"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાત કરી ગયાં.

મૌન રહી ઘણી વાત કરી ગયાં,
જીવનની સારી વાત કરી ગયાં.

સાગર રડી રડી એ થયો  ખારો,
એ  ચાંદ-દૂતો  વાત કરી ગયાં.

દિલ  દીધું ,એ જાન લઈ ગયાં,
આંખના ઈશારા વાત કરી ગયાં.

ધરતી  ઉઠાવશે ભાર ક્યાં લગી?
પ્રયલયો  કેવી વાત  કરી ગયાં?

ચાલ્યો ગયો કીધાવગર એકલો!
યમ-દુતો કેટલી વાત કરી ગયાં?

જીવનમાં  રાખી  વાતો  ખાનગી,
હમદર્દીઓ  બધી વાત કરી ગયાં.

એને ખબર ના હતી મારા પ્રેમની.
આંસુ આવી બધી વાત કરી ગયાં.

‘દીપ’શોધી રહ્યો અંધારમાં  શું?
આગિયા આવી  વાત કરી ગયાં.

એપ્રિલ 14, 2010 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: