બન્ને   ભૂલી શકાશે?

મિત્રો, તમે જવા દો, આ ભાગ્યની છે પીડા,
પાણીમાં  માછલીનાં,  આંસુ    નહિ લુછાશે.

-ગૌરાંગ ઠાકર

મે 6, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

હું નિવૃત થયો છું?

                       

               ‘હંસા,  માત્ર મારે નિવૃત થવાને માત્ર ચાર મહિના  રહ્યાં છે, પછી આપણે ફરવા નિકળી જશુ.’  ‘  હા, અમિત આપણું એકનું એક સંતાન હિતેશ અમેરિકામાં સારી  રીતે સેટ થઈ ગયો છે અને હવે કોઈ ચિતા રહી નથી.પૈસે ટકે  કોઈ દુ:ખ નથી. ભગવાનની દયાથી આપણે ઘણાં જ સુખી છીએ. બસ હું તો તમારી નિવૃત થવાની કાગના ડાળે રાહ જોવ છું! બસ તમે જલ્દી નિવૃત થઈ જાવ અને આપણે બૈઉં  જલ્સા કરી એ!’ ‘ હું પણ આ દિવસની  રાહ જોઈ રહ્યો હતો, યુવાનીમાં ભાઈ-બહેન , માતા-પિતા સૌની વ્યવ્હારિક જવાબદારી માંથી   કદી મુકત થઈ શક્યો નહોતો. અમારું ઘર કાયમ મહેમાનોથી ભરેલું  રહેતું , અને હંસાને કદી કામમાં કોઈ રાહ્ત મળી નથી. પિયરમાં પણ કોઈ નહોતું કે થોડા દાડા ત્યાં જઈ આરામ કરી શકે! સુખના દાડાનું સ્વપ્ન બહું નજીકજ હતું! નિવૃત થવાને માત્ર અઠવાડિયાની વાર હતી. અને હંસા મને એકલો મુકી એક લાંબી મુસાફરીએ નિકળી પડી! જે ઘર  હંસાના  હાસ્ય થકી કિલ્લોલ કરતું હતું એ આજ વેરાન વગડો બની ગયો! હું એકલો અટુલો બાવરો બની ગયો! રસોઈ આવડતી હતી.  ત્રણ ટાઈમની રસોઈ એક વખત બનીવી પેટ-પૂજા કરી લેતો..દિકરો અમેરિકામાં પણ મા ની દિલસોજી ફોન પર પાઠવી ગયો! જોબ પર બહું બીઝી હોવાથી ભારત આવી ના શક્યો!

                                                              ‘ ડેડ! તમે અહી આવી જાવ! હું તમારુ ગ્રીન-કાર્ડ માટે   ફાઈલ કરી દઉ છું.’  ‘બેટા હું  ત્યાં આવી શું કરું?  તમે લોકો જોબ પર જાવ પછી હું તો ઘરમાં એકલો પડી જાવ! અહી મારો સમય વાંચવા-લખવા તેમજ સવાર-સાંજ અહીં ચાલતી ઘણી સામાજીક પવ્રૃતિમાં મારો સામય જલ્દી પસાર થઈ જાય છે.’ ‘ ના ડેડ અહીં બેઠાં બેઠાં અમને  તમારી ચિંતા રહ્યાં કરે, આવડા મોટા ઘરમાં એકલા રહેવું  એના કરતાં એ ઘર વેંચી દો અને જે પૈસા આવે  એમાંથી અહી આપણે મોટું ઘર લઈ શું, જેમાં તમારો સ્પેશિયલ રૂમ જેથી તમારી પણ પ્રાયવેસી જળવાઈ રહે!.’  એકનો એક દિકરા  સાથે  મારી દલિલ વાહિયાત નીકળી. મે જતુ કર્યું! ઘર વેચ્યું, ત્રીસ લાખ રુપિયા આવ્યાં , ગમે તે રીતે  મારા દિકરાએ લગભગ સાંઠ હજાર   ડોલર  ઈ-લીગલ રીતે ટ્રાન્સફર  કર્યા! હું પણ અમેરિકા  આવી ચડ્યો!

                                                              સુગરલેન્ડમાં ચાર બેડરૂમનું ઘર ત્રણ લાખ ડૉલરનું ઘર લીધું..દિકરાએ હપ્તો ઓછો આવે  એથી મારી બધી ભારતની  કમાણીના પૈસા ડાઉન-પે-મેન્ટમાં આપી દીધાં…મને સાંઠ હજાર ડોલરમાં મળ્યો..૧૨” x ૧૨”નો રુમ! દિકરો વહુ સવારે છ વાગે જોબ પર જાય! હું  વહેલો ઉઠી એમના માટે સવારની ચા, નાસ્તો તૈયાર રાખું. ‘ડેડ આજ સાંજે રસોઈમાં દાળ-ભાત અને કૉલીફ્લાવરનું શાક,ઉગાડેલા મગ અને સલાડ.’ ” ઓ કે..રીમા બેટી! .બાય! કહીં, દરોરોજ સાંજે ખાવાનું મેનુ આપી જાય! બન્ને એકજ કંપની માં સાથે જોબ કરતાં હતાં..દિકરો કમ્પુટર એન્જિનયર અને દિકરાની વાઈફ રીમા એજ કંપનીમાં એકાઉન્ટન્ટ હતી. શરુ શરુમાં તો આ કોઈ કામમાં મને આળસ નહોતી. રીમાને પણ હું મારી દીકરી તરીખેજ રાખતો..મારે પોતાને કોઈ દીકરી નહોતી..પણ સમય પલટાઈ છે! સીઝન બદલાઈ છે!
 
                                                            ‘ડેડ! મેં તમને કહ્યું હતું કે આજે કશી રસોઈ નહીં બનાવતા.. એ પણ કીધું’તું કે હું અને હિતેશ આજે  બહાર ખાઈને આવવાના છીએ!’….’પણ બેટી મારે તો ખાવા માટે’.  ‘આ રેફ્રીજેટરમાં પડ્યું છે તે કોણ ખાશે? એ માઈક્રોવેવમાં ગરમ કરીને ખાવામાં શું જોર પડે છે? ફૂડનો ખોટો વેસ્ટ કરો છો..અમો કમાઈએ અને તમે ખોટા પૈસા વેસ્ટ કરો છો! દીકરો એક શબ્દ ના બોલ્યો! હશે!  કહી મેં મન મનાવી લીધું… ‘સોરી..રીમાબેટી..મારી ભુલ થઈ ગઈ!’ ‘…It’s OK..’  મોં ચઢાવી પોતાના રૂમમાં ચાલી ગઈ!..એક પછી એક  મારા માટે ઘરના નવા નવા નિયમો  બંધાતા ગયાં.ઘણીવાર આ નિયમો જેલ કરતાં પણ આંકરા હતાં! રસોઈ મારે બનાવવાની, ઘર સફાઈ મારે કરવાની, લોન્ડ્રી મારે કરવાની,ગાર્ડન વર્ક મારે કરવાનું, સવારના ૫.૩૦ વાગે ઉઠું અને રાત્રે ૧૦વાગે સુવા જાવ ત્યાં લગી મારું વૈત્રુ ચાલુજ હોય! એકનો એક દિકરો, પણ દિકરાના મોં  પર માસ્ક! જે બોલે તે મર્યાદીત જ આવે! જાણે પઢાવેલ પોપટ! મેં ઘણીવાર “Possitive” લેવાની કોશિષ કરી! “રીમા બિચારી થાકી પાકી આવે , જોબ પર કોઈ ટેન્શન પણ હોય્! બોલી કાઢે, છોકરૂ છે! હું  ઘરમાં બધું  કામ કરૂ છું તો મારી તંદુરસ્તિ પણ સારી રહે છે, કોઈ પણ જાતની બિમારી પાસે આવતી નથી અને દવા-દારૂથી દૂર રહેવાય છે!

                                                            ‘પપ્પા, મમ્મી આજ સાંજે તમે તૈયાર રહેજો, આજ શુક્રવાર છે એથી હું જોબ પર થી વહેલી આવી જઈશ તો આપણે ગેલ્વેસ્ટન જઈશું, મજા આવશે! પણ રીમાબેટી અમિતભાઈ પણ સાથે આવશે ને?..’ના, ના પપ્પા, મારી કાર નાની છે અને એમાં માત્ર ચાર વ્યક્તિ આરામથી બેસી શકે! લાંબો રસ્તો છે સંકડાશમાં તમને નહી ફાવે!.. ‘ડેડ અમે ગેલ્વેસ્ટનથી મોડા આવીશું તમે જે ગઈકાલની ખીચડીને શાક પડ્યું છે તે ગરમ કરી  ખાઈ લેશો, સાંજે આવા હલકો ખોરાક લેવાથી તમારી તંદુરસ્તી પણ જળાવાઈ રહે’.
‘ વાહ બેટી વાહ! તારા મમ્મી, પપ્પા દેશથી અહી ફરવા આવ્યાં છે  અને રોજ રોજ કંઈ   ફરવા લઈ જાય છે, જોબ પરથી રજા લઈ ઓસ્ટીન, ડલાસ અને લાસ-વેગાસ જોવા લઈ જાય છે અને હું પણ તારા પિતાની જગ્યાએ છું .મેં તને દીકરીની જેમ માની છે. મેં શું ગુનો કર્યો છે?’ હું મનોમન બબડ્યો! કોને મારી વ્યથા સંભળાવું? હું અહીંનો સીટીઝન બન્યો! સરકાર મને સોસીયલ સિક્યોરિટી બેનીફીટ રુપે ૬૦૦ ડોલર આપેછે તે પણ મારો દીકરો લઈ લે છે મને મળેછે મહિને માત્ર  હાથ ખર્ચીના  ૩૦ ડોલર! જે કોઈ વાર મંદીરે જવું ત્યાં ઈશ્વરને ચરણે ધરૂ! પ્રાર્થના કરૂ: “હે ઈશ્વર મારા દીકરા વહું ને સાચી સમજણ આપ!”  હું હવે ૭૫ની વાનપ્રસ્થાએ આવી પહોંચ્યો છું તંદુરસ્તિ સારી પણ  ઘરમાં આખો દિવસ કામ કરતાં હવે તો થોડો થાક લાગે છે! શરીરતો ખસાઈ ને!

                                                            ‘અમિતભાઈ, તમારી ઉંમરના પ્રમાણમાં તમે માંડ સાંઠના હોય એવા લાગો છો!તમારે તો ઘી-કેળા છે, તમારી વહું-છોકારો બહું સારી રીતે રાખતા લાગે છે.’ સિનિયર સીટીઝનમાં એક ભાઈએ ટકોર કરતાં મને કહ્યું. રોદણાં રોવાથી શું ફાયદો ? મારા ઘરની વાત ખુલ્લી પાડવાથી શું ફાયદો?..’હા ભાઈ વાત સાચી, દીકરો -વહું ઘરમાં કામ કરવાની ના પાડે છતાં તંદુરસ્તિ જાળવવા હું ઘરમાં કામ કરતો રહું છું, મજા આવે છે! રાતે ઉંઘ પણ આરામથી આવી જાય છે.’ પણ  હું મારું મન તુરત મને ટકોરે! એલા! રમણ..કઈક તો સાચું બોલ! છોકરાને ભણાવ્યો. અમેરિકા મોકલ્યો , પાંત્રીસ વરસ જોબ કરી નિવૃત થયો! નિવૃતભર્યું જીવન જીવવા? જે મોજ-શોખ તું જુવાનીમાં કદી ના કરી શક્યો! તે સમય હવે આવ્યો છે! હરફરીને બાકીની જિંદગી ખુશાલીથી જીવ! પણ સાચુ કઉં! મારી આ નિવૃતી અવસ્થા છે જ નહી! હું નિવૃત થયો છું?

                                                            ”અંકલ! હું એકજ એવો છું કે તમારો સાચો ઈતિહાસ જાણું છું. હું જ એવો છું કે તમારી આંખ પાછળ છુપાયેલા આંસુ જોઈ શકું છું. તમો  એક દરિયાના કિનારા જેવા છો..મોજા મજાક કરતાં કરતાં આવે અથડાઈ! કિનારાના ભુકે ભુકા કરે! છતાં..”મોજાની બાળ હઠ છે..સાગર ક્ષમા કરી દે!” એવું આપનું દીલ છે.
‘બેટા ઉમેશ મારી પરિસ્થિતીની કોઈને પણ વાત કરતો નહી!  ઉમેશ હ્યુસ્ટનમાં  રહેછે. મોટેલ છે. અને  મારા પરમ મિત્ર અમરિશનો પુત્ર છે..અમરિશતો આ દુનિયામાં નથી પણ આવા સાચા સુપુત્રને અહી સારા કર્યો કરવા મારા માટે છોડી ગયો છે! આ દેશ સારો છે, માન  મર્યાદા અને પ્રમાણિકતાનો દેશ છે પણ પૈસા પાછળ આંધળી દોટ મુકનારા  સંતાનો  પોતાની આગવી ફરજ ભુલી જાય છે માત્ર ઉમેશ જેવા સંતાનો પોતાના  ભારતીય સંસ્કારો ભુલતા નથી. એ પણ  અઢળક પૈસા  કમાઈ છે પણ લેશ માત્ર અભિમાન વગર સદભાવના સાથે જીવે છે.   ‘અંકલ,  આ વાત હું તમે અને મારી પત્નિ રજની જાણે છે…’ હા, રજનીતો મારી દીકરી કરતાં પણ વિશેષ છે..એનો વાંધો નહી મને ખાત્રી છે કે એ કોઈને પણ નહી કહે!..તો સાંભળો  અંકલ, મેં તમારી એર-લાઈનની ટીકીટ આવતાં મહિનાની ૨૦મીએ લઈ લીધી છે,અને જેવા તમે અમદાવાદ પહોંચશો એટલે..એર-પોર્ટપર..”દીકરાનું ઘર”ની સંસ્થાના માણસો કાર લઈને તમને તેડવા આવશે અને સીધા નિવૃતી-નિવાસે લઈ જશે. મેં સંસ્થાની બધી વિગત જાણી લીધી છે. બગીચો,પ્રાર્થના હોલ,કસરત  રૂમ, યોગારૂમ અને બીજી ઘણીજ પ્રવૃતી ત્યાં ચાલે છે. સવારમાં નાસ્તો, બપોરે લન્ચ અને સાંજનું ભોજન , બસ અંકલ બાકીની જિંદગી ત્યાં ૨૦૦થી વધારે  આનંદથી રહેતા નિવૃત લોકો સાથે ગાળો! ‘ઉમેશ,તારો ઉપકાર હું ક્યાં ભવમાં ચુકવીશ? .અંકલ , તમારા આશિષ એજ મારા માટે બધું છે.. ‘બેટા મને ખબર નથી કે મારી જિદગી કયાં જઈ અટકશે કયારે અટકશે! મહિને ૧૨૦૦ રુપિયાનો બોજો તારા પર લાદ્યો છે..અંકલ એવું ના બોલો! હું પણ આપના દીકરા સમાન તો છું અને ૧૨૦૦ રુપિયા એટલે મારા માટે મહિને ૨૫ ડૉલર! બસ આપના  આશિર્વાદ  મળતાં રહે!  ‘ઉમેશ! હવે હું ફોન મુકું છું , રીમાનો આવવાનો સમય થઈ ગયો છો , બસ આજ રાતેજ મારી બેગ્સ  તૈયાર કરી દઈશ અને દીકરાને કહી દઈશ કે હું થોડા સમય ઉમેશને ત્યાં રહેવા જાવ છું..’ઓ.કે અંકલ! બાય!’
                                                      ‘હાશ! આજ મને સારી ઉંઘ આવશે!, હે ઈશ્વર! આવતા જન્મે મને ઉમેશ જેવો દિકરો આપજે! જેના ઋણ અદા કરવાની મને તક આપજે મારા પોતાના દીકરા-વહુંને સાચી સદબુદ્ધી આપજે! સુખી રાખજે! બસ અમદાવાદ જઈ,શેષ જીવન..ઉમેશ જેવા દીકરાએ…..”દીકરાનું ઘર”ની વ્યવસ્થા કરી આપી. હાશ હવે મારી સાચી નિવૃતી શરૂ થશે! આજ મારી જિંદગીની સુખદ પળનો રંગીન દિવસ હતો!  અમિતભાઈ બહુંજ ખુશ હતા!  પોતાના રુમમાં આજે આનંદની એક અનોખી લહેર છવાઈ ગઈ હતી..એક અનોખી રાત હતી! ઉત્સાહના આવેશમાં હ્ર્દય પણ ધક, ધક કરી ઉમંગમાંના આવેશમાં હતું!   અમિતભાઈ   ગાંઢ નિદ્રામાં શાંતીથી  ક્યારે પોઢી ગયાં  કોઈનેય ખબર ના પડી!

મે 3, 2010 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

   

%d bloggers like this: