"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯

 100_1637100_1632

તસ્વીર-૧: ડાબી બાજુ:સાહિત્ય સરિતાના કવિમિત્રો-શ્રોતાજનો
તસ્વીર-૨ જમણી બાજુથી: પ્રવિણાબેન(સભાસંચાલક), વિશ્વદીપ(સંચાલક), કવિશ્રીધીરૂભાઈ , સ્વ. કવિશ્રી પરમાર સાહેબના પત્નિ ફાતિમાબેન, પુત્ર સિરાજ)
****************************************************************************************

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯

હ્યુસ્ટનના આંગણે ગુજરાતી સાહિત્ય સરિતા ફાલી-ફૂલી રહી છે.વેગ વધતો જાય છે,ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને પ્રાધાન્ય આપવા પુરતા પ્રયાસો થાય છે . એજ લક્ષને ધ્યાનમાં રાખતા
માસિક બેઠકમાં સ્વરચિત કાવ્યો, ગઝલનું પઠન થાય,  સાથો સાથ  હ્યુસ્ટનના શ્રોત્તાજનો  સારી સંખ્યામાં હાજરી આપે છે, સપ્ટેમબરની ૨૦ તારીખે કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટની “ડેલી”માં બેઠક રાખવામાં આવેલ. એમની યજમાનગીરી નીચે હ્યુસ્ટન શ્રોત્તાજનો એ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ, બેઠકનો પ્રારંભ ડૉ.ઈન્દુબેન શાહે સરસ્વતિની પ્રાર્થનાથી કરેલ. શ્રી પ્રદીપભાઈએ સૌ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત  કર્યુ.આજની બેઠકમા સાહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે આજની  સભા સંચાલન કરવા કવિયત્રી પ્રવિણબેન કડકિયાને વિનંતી કરી. સભાની શરૂઆત સમયને લક્ષમાં રાખી પ્રવિણાબેને દેવિકાબેનને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી કરી. સમયને ઋતુને લક્ષમાં રાખી આ વખતનો વિષય હતો..નવરાત્રી નવલી રાત્રીના ગરબા…આંગણે આવી રહેલ..પાનખર ઋતું..દુહા સાથે  ગરબા-ગીતની રમઝટ અને એક પછી એક સ્વરચિત કાવ્યો -ગીતો અને ગરબા રજૂ કરવા કવિશ્રી પ્રદીપભાઈ,ધીરુભાઇ શાહ,ફતેહઅલી ચતુર,મનોજ મહેતા,ઈન્દુબેન શાહ,સુરેશ બક્ષી,વિશ્વદીપ બારડ, નીરા શાહ, હેમંત ગજરાવાલા, નવીન બેંકર,પ્રવિણાબેન કડકિયા અને દીપક ભટ્ટે ..”પાનખર”ને સુંદર રીતે રજૂ કરતા કહ્યું:માનવીના જીવનમાં..”પાનખર” એક એવી ઋતુ છે..જે આવે છે, જાય છે. એ તો માત્ર પ્રતિક રૂપ છે..સમજે તો શાણપણ રૂપ છે..પાનખરને લગતા ઘણાં સારા કાવ્યોની રસધારામાં ડુબતા શ્રોતાજનોએ મનભર આનંદ માણ્યો અને કવિઓને તાલીઓના ગડ્ગડાટથી વધાવી લીધા.

                બીજા દોરમાં હ્યુસ્ટનના જાણીતા-માનીતા લાડલા સ્વ.સૂફી કવિ મહમંદઅલી પરમારનું “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન, ગુજરાતી સાહિત્યના પ્રોઢ-વડીલ કવિશ્રી ધીરૂભા શાહના વરદ હસ્તે પરમાર સાહેબની ધર્મપત્નિ ફાતિમાબેન અને  પુત્ર સિરાજ પરમારના હાજરીમાં સૌ શ્રોતાજનોએ વધાવી લીધેલ. વિશ્વદીપ બારડે અને ફાતિમાબેને સ્વ.પરમાર સહેબના બે કાવ્યોનું પઠન કરેલ..નાત,જાત અને ધર્મના વાડાથી કઈ દૂર એવા એક અલગારી, બ્રહ્મજ્ઞાની કવિની કવ્ય રચનાતો જુઓ.

                               તું સુકર્મો કરી લેજે ‘અલી’ આજે ને અત્યારે
                               જે સુકર્મો કરે છે તે અસલમાં બ્રહ્મજ્ઞાની છે..

                                   ઈશ્વરના નામો તો આપણે પાડ્યા છે..એ તો એક છે..
                                 ” ઓ  ઈશ્વર, એ પ્રભુ, કે અલ્લાહ ક્યાં નામો લઈ પુજું
                                     ભૂલી   નામોના ઝગડા, મે ખરી    ભક્તિ કરેલી છે.”
આધ્યાત્મિક કવિશ્રી સ્વ.પરમાર સાહેબનું આ નવ-પ્રકાશિત પુસ્તક”આધ્યાત્મિક કાવ્યો”.નું પુસ્તક  બેઠકમાં પધારેલા દરેક વ્યક્તિને ભેટ અને યાદ રૂપે પરમાર કુટુંબે આપેલ. ગુજરાતી સાહિત્ય સરિતાએ એક પ્રખર ફીલસુફ,બ્રહ્મજ્ઞાની કવિને સદા યાદ રાખશે..એ નથી પણ એમની કવિતા સદા ગુજરાતી સાહિત્યમાં જીવંત રહેશે. આજની સભામાં ભારતથી પધારેલ “સંદેશ”ના સિનયર તંત્રી અને પત્રકાર  શ્રી જયકાંતભાઈ પટેલનું  સાહિત્ય સરિતામાં સ્વાગત કરેલ. એમણે  નિવૃતી અને જીવન જીવવા “પૉઝીટીવ”લક્ષ્ને કેન્દ્રીત રાખી કહ્યુ હતું: “મન માંદુ તો તન માંદું”..માનવીએ સભાનતા સાથે જીવવું જોઈએ. વિશ્વદીપે  સાહિત્ય સરિતાના યુવાન કવિ શ્રી વિશાલ મોનપરાના કાર્યની બિરદાવતા કહ્યું” ગુજરાતી ભાષા સાથે ભારતની અન્ય આઠ, આઠ ભાષામાં લખી શકાય એવું પ્રમૂખસ્વામી-પેડ  રજૂ કરી. આપણાં સાહિત્ય-જગતમાં એક સારી સફળતા પ્રાપ્ત કરી તેનું અમો સૌને  ગૌરવ છે..એમની આગવી પ્રગતી માટે મારી હાર્દિક શુભેચ્છા.

                        સભાના અંતમાં  સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું:” યજમાન શ્રી પ્રદીપભાઈ અને રમાબેન બ્રહ્મભટ્ટનો આભાર તેમજ સુંદર વ્યવસ્થા સાથે સૌ  મહેમાનોને અલ્પાહાર  પિરસવા બદલ સાહિત્ય સરિતા  આપની  આભારી છે .સભાસંચાલક કવિયત્રી પ્રવિણાબેન કડકિયાએ સમયની સાચવણી સાથે સભાનું સુંદર સંચાલનની કામગીરી કરવા બદલ આભાર”.

અહેવાલ: વિશ્વદીપ બારડ

સપ્ટેમ્બર 23, 2009 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: