"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત ચાલી ગઈ

 

જશે , ચાલી જશે, ગઈ, એ વિચારે રાત   ચાલી   ગઈ,
ખબર પણ ના પડી અમને  કે   ક્યારે રાત ચાલી ગઈ.

તમે   જ્યાં  આંખ  મીચીં   કે    બધે અંધકાર ફેલાયો,
તમે   જોયું  અને   એક    જ  ઈશારે રાત ચાલી ગઈ.

હજી   તારાની   સાથે    જ્યોત્સ્નાની  વાત  કરતો’તો,
હજી   સાંજે તો   આવી’તી,  સવારે  રાત ચાલી ગઈ.

જુઓ   રંગભેદથી   બે    નારીઓ   ના રહી શકી સાથે,
ઉષા    આવી તો   શરમાઈ  સવારે   રાત ચાલી ગઈ.

તમારા  સમ ‘અમીન’  ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ    કલ્પનાઓના      સહારે       રાત ચાલી ગઈ.

-‘અમીન’ આઝાદ

એપ્રિલ 9, 2010 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: