"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જીવનનું અંતિમ પર્વ..

 indian_lady

                  દીકરા વહુના  આશ્રયે આપણે રહેતાં હોઈ એ ત્યારે આપણું જીવન એમને અનુકૂળ પડે એ રીતે ગોઠવી લેવામાં મનને ઓછું ન આવવું જોઈ એ.આજ બાળકો જ્યારે આપણા  આશ્રયે હતાં ત્યારે આપણને અનુકૂળ થઈને જ એમને જીવવું પડ્યું છે ને! પુત્રવધૂને સવારે સાત વાગે શાળા-કોલેજે નોકરી માટે પહોંચી જવાનું હોય તો એ રસોઈ કરીને જ જાય અથવા તો બાર વાગે આવીને એકડે  એકથી રસોઈ શરૂ કરે એ અશક્ય છે. કુટુંબમાં વાતો સાવ નાની હોય છે, પણ અવળચડું મન કાગનો વાઘ કરી મૂકી કુટુંબમાં હોળી પ્રગટાવે છે. જેમકે બાળકો ઉછેરવાની બાબતમાં સંતાનોના મનમાં હોંશ હોય કે બાળકોને આપણી રીતે ઉછેરવાછે.’તો તું એનો બાપ , તો હું એનો દાદો  નહીં?’ આવો હક અખત્યાર કરવાની કશી જરૂર નથી. હવેતો આપણે એવી વયે પહોંચ્યા છીએ જ્યારે ‘હુંપણું’મટાડવાનું છે. ‘ બાપપણું”સાસરાપણું’, દાદાપણું ભુલી જઈ સંકટ સમયની ‘સાંકળ’ બનીને કુટુંબમાં રહેવાનું છે.

જીવનસાથી વગર ભાંગી ન પડીએ.

                જ્યારે દાદા-દાદીમાંથી કોઈ કે વિદાય થાય ત્યારે જીવનભરના સાથીના વિયોગનો ઘા વેઠવો એ કોઈ નાની સૂની બાબત નથી. પરંતુ જાવનમાં કેટલીક  બાબત સ્વીકારવી જ પડે તેમ છે.એ રીતે કદી ન કદી જીવનસાથીનો વિયોગ વેઠવાનો છે.એ દુ:ખનો કે પીડાનો બોજો બીજા પર નાંખવો ના પડે એ માટે મારે  પહેલેથી તૈયાર કરી લેવાની જરૂર છે. જીવનસંધ્યાનું રૂડી રીતે સ્વાગત કરવું હોય તો એકલા સરસ રીતે જીવી શકાય એની તૈયારી કરી લેવી જોઈ એ. ઘણાં એવું માને છે કે એકલા સારી રીતે ન જીવી શકી એ તો જ જીવનસાથી પ્રત્યેનો પ્રેમ દાખવ્યો કહેવાય. આ સાવ ખોટી માન્યતા છે.જીવનું ચૈતન્ય તો સદાય પ્રફુલ્લિત બનવા, ફૂટવા આતુર હોય જ છે.

જીવનનો ઈન્કાર ન કરીએ.

             આપણે ત્યાં વિધવા પર આ બાબતમાં ભારે જૂલમ થયો છે. પતિના મૃત્યની ઘટનાથી એના જીવનમાં જેટલું દુ:ખ, શોક અને સંતાપ હશે, તેટલો બીજા કોના જીવનમકં હોય? જીવનસાથી સાથે જીવવા મળ્યું ત્યારે એની સાથેના સહજીવનનો પૂર્ણ આનંદ અને પૂર્ણ સંતોષ મેળવવા પ્રયત્ન કર્યો. હવે જીવન સાથી નથી તો એના વગરના જીવનમાંથી પણ શક્ય તેટલો તમામ આનંદ મેળવવાનો માનસને અધિકાર નથી બલકે જીવનમાંથી આનંદ ન લેવો એ જીવન પ્રત્યેનો દ્રોહ છે.પૂરા આનંદ, પૂરા સંતોષ અને પૂરા રસપૂર્વક જીવવું એ જીવમાત્રનો ધર્મ છે.

             આપણી તો વૃદ્ધાવસ્થા જ આઘાત અને આંચકાથી શરૂ થાય છે. આપણાં પોતાનાં સંતાનો એમના સમવયસ્ક મિત્રોમાં જેવા ખીલે, તેવા આપણી સાથે ન ખીલે અને ક્યારેક તેમાંનો કોઈ યુવાન આપણને’વડીલ’ કે ‘દાદા’ કહી દે તો આપણને બહુ આઘાત લાગે છે કે . અરે, હવે હું વડીલ થઈ ગયો? આ બધા સાથે હું હવે ભળી નહી શકું? આનો અર્થ એ થયો કે આપણા જીવનને આંગણે આવેલી વનપ્રવેશની જન્મગાંઠેનો આપણે સ્વીકાર નથી કર્યો.  આપણે કદી મનમાં એવી ગ્લાનિ ઉમટવા ન દઈ એ કે  હવે આપણો કોઈને ખપ નથી.અરે કોઈને હોય કે નાહોય. આપણને પોતાને, આપણી જાતને હજુ ખૂબ જરૂર છે. એવી ખુમારી મનમાં હોવી જોઈએ . જીવન એક મેઘધનુષ્ય જેવું છે. રંગ પૂરો કરો કે ના કરો, ત્યાં બીજો રંગ ફૂટી નીકળે. એટલે અંતરમાં એક આત્મવિશ્વાસ પેદા થઈ જવો  જોઈ એ કે મારું જીવન એ મારા માટે એક મૂલ્ય ચીજ છે.એ મારી જવાબદારી પણ છે. મારા જીવનની સુંદર સ્વચ્છ ચાદર  લઈને મારે પ્રભુને ત્યાં પહોંચવાનું છે.

સૌજન્ય” જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ
સંકલન: વિશ્વદીપ

સપ્ટેમ્બર 8, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: