"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક સુંદર ગઝલ-રાજેશ વ્યાસ’મિસ્કીન’

gazalkar11mira55-sml

હતી જીવલેણ ઠોકર પણ એ ઠોકરને ભુલી જઈએ,
ઘણાં ફૂલો મળ્યાં એ એક પથ્થરને ભૂલી   જઈએ.

ગમે ત્યાં જાવ,   ખર્ચો ખૂબ     કિંતુ ના  મઝા  આવે,
શરત છે    સાવ સીધી એજ કે ઘરને ભૂલી  જઈએ.

પછીથી લાગશે આ જિંદગી અવસર સમી હરપળ,
ફકત માઠા નહીં સારાય અવસરને ભૂલી     જઈએ.

હજૂ પણ  ક્યાં સુધી નાટક   રિસાવાનાં-મનાવાના,
ઊભુ  હાથે   કર્યું  એ      દોસ્ત અંતરને ભૂલી જઈએ.

હકીકત એજ છે કે સૂરજ અને અજવાળું સાચા છે,
હવે ઓ કલપ્ના!    એ   રાતના ડરને ભૂલી  જઈએ.

પરિસ્થિતિ નહીં, તો નાખીએ બદલી  મન:સ્થિતિ,
ખરેખર દેહ પિંજર છે   તો પિંજરને   ભૂલી  જઈએ.

નથી પૂરી શકાતા પ્રાણ    એકે   કાર્યમાં ‘મિસ્કીન’,
હવે આ  આંધળી  શ્રદ્ધા- ઈશ્વરને    ભૂલી     જઈએ.

-રાજેશ વ્યાસ’મિસ્કીન’

સપ્ટેમ્બર 15, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. waah… mast gazal chhe… aakhi gazal gami gai !

  ટિપ્પણી by Urmi | સપ્ટેમ્બર 15, 2009

 2. રાજેશભાઈ અહિં ન્યુ જર્સી આવ્યા હતા ત્યારે ગુજરાત દર્પણની સાહિત્યસભામાં એમનો લ્હાવો મળ્યો હતો. પ્રખર ગઝલકાર.નિર્દંભ વ્યક્તિત્વ અને સરળ માણસ. કેટલું સરસ કહી દીધું કે,
  ગમે ત્યાં જાવ, ખર્ચો ખૂબ કિંતુ ના મઝા આવે,
  શરત છે સાવ સીધી એજ કે ઘરને ભૂલી જઈએ.

  અને પરાકાષ્ટા તો જુઓ:
  નથી પૂરી શકાતા પ્રાણ એકે કાર્યમાં ‘મિસ્કીન’,
  હવે આ આંધળી શ્રદ્ધા- ઈશ્વરને ભૂલી જઈએ

  શુભાન અલ્લાહ…આફરીન..આફરીન…આફરીન !!!!

  ટિપ્પણી by નટવર મહેતા | સપ્ટેમ્બર 15, 2009

 3. very nice gazal.
  Sapana

  ટિપ્પણી by sapana | સપ્ટેમ્બર 15, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: