હેલોવીન (Halloween)-ઈતિહાસ
હેલોવીન (Halloween, અથવા Hallowe’en ) 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે.
તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત કરી છે. [૧][૨][૩] આઇરિસ વસાહતીઓ આયર્લેન્ડના 1846ના મહાન દુકાળ વખતે આ પરંપરાના પ્રકારો ઉત્તર અમેરિકા લઈ ગયા હતા. [૪] આ દિવસ સામાન્યપણે નારંગી અને કાળા રંગ સાથે સંકળાયેલો છે અને જેક-ઓ-લેન્ટર્ન જેવા પ્રતીકો સાથે ગાઢપણે જોડાયેલો છે.
હેલોવીન પ્રવૃત્તિઓમાં ટ્રિક-ઓર-ટ્રીટિંગ, ઘોસ્ટ ટુર્સ, બોનફાયર, વેશપરિધાન મિજબાનીઓ, ભૂતિયા આકર્ષણોની મુલાકાત લેવી, જેક-ઓ-લેન્ટર્ન કોતરવા, ડરામણી કથાઓ વાંચવી અને હોરર મુવી જોવાનો સમાવેશ થાય છે.
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. (ઇવન અને ઇવ બંને ઇવનિંગ ના ટુંકા રૂપો છે, પરંતુ હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે, [૧૦] જે ઓલ સેન્ટ્સ ડે તરીકે પણ ઓળખાય છે.
પોપ ગ્રેગરી ત્રીજા અને ગ્રેગરી ચોથા ઓલ સેન્ટ્સ ડેનો જૂનો ખ્રિસ્તી તહેવાર 13મી મેથી (જે વાસ્તવમાં મૂર્તિપૂજકોના પવિત્ર દિવસ, ધી ફીસ્ટ ઓફ લેમુરસની તારીખ હતી) બદલીને પહેલી નવેમ્બરે લઈ ગયા, ત્યાં સુધી તે વિવિધ ઉત્તર યુરોપિય મૂર્તિપૂજક પરંપરાઓમાં ધાર્મિક ઉજવણીઓનો દિવસ હતો.
નવમી સદીમાં ચર્ચે ફ્લોરેન્ટાઇન પંચાંગ પ્રમાણે આ દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો ગણ્યો. ઓલ સેન્ટ્સ ડે હવે હેલોવીનના એક દિવસ પછી આવતો હોવાનું મનાય છે, તેમ છતાં બંને, તે સમયે, એક જ દિવસે ઉજવવામાં આવતા હતા.
ઈતિહાસ
હેલોવીનના મૂળ સેમહેઇનના નામે ઓળખાતા પ્રાચીન સેલ્ટિક તહેવારમાં રહેલા છે. (ઢાંચો:IPA-ga; ઓલ્ડ આઇરિસમાંથીsamain, possibly derived from Gaulish samonios) [૫] સેમહેઇનનો તહેવાર ગેલિક સંસ્કૃતિમાં લણણીની મોસમના અંતની ઉજવણી છે. અને ક્યારેક [૬] “સેલ્ટિક નવા વર્ષ” તરીકે ઉજવાય છે. [૭] પરંપરાગત રીતે આ તહેવારનો ઉપયોગ પ્રાચીન સેલ્ટિક મૂર્તિપૂજકો શિયાળાના સંગ્રહ માટે પુરવઠાની ગણતરી કરવા અને પશુધનની કતલ કરવામાં કરતા હતા.
પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર (હાલ હેલોવીન તરીકે ઓળખાતી તારીખે) સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા.
તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.
આ તહેવારોમાં પ્રેત આત્માઓની નકલ કરવા કે તેમને રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. [૮][૯]
નામનું મૂળ
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. (ઇવન અને ઇવ બંને ઇવનિંગ ના ટુંકા રૂપો છે, પરંતુ હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે, [૧૦] જે ઓલ સેન્ટ્સ ડે તરીકે પણ ઓળખાય છે.
પોપ ગ્રેગરી ત્રીજા અને ગ્રેગરી ચોથા ઓલ સેન્ટ્સ ડેનો જૂનો ખ્રિસ્તી તહેવાર 13મી મેથી (જે વાસ્તવમાં મૂર્તિપૂજકોના પવિત્ર દિવસ, ધી ફીસ્ટ ઓફ લેમુરસની તારીખ હતી) બદલીને પહેલી નવેમ્બરે લઈ ગયા, ત્યાં સુધી તે વિવિધ ઉત્તર યુરોપિય મૂર્તિપૂજક પરંપરાઓમાં ધાર્મિક ઉજવણીઓનો દિવસ હતો.
નવમી સદીમાં ચર્ચે ફ્લોરેન્ટાઇન પંચાંગ પ્રમાણે આ દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો ગણ્યો. ઓલ સેન્ટ્સ ડે હવે હેલોવીનના એક દિવસ પછી આવતો હોવાનું મનાય છે, તેમ છતાં બંને, તે સમયે, એક જ દિવસે ઉજવવામાં આવતા હતા.
પ્રતીકો
હેલોવ્ઝ ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં.
યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં સલજમ કે રુતબાગામાંથી કોતરવામાં આવ્યા હતા.
માથુ/0} શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના “માથા”નો ઉપયોગ કરતા હતા. [૧૧] વેલ્સ, આઇરિસ અને બ્રિટિશ દંતકથાઓ ઉદ્ધત મસ્તકની પુરાણકથાઓથી ભરપુર છે, જે શીર્ષછેદનની પ્રાચીન સેલ્ટિકોની વ્યાપક પરંપરાની લોકસ્મૃતિ હોઈ શકે છે. આવા છેદાયેલા મસ્તકો મોટેભાગે બારણાની બારશાખ પર લટકાવવામાં આવતા હતા અથવા તો અગ્નિ સમક્ષ લાવવામાં આવતા હતા, જ્યાં તેઓ તેમનું ડહાપણ ઉચ્ચારતા હતા.
જેક-ઓ-લેન્ટર્ન નામ [૧૨] લોભીયા, જુગારી, અતિશય દારૂડિયા, ઘરડા કિસાનની આઇરિશ પુરાણકથા અધમ જેકમાં જડી શકે છે.
તેણે શેતાનને એક વૃક્ષ પર ચડવા માટે પ્રેર્યો હતો અને પછી વૃક્ષના થડમાં એક ક્રોસ કોતરીને તેને ફસાવ્યો હતો.
વેર વાળવા શેતાને જેકને પોલા સલજમમાં મુકેલી એકમાત્ર મીણબત્તીના પ્રકાશમાં રાતભર દુનિયામાં હંમેશ માટે ભ્રમણ કરવાનો શ્રાપ આપ્યો હતો.
ઉત્તર અમેરિકામાં હેલોવીન સાથે કોળાને કોતરવાનું કામ સંકળાયેલું છે. [૧૩] અહીં કોળા આસાનીથી પ્રાપ્ય નથી, પરંતુ મોટા હોવાથી સલજમ કરતા વધારે સરળતાથી તેમને કોતરી શકાય છે.
ઘણા કુટુંબો હેલોવીનની ઉજવણી કરવા કોળાને કોઈ ભયાનક કે રમુજી ચહેરા તરીકે કોતરીને અંધારા પછી તેમના ઘરના બારણા પાસે મુકે છે.
અમેરિકામાં કોળાને કોતરવાની પરંપરા આઇરિસ વસાહતીઓના ભીષણ દુકાળના ગાળા પછી શરૂ થઈ હોવાનું મનાય છે.
કોતરેલા કોળા અમેરિકામાં સામાન્યપણે મૂળે લણણીના સમય સાથે સંકળાયેલા હતા અને 19મી સદીના મધ્યથી પાછોતરા ભાગ સુધી હેલોવીન સાથે ખાસ સંકળાયેલા નહોતા.
હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કેટલીક બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો, ખાસ કરીને ફ્રેન્કેસ્ટાઇન અને ડ્રેક્યુલાની નવલકથાઓ તેમજ અમેરિકી ફિલ્મનિર્માતાઓ અને ગ્રાફિક કલાકારોના એક સદીના સર્જનો [૧૪] અને છેલ્લે અંધકાર અને રહસ્યમયતાના વેપારીકરણનું મિશ્રણ છે.
હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યાt, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે. .
તેના પરંપરાગત ચરિત્રોમાં શેતાન, ગ્રિમ રીપર, પ્રેતો, પિશાચો, દાનવો, ડાકણો, કોળાના માનવો, ગોબલિનો, લોહી ચૂસતી વાગોળો, વેરવુલ્વ્ઝ, ઝોમ્બિઓ, મમીઓ, હાડપિંજરો, કાળી બિલાડીઓ, કરોળિયાઓ, ચામાચીડીયા, ઘુવડો, કાગડાઓ, અને ગીધોનો સમાવેશ થાય છે. [૧૫]
ખાસ કરીને અમેરિકામાં, ફ્રેન્કેસ્ટાઇન્સ મોન્સ્ટર અને મમી જેવી કાલ્પનિક ચરિત્રો ધરાવતી પ્રશિષ્ટ ભય ફિલ્મોએ પ્રતીકવાદને પ્રેરણા આપી હતી.
પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડીયો પણ પ્રચલિત છે.
હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતીકોથી શણગારવામાં આવે છે.
હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો.[૧૬]
સૌજન્ય: વિકિપીડીયા
Please read in English Continue reading
કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું….
૧. અકર્મી કોને કહેવાય ?
ઊંટ પર બેઠા હોય છતાં જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો,
કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણાં પુરુષો સ્ત્રીને ધિક્કરે છે,
કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા
ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના
અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી
હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ
પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————–
૭. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે
કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે જ ઘસાઇને સુવાસ ફેલાવશે !!
———————————————–
૮. પ્રશ્ન: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ , મોટી અને
જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
————————————————–
૯. જૂના ફર્નિચરમાંથીય જે વૃક્ષ બનાવે એ કવિ …
અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ
જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી
————————————————
૧૦, પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં
વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ
પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા!
—————————————————
૧૧. ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના:
હે પ્રભુ! બીજા ભલે અપ્રમાણિક હોય , પણ
મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ
દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય !!
————————————————-
Continue reading
યાદ રે’વાદે
ન કર બરબાદ ઘર મારું, ભલા સય્યદ રે’વાદે,
બચેલા તણખલા માળા મહીં આબાદ રે’વાદે.
છે તારી યાદથી આબાદ દિલનો બાગ આ મારો,
ભલે ના આવ તું કિન્તુ દિલે તુજ યાદ રે’વાદે.
થયો બેહોશ, તેને હોશમાં લાવીને શું કરશે?
બિચારાના દિલે તારો પ્રણય-ઉન્માદ રે’વાદે.
કર્યા પાગલ ઘણાને રૂપથી આંજી મહોબ્બ્બતમાં,
ભલા થઈને હવે શાણો જગે એકાદ રે’વાદે.
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ’,
મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે’વાદે.
-‘બેબસ’દેખૈયા
પથ્થરથી
શિકાયત ભૂલથી પણ નથી કરતો સિતમગરથી,
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરીશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સંમદરથી?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
જગતનાં સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશ અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખૂટા થાય છે ક્યારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખૂટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તવંગર’રાઝ’શી નિસ્બત તવંગરથી!
-સૈયદ’રાઝ’
પ્યાલી ઉઠાવું છું
કોઈની ઈતેજારી છે, નયન પથમાં બિછાવું છું,
હું મુજ પાંપણની ઉપર ખૂનનાં મોતી સજાવું છું.
હજારો આફતો ડૂબી જશે ગભરા નહિ, અય દિલ,
હું એકએક અશ્રુની પાછળ સમંદર લઈને આવું છું.
એ નવજીવનની મુજને લેશ પણ પરવા નથી મૃત્યુ,
ખબર છે, ઠોકરો મારી નવી દુનિયા વસાવું છું.
હું મુંઝાઉં છું, મુજને ડૂબવા દેતી નથી કિસ્મત!
ઘણીએ કોશિશોથી નાવ તોફાનોમાં લાવું છું.
ઉઠાવું શાને તુજ અહેસાન,ઓ તકદીર, આજે તું,
હું મુજ હસ્તીને જો, મારા જ હાથોએ મિટાવું છું.
મને જોતાં સુરાલયમાં ઘટા કાળી ચડી આવી,
ખુદાનું નામ લે ‘યાવર’ હવે પ્યાલી ઉઠાવું છું.
-યાવર
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ એક ઉઠાવી, બનાવ્યા પાળીયા
ગામ પાદરે પૂજાયા પાળીયા.
કોઈ ઉઠાવી,બનાવી મૂર્તિ ઈશ્વરની,
મંદીરમાં મૂકી ધર્યા પકવાન.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મૂતિ નેતાની,
ધુળ ખાતી,ચકલી ચરકતી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી કબર,
હતી લાશાની આંખો ઉઘાડી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મા ની મૂર્તિ,
જીવતી થઈ ગઈ મા મરેલી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
આવો અમારે ભાવનગર
શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે,
આવો અમારે ભાવનગર.
ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે,
આવો અમારે ભાવનગર.
ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે,
આવો અમારે ભાવનગર.
ઘોઘાનો ઘુઘવાટ એવો, જ્યાં લંકાની લાડી મળે,
આવો અમારે ભાવનગર.
વિશ્વ-વિખ્યાત ગાંઠીયા, પેડા શિહોરી સસ્તા મળે,
આવો અમારે ભાવનગર.
ભાવ-ભૂખ્યા ભાવનગરી,જ્યાં આદર ને સન્માન મળે,
આવો અમારે ભાવનગર.
રુવાપરી-તખ્તેશ્વર, જ્યાં તીર્થધામ જશોનાથ મળે,
આવો અમારે ભાવનગર.
સહેલતા સુંદર નર-નારી જ્યાં એવા સુંદર બાગ મળે,
આવો અમારે ભાવનગર.
ગૌરી-શંકર-સરોવર જ્યાં પાણીમાં મીઠાશ મળે,
આવો અમારે ભાવનગર.
કવિ કલાપી, કવિ કાન્ત, જ્યાં કવિઓનો દરબાર મળે,
આવો અમારે ભાવનગર.
નૂતન-વર્ષાભિનંદન…
નવા વર્ષની સૌ વાચકમિત્રોને ફૂલવાડી તરફથી શુભ-કામના, નવું વર્ષ આપ સૌ માટે સુખદાયી, આનંદદાયી નિવડે એજ શુભેચ્છા..
હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..
કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)
(કાળી ચૌદશને દિવસે ગુજરાતમાં ઘરમાંથી કકળાટ કાઢવા માટે તે દિવસે..તેલમાં વડા(દાળવડા) તળી પહેલો ઘાણ શેરી કે પોળના ચાર રસ્તા પાસે પધરાવવાંમાં આવે અને પછી પાણીનું કુંડાળું કરવામાં આવે..માન્યતા એવી પ્રવૃતે છે કે એથી ઘરમાંથી કકળાટ જાય! ખરેખર તો એ દિવસે દિલ સાફ કરી મનનો મેલ ધોઈ..આત્માને શુદ્ધ રાખી પ્રમાણિકતાથી જીવવાનો છે.)
નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.
સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા.વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ,સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે( કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી,ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરેછે.
નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ!
આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરેછે.મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.
ગુજરાતમાં અને કાઠીયાવાડમાં આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરેછે..સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરેછે..
In English
Legends behind Chhoti Diwali
The story goes that the demon king Narakasur ruler of Pragjyotishpur (a province to the South of Nepal) after defeating Lord Indra had snatched away the magnificent earrings of Aditi, the Mother Goddess (the ruler of Suraloka and a relative of Satyabhama, Lord Krishna’s wife) and imprisoned sixteen thousand daughters of the gods and saints in his harem.
On coming to know about this, Satyabhama was enraged by Narakasura’s malevolence towards women, and she appealed to Krishna to give her the golden chance to destroy Narakasura. The legend also says that Narakasura was given a curse that he would be killed by a woman. Krishna granted Satyabhama a boon to fight with Narakasura. With Krishna as the charioteer, Satyabhama entered the battle field. During the war, Krishna swooned for a while, a preordained divinely act adopted to empower Satyabhama to kill the demon. After Narakasura was beheaded, the imprisoned women were released, and Krishna accepted to marry them.
So on the day previous to Narakachaturdashi, Lord Krishna’s divine intervention led to the killing of the demon, Narakasura and liberation of the imprisoned damsels as well as recovery of the precious earrings of Aditi. As a symbol of that victory Lord Krishna smeared his forehead with the demon king’s blood. Krishna returned home in the very early morning of the Narakachaturdashi day. The womenfolk massaged scented oil to his body and gave him a good bath to wash away the filth from his body. Since then the custom of taking bath before sunrise on this day has become a traditional practice specially in Maharashtra.
It is interesting to note that Bhudevi, mother of the slain Narakasura, declared that his death should not be a day of mourning but an occasion to celebrate and rejoice. Since then, Deepavali is being celebrated by people every year with joyous celebrations with lot of fun and frolic, and fire works.
In South India that victory of the divine over the mundane is celebrated in a very peculiar way. People wake up before sunrise prepare a paste by mixing Kumkum in oil, symbolizing blood and after breaking a bitter fruit that represents the head of the demon King that was smashed by Krishna, apply that mixture on their foreheads. Then they have an oil bath using sandalwood paste.
In Maharashtra also, traditional early baths with oil and “Uptan” (paste) of gram flour and fragrant powders are a `must’. All through the ritual of baths, deafening sounds of crackers and fireworks are there in order that the children enjoy bathing. Afterward steamed vermicelli with milk and sugar or puffed rice with curd is served.
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ સાહિત્યના આસ્વાદ સાથે “દિવાળીપર્વ”ની કરેલી ઉજવણી.
તસ્વીરમાં: માર્ટિન લુથર કીંગ અને ગાંધીજીની તસ્વીર ડો. રમેશભાઈ અને ડૉ.ઈન્દુબેનને ભેટમાં આપી રહેલા વિશ્વદીપ અને નાસા કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.કમલેશ લુલ્લા સાથે જમણી બાજુથી શ્રી ધીરૂભાઈ, શ્રી સુમન અજમેરી, અતુલભાઈ અને ડાબી બાજુથી પ્રવિણાબેન.
********************************************************************************
ગુજરાતી સાહિત્યના વિવિધ આસ્વાદ સાથે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ દિવાળીપર્વની ઉજવણી કરી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ઓકટોબરની ૧૧,૨૦૦૯ના દિવસે યજમાન ડૉ. ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈના ત્યાં દિપોત્સવના ઊમંગ અને નવાવર્ષના આગમનની વધામણી સાથી યોજાઈ. યજમાન ડૉ.શાહ કુટુંબના આગ્રહ એવો હતો કે બેઠક્ની પૂર્વે સૌને દિવાળી ભોજન પછી સાહિત્યની બેઠક શરૂ થાય . સ્વાદિષ્ટ ભોજનનો ગુજરાતી લાડુના આસ્વાદ બાદ બેઠકની શરૂઆત શ્રીમતી ઇન્દુબેને ગણેશ સ્તુતી સાથે દિપ-પ્રાગટ્ય ક્યું. રેખા બારડના મધુર સ્વરે પ્રાર્થના બાદ સૌ આમંત્રિત મહેમાનોનું શાહ કુટુંબે સ્વાગત કરેલ અને સૌ મહેમાનોએ પોત-પોતાનો પરિચય સાથે સભાના સંચાલક ડૉ, ઈન્દુબેને સભાનો દોર લઈ પ્રથમ કવિયત્રી શૈલા મુન્શાને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી કરેલ.સાથે “હૈયે હોય દિવાળી, તો હંમેશ દિવાળી”નો નાદ સભામાં રણકી ઉઠ્યો.આજના અનેરા ઉત્સાહ સાથે શ્રી ધીરૂભાઈએ ” ગઈકાલની દિવાળી-આજની દિવાળી” ..”મનનો મિલાપ એજ ખરી દિવાળી”નો આલાપ સાથે રસેશ દલાલ, વિશ્વદીપ “દિવાળી આવી છે , ચાલો અભિમાન, આડંબરને માટીના માટલામાં મૂકી…ગામ ને પાદરે મૂકી દઈએ..કાવ્ય સાથે..દિવાળી વિશે..દિપકભાઈ, હેમંતભાઈ,પ્રવિણાબેન, ઈન્દુબેન,નીરાબેન, દેવિકાબેન, સુમનભાઈ વિધ,વિધ વિષય સાથે દિવાળી પર્વની સમજ ઊંડાણથી કવિતાના આલાપ સાથે આગળ વધી.
આ બેઠકમાં આ વખતે મહાવીર નિર્માણની રસપ્રદ વિગતમાં ‘ગૌત્તમ સ્વામીનો વિલાપ અને ઉત્તરાધ્યાય’,ની માહિતી શ્રી વિજયભાઈ અને શ્રી હેમંતભાઈએ આપી, શ્રોત્તાજનોને મુગ્ધ કરી દીધા. વિષયોમાં વિવિધતા હતી, અશોક પટેલ શૂન્ય પાલનપૂરીનું કાવ્ય,’અમે તો કવિ કાળને નાથનારા’ ભગવાનદાસભાઈ, અંતરમાં અજવાળું કરવાની જરૂર વિશે, સાથો સાથ ફાધર વાલેસની “ગુજરાતી ભાષા”અંગેની પ્રેમનીવાતો ,અતુલભાઈએ ઓકટોબર ૪,૨૦૦૯, હ્યુસ્ટનમાં ઉજવેલ..ગાંધી-જયંતીની રસપ્રદ વાતો કરી સાથો સાથ ‘ગુજરાતી-ભાષા’નું માધ્યમ વિશ્વભરમાં વધે,તેમજ ગુજરાત રાજ્યમાં અગ્રેજી ભાષાના વલણ સાથે ભુલાતી આપણી માતૃભાષા ટકી રહે એના પ્રયાસો કરવા નમ્ર-સુચનો પાઠવેલ.
આ બેઠકમાં પધારેલ નાસાના વડા-વિજ્ઞાનિક ,અને ગુજરાતી ભાષાના ચાહક ડૉ,કમલેશ લુલાએ..’કાઠીયાવાડમાં ભુલો પડે ભગવાન!ના નાદ સાથે ગાંધીજીને નોબેલ પ્રાઈસ ના મળ્યું પણ એમના ત્રણ અનુયાયી..માર્ટિન લુથરકીંગ,ડૉ,માન્ડેલા અને અમેરિકાના પ્રમૂખ ઑબામા જે ગાંધીજીના વિચારોનું આચરણ કરનારા એને નોબેલ પ્રાઈસ મળ્યું એની વિગતવાર વાતો કરી! અતુલભાઈએ તુરત નિર્દેશ કર્યો કે ‘નોબેલ-પ્રાઈસતો ગાંધીજી માટે એક નાનું પ્રતિક કહી શકાય એતો એનાથી પણ મહાન-વ્યક્તિ હતાં’ ડૉ. કમલેશ લુલાએ ડૉ. માર્ટિન લુથરની ઓફીસમાં ગાંધીજીની તસ્વીર વાળો ફોટા ની ફ્રેમ યજમાન ઈન્દુબેન અને રમેશભાઈને ભેટ આપી.
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ “ગુજરાત ટાઈમ્સ”ના સ્વ.પ્રકાશભાઈ પારેખના દુ:ખદ આવસાન નિમિત્તે સ્વર્ગસ્થ અત્માને અંજલી આપતા સમગ્રશ્રોતાજનોએ બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી અને સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું” ગુજરાત ટાઈમ્સના સ્થાપક સ્વ.પ્રકાશભાઈ એ આપણને હંમેશા આપણાં સાહિત્યનો અહેવાલ પ્રકાશીત કરી ટેકો અને પ્રોતાસાહન પુરી પાડ્યું છે.ગુજરાતી સાહિત્ય સરિતા સદેવ તેમના ગુજરાતીભાષા પ્રત્યેના પ્રેમને યાદ કરશે.” ..”ગાંધીજીની જીવનયાત્રા” પુસ્તકમાંથી શ્રોતાજનોને પુછવામાં આવેલ પાંચ સવાલો તેમજ જેણે આ પુસ્તક સંપૂર્ણ વાંચેલ હોય તેમને પુસ્તકની કિમંત ભેટમાં આપાવામાં આવે તેમાં વિજેતા ડૉ.રમેશભાઈ જાહેર થયાં એમણે ભેટ સ્વીકારી તુરત એ ભેટ સાહિત્ય સરિતાને અર્પણ કરી..ત્યારબાદ શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ આભાર-વિધીમા ડૉ.રમેશભાઈ તેમજ ડૉ.ઈન્દુબેનનો હ્ર્દય પૂર્વક આભાર માનતા કહ્યું “સ્વાદિષ્ટ-ભોજન સાથે સાહિત્ય સરિતાની બેઠકનું સુંદર રીતે આયોજન કરી યજમાનગીરી કરવા બદલ આભાર. સભાનું સંચાલન સુંદર અને સમયસર કરવા બદલ ડૉ.ઈન્દુબેન તેમજ વિશ્વદીપને આભાર વ્યકત કરી સભાનું વિસર્જન કરેલ.
અહેવાલ: વિશ્વદીપ બારડ-શૈલા મુન્શા
દિવાળીની વાર્તા..”ચતૂર વહુ “
એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.
એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણીનો છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે, આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈએ! સસરા નારાજ થઈ ગયા, પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!
દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન. તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાંએ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! લક્ષ્મીદેવીને થયું કે થોડીવાર બહાર જવું, બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો અને કીધું કે મારે અંદર આવવું છે . નાનીવહુ ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે! નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂર છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા? નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો . દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુંધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવા દઉં, તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!
ભાષાંતર અને સંકલન: વિશ્વદીપ
દિવાળી આવી છે
દિવાળી આવી છે, ચાલો સૌ,
અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
ગામના ઊકરડે મૂકી દઈએ ..
પ્રેમના પ્યાલામાં સ્નેહની સાકર ભરી,
પડોશી પોતાના માની ,
સ્નેહી-સગા સૌને પીવા આપીએ..
નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત કરીએ.
અણગમાનો જૂનો વેષ , દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.
તારી-મારી વાતોનું વહેમ વડુ,
ચાલો સૌ એને દૂર, દૂર કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..
ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો સૌનું શુભ-આગમન કરી એ.
દિવાળી આવી છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.
બેસતા કરી દીધા..
Lttlt-btuxtytulu ftuBÃgwxh vh બેસતા કરી દીધા!
‘muÕt-Vtul¥ vh NtfCtS vK Jua;t fhe ’eætt!
xufTltujtuS;tu CR Jæte hne Au swytu athu ftuh,
ytvKt dwKtfth lu Ctdtfth Cqj;t fhe ’eætt!
mJthlt vntuhbtk rlgrb; LntJtlwk su Atuzelu,
‘Rbuj¥lt mhtuJhbtk zqcfe bth;t fhe ’eætt!
aMftu FtJtltu cættltu swyut Jæt;tu òg Au ytsu,
‘Mvum¥btk mwle;tlu mbtumt vK Ft;t fhe ’eætt!
vimt vztJlth vtºttu Jæte hnTgt sqytu yrn vK?
rJbtltu lu JntKtu Wvh f:tytu fh;t fhe ’eætt!
‘htujufTm¥ vnuhe ‘bhmezeã¥btk Vhtu Atu ;bu ;tuu,
ybtht yJmhtu vh btuzt fub ytJ;t fhe ’eætt?
f:tytu fhtJelu vK Ôg:tytu ftuEle Dxe l:e,
fwxwkctu Jåault fTjuN vK fub Jætth;t fhe ’eætt?
JM;e ytvKe yrn Jæte hne DKe cæte ;tu,
hM;u fr’f bét;tk bqF fub VuhJ;t fhe ’eætt ?
nt: jkctJ;wk l:e ftuR mnthtu ytvJt ytsu ;tu,
R»ttobtk yuf cestlt sqytu vd Fuka;t fhe ’eætt!
MbNtl Jihtøg ytJJtu NfTg l:e ‘abl¥ nJu?
‘RjufTxe[f¥ Cêtbtk bz’tk ãx ctét;t fhe ’eætt!
0 aebl vxuj ‘abl¥
19 mÃxu¥09
અંધશ્રદ્ધા છે આંધળી
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
poet: ખીમજી કચ્છી
નારી! તું તારિણી
સ્ત્રીનું ગજું મહાનુભાવોની”મા” બનવાનું! એથી વિશેષ નહીં. આમ વિકાસની સંભાવનાને જ સીમિત કરી મૂકવામાં આવે છે.સ્ત્રીના માનસમાં બ્રહ્મચર્યનો સંકલ્પ ઊગે એવું વાતાવરણ નથી, છોકરીના ઉછેરેમાં હિંમત કે સાહસ વૃતિને પણ પ્રોતાસાહન આપવામાં નથી આવતું,’છોકરીઓથી એકલા ન જવાય’ની ભીરુતા નાનપણથી જ દાખલ કરવામાં આવે છે. નિર્લજ્જતા ન હોવી જોઈએ એ વાત ઠીક છે, પરંતુ સ્ત્રીઓ માટે ‘લજ્જા જ ભૂષણ ગણાયું. સ્ત્રીના ગાલે શરમના શેરડા પડે એ પર તો કેટલાં કાવ્યોની કેટલી કડીઓ રચાઈ. પરંતુ આ લજ્જા સ્ત્રીને ગભરુ બનાવી મૂકે, સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય કે નિર્ણય આપતાં પણ રોકે, ઉચિત વાત કેવળ શ્રમ-સંકોચ કે ભીરુતાને કારણે ન કહેવાને પરિણામે જીવનમાં અણધારી હોનારત પેદા કરે, આ બધું નારીજીવનમાં બને છે.
પરિવારમાં કન્યા ઉછેરમાં, ચારિત્ર્ય-ઘડતરમાં અમૂલ ક્રાંતીની જરૂર છે.સમાજ પોતે આ ક્રાંતી જ્યારે કરે ત્યારે કરે, પરંતુ પ્રત્યેક જાગૃત માતાએ પોતાની દીકરીના ઊછેરમાં નવેસરથી જ વિચારવું પડશે. છોકરી નાનપણથી ‘પરાયા ઘરની’ છે આ વાત મન પર ઠસતી જાય છે. પછી બહેનના ભાઈ સાથેના સંબંધમાં પણ રક્ષાબંધનના દિવસે સ્ત્રીમાનસમાં બે પ્રકારની માનસિકતા નિર્માણ થાય છે. એક તો હું રક્ષ્યા છુ, રક્ષિતા છું અને ભાઈ મારો રક્ષક છે. હકીકતમાં સ્ત્રીએ સ્વ-રક્ષિત બનવું જોઈએ. આદર્શ સમાજ તો એ છે , જ્યાં ન કોઈ ભક્ષક, ન કોઈ ભિક્ષિત છે, ન કોઈ રક્ષિત છે.બીજું રાખડીના બદલામાં ભાઈ તરફથી કશુંક દાપા રૂપે , ભેટ રૂપે મળે, આમ સાપેક્ષ સંબંધની વૃતે જન્મે છે. અ સલામતીની ભયગ્રથીમાંથી સ્ત્રીને મુકત કરવી જોઈએ.આર્થિક સ્વતંત્ર્ય એ મુક્તિનો પ્રથમ આઘાક્ષર છે.
પ્રત્યેક માનબાળમાં કોઈક ને કોઈક આગવી વિશેષતા ગુપ્ત રૂપે પડી હોય છે.એ વિશેષતાને પ્રગટ કરવાની તક સૌને મળવી જોઈએ. આજે સમાજમાં કહેવત જેવું પડ્યું છે કે ” સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન!” એને બદલે બીજી સ્ત્રી સાથે સહાનુભૂતિ અને સંવેદનશીલ નજરે જોતાં શીખવું પડશે. સ્ત્રીના અન્ય સ્ત્રી સાથેના સંબંધમાં જો પરસ્પર સ્નેહ પ્રગટ થશે તો આજની ફિલ્મોમાં સ્ત્રી પર થતા આત્યાચારોનો ટોપલો બીજી સ્ત્રી પરનાંખી દેવામાં આવે છે અને પુરુષ છટકી જાય છે, તે અટકશે.
પરણીને આવેલી પુત્રવધૂનું હૈયું ‘મારો વર-મારું ઘર”ના ધબકારે ધબકતું હોય છે. પરિણામે ‘મારું સ્થાન’ ઝૂટવાઈ જવાની અસલામતીની એક ગ્રંથી સાસુના અંતરમાં ઊગે છે, જેના પરિણામે સંઘર્ષ થાય છે. આ કોયડાનો એકજ ઉકેલ છે-બન્નેના ચિત્તની સલામતી જળવાય તેવી કોઈ યોજના. જેના અનેકરૂપ હોઈ શકે.ઉત્સાહમાં આવી જઈ કોઈ સાસુએ કેડનો ચાવીનો ઝૂડો વહુને આપી દેવાની ઉતાવળ ન કરવી જોઈ એ, ન વહુએ ઘર આખાને બદલી નાંખવાની આક્રમક ઊલટથી બધો દોર પોતાના હાથેમાં લઈ લેવા પ્રયત્ન કરવો જોઈ એ. આ’હસ્તાંતરણ’નો ગાળો છે અને આપોઆપ થવા દેવો જોઈ એ.
પરિવાર એ સમાજનું પાયનું ઘટક છે.સામાજિક મૂલ્યોનું ધરુવાડિયું છે. વ્યક્તિને પારાવાર તરફ લઈ જવા માટે પરિવાર એ પહેલું પગથિયું બની શકે. તેમ કરવા માટે પરિવારમાં પ્રત્યેક વ્યકતિની પ્રતિષ્ઠા જોઈ એ. એના વ્યક્તિત્વનું સન્માન જોઈ એ. એ પોતાની રીતે ઊગવા-વધવાની મોકળાશ જોઈ એ. પરિવારમાં લોકશાહીનાં મૂલ્યોનું વાવેતર થાય તો સૌને સમાન ભિવ્યક્તિની તક મળી રહેશે. સ્ત્રીએ પોતે પણ પોતાના પરિવારમાં લોકશાહીના મૂલ્યોનું જતન થાય એ દિશામાં સભાન પ્રયાસો આદરવા પડશે.
જે રીતે સર્વસામન્ય પુરુષ પાસે કોઈ સમર્પણની અપેક્ષા નથી રખાતી, એ જ રીતે સ્ત્રી પાસે પણ કોઈ સમર્પણની અપેક્ષા રાખવી ન જોઈ એ. હકીકતમાં, સમર્પણ એકાંગી ન ચાલે, પરસ્પર સમર્પણ જ વર્તુળને પૂર્ણ કરી શકે.
નારી! તું તારિણી-મીરા ભટ્ટ ( સંકલન: વિશ્વદીપ)
શબ્દોથી મૌન રડે છે.
આપણાં બેયની વચ્ચે…
પથરાયેલ સમજૂતીનું મૌન્-
ખબર ન્હોતી કે ખૂલશે ત્યારે-
ત્યારે મારા માટે શબ્દોનાં
દ્વાર પરે ઊંબરો બની જશે?
એક સમય હતો
તારાં મૌનથી
મારા શબ્દો હંમેશાં રડ્યા કરતા
પણ
આજે
તારાં શબ્દોથી મારું
મૌન રડે છે.
શું-
અભિવ્યક્તિઓ પણ
આટલી અસરકારક?
-નીલા ઠાકર
ટિપાં,ટિપાં…એક
૧. વાદળ ગળે,
ધરતી રસે
૨.ફાલ્યાં કેસૂડાં જંગલે,
ભભકી વાદળમાં આગ
૩.ઉર્મિઓ…..ઉર્મિઓ
ક્યાંથી આવે,ક્યાં જાય?
અંગના પણ અનંગના
૪. રાધા ગોરી, કિશન કાળાં
કવિઓ ગાયાજ કરે
ઉમા શ્યામા, શિવજી ધોળાં
લોકો ચર્ચ્યાજ કરે
અતિ અંધકાર કે અતિ પ્રકાશમાં
ના કોઈ ફરક – માત્ર અસ્તિત્વજ
૫.ચોખાનાં દાણા, શેઠાણીને મન
-મોગરાની કળીઓ
મોગરાની કળીઓ-
ભિખારણે ચોખા ભાળ્યા
ડો.કનક રાવળ પોર્ટલેંડ, ઓરિગોન ઓક્ટોબર ૨.૨૦૦૯
એક મૂંગી વેલ વિશે
વાચા ભલે ન છે ગતિ; મૂંગી મૂગી જશે,
એ અબોલા હસ્તી છે, મૃત્યુ લગી જશે.
વૃક્ષ થઈ આવો તમે, નિજ નજીક વાવો તમે,
થોડીક જુઓ રાહ એ તમને પૂગી જશે.
કેટલી નાજૂક છે કે ફૂલ પણ ભારે પડે,
ગંધ શોખીન એજ તમને ઊંઘમાં સૂંઘી જશે.
આ પ્રપંચી પૃથ્વીમાં ખૂબ છે ગુંચાઈ એ,
તો પણ તમે પંપાળશો કે એ તરત ઊંઘી જશે.
ખૂબ ભોળી છે સ્વભાવે, તેથી તો સૌ છેતરે,
ઢંકાયેલી રહે ભો નહીં કે કો ચૂગી શકે.
એ બીજનું મૂળ માટીથી ખરડાયેલું રહે,
હોશો ટીપા શા અશ્રુજલથી કે ઊગી જશે.
ફૂલને જ્યમ વજ્ર ધારે, એમ ઉશનસ એહ ને,
એક લક્ષ્મણરેખ એ કો દી ન ઓળંગી જશે.
-ઉશનસ
આપી દો..
મનોવ્યાપાર અટકળને તરસનું નામ આપી દો,
ફકત એકાદ તો અનહદ છલકતો જામ આપી દો.
પછી સંબંધ જેવું વિસ્તરે અઢળક તમારાથી,
ઋણાનુંબંધમાં સમથળ ઋચા સરિયામ આપી દો.
સમય આવ્યે ઊગે સૂરજ અને ઢોળાય રંગો પણ,
નરી રંગોની મિલકતને નવા આયામ આપી દો.
ખરે ખીલે નગરની રિકત ઘટનાઓ વ્યવસ્થામય,
ધરા આકાશ, ઓજસ, જળ,પવન નિષ્કામ આપી દો.
પડે પરદા ઊઠે પરદા નડે પરદા ખરે પરદા,
હઠે આચ્છાદનો હળવા સહજ અંજામ આપી દો.
-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)
બરફ:મૉનો ઈમેજ
Ice sculpture of child:
*******************************
૧, બરફ્
જાણે કે
જામી ગયેલું ચોમાસું!
કે પછી
કોઈનું થીજી ગયેલું આસું?
૨, બરફ
થોડી રાહ જુઓ તો
પીગળે પણ ખરો!
પરંતુ
આ પથ્થર ?
૩,બરફ
એ તો છે
પાણીની વધી ગયેલી ઉંમર!
જાણે એને આવી ગયાં ધોળા
અને સમગ્ર શરીર પર
છવાઈ ગઈ સફેદી!!
-સુધીર પટેલ
સૌજન્ય: ઉદ્દેશ