"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાચી સમજ….

securedownload.10jpg

અસલરૂપે  અમે  દુનિયાને દેખાઈ નથી શકતા,
બહુ સાદા સરળ હોવાથી સમજાય નથી શકતા.

-‘રાઝ’ નવસારવી

       ઈરાનામાં એક વાર ઘોર દરિદ્રતાએ ધામો નાખ્યો હતો. ભૂખ્યાં લોકો ધનિકોને  લૂંટવા જહેમત કરતાં. ત્યાંના એક શાહ સોદાગરે આ જાણ્યું ત્યારે તેની ઊંઘ હરામ થઈ ગઈ. તે બીતો બીતો જીવવા લાગ્યો ત્યારે એક દિવસ આ ભયભર્યા જીવનથી કંટાળી તેણે સંપત્તિનો ત્યાગ કર્યો અને બે ટંકનું ભોજન ભિક્ષા દ્વારા મેળવી નિરાંતે ઊંઘી જતો. એક વાર ત્યાંના સંત આઝરનો તેને ભેટો થયો. સંત આઝરે પૂછ્યું,’કેમ છો? પેલા સોદાગરે કહ્યું, જ્યારથી આ ફકીરી સ્વીકારી છે ત્યારથી આનંદ છે, ચેનથી ઊંઘવા માટે જ આ ફકીરી સ્વીકારી છે,’ ત્યારે આઝરે ખૂબ વિચાર કરીને પેલા સોદાગરને કહ્યું,’તમે મોટી ભૂલ કરો છો. ફિકરકી ફાકી કરે ઉસકા નામ ફકીર.’ પેલા સોદાગરને સમજાય ગયું કે પોતાની ફકીરી સ્વાર્થપ્રેરિત છે. પોતે તો પોતાની  સલામતી માટે ફકીરી  સ્વીકારી છે. સાચો ફકીર તો બીજાંનાં દુ:ખો દૂર કરવા ફકીરી સ્વીકારે છે અને એ શાહ સોદાગરે સંતાઝરના ચરણોમાં માથું ઝુકાવી દીધું.

સૌજન્ય: કુમાર

સપ્ટેમ્બર 14, 2009 Posted by | ગમતી વાતો | Leave a comment

   

%d bloggers like this: