"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

bhavnagar_ganga-chatri

સ્થળ:ગંગા જળીયો-તળાવને કિનારે,ભાવનગર

***********************************

તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.

ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.

આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.

રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.

બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

-ડૉ.ફિરદૌસ દેખૈયા , નાઝિર દેખેયાના દીકરા છે..ભાવનગમાં રહે છે અને ગળે પણ સરસ્વતિ વસી છે અને વાયોલીન પણ સરસ વાગાડે છે..વ્યસાયે ડોકટર છે..

સપ્ટેમ્બર 24, 2009 Posted by | ગમતી ગઝલ | 13 ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો

bedalu

 અ

અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.

અક્કરમીનો પડિયો કાણો (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)

અધુરો ઘડો છલકાય ઘણો

અપના હાથ જગન્નાથ

અંતે ધર્મો જય, પાપો ક્ષય.

 અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો

અન્ન એવો ઓડકાર

અતિની ગતિ નહીં

 આ

આપત્તિ તો કસોટી છે.

આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.

આપ ભલા તો જગ ભલા.

આપશો તેવું પામશો.

આપીને માગે તેની અક્કલ જાય આઘે.

આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.

આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.

આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.

આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.

આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.

આપ સુખી તો જગ સુખી.

આભાસથીય સરી જવાય છે, પડછાયો બની ન આવો, ઝાકળ સમ જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.

આગ લાગે ત્યારે કુવો ન ખોદાય

આપ સમાન બળ નહિ

આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો

આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.

આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી

ઈશ્વર જે કરે તે સારા કાજે.

ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.

ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

ઉકરડાને વધતાં વાર શી?

ઉજળું એટલું દુધ નહિ.

ઉજળે લુગડે ડાઘ બેસે.

ઉઠ પ્હાણા પગ પર.

ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.

ઉતર્યો અમલદાર કોડીનો.   ઉજ્જડ ગામે એરંડો પ્રધાન. 

 ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ

 ઊ

ઊંટના અઢારેય અંગ વાંકા.

ઊંટ કાઢતા બકરુ પેઠુ

એના (ઈશ્વરનાં) ઘરે દેર છે અંધેર નથી.

 ઓ

ઓળખાણ સૌથી મોટી ખાણ.

ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.

કુંડુ કથરોટને ન નડે

કપાળે કપાળે જુદી મતિ.

કીડીને કણ ને હાથીને મણ.

કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.

કડવુ ઓસડ માતા જ પાય ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )

કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.

Continue reading

સપ્ટેમ્બર 24, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: