"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?”

 

ઘણું  છોડી  પછી થોડાની  સાથે   જીવવાનું   છે,
ફગાવી દે વજન નૌકાની   સાથે   જીવવાનું   છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું  છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો  બોજો  લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે.

બધાએ    પોતપોતાની  જ  બારીમાંથી  દેખાતા,
ભૂરા આકાશના    ટૂકડાની    સાથે જીવવાનું  છે.

જીવનના ચક્રને   તાગી   શકે તું પણ સરલતાથી,
તલાશી  કેન્દ્રને, ત્રિજ્યાની  સાથે   જીવવાનું  છે.

તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને   માણસજાતને   શ્રદ્ધા   સાથે   જીવવાનું  છે.

ડૉ. રઈશ મનીઆર

એપ્રિલ 30, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: