"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સચવાતી નથી

(કવિશ્રી  કિરણ ચૌહાણે , એક કવિ મિત્રની યાદ રૂપે  ડિસેમ્બર,૧૧,૨૦૦૭ માં મારી સુરતની મુલાકાત વખતે “સ્મરણોત્સવ”ની અમુલ્ય ભેટ આપી, અવાર નવાર એજ ગઝલ સંગ્રહ વારંવાર વાંચુ છું, આનંદ અનુભવુ છું..અવાર-નવાર એમની યાદગારો ગઝલો આ બ્લોગમાં મૂકવા મન લલચાય  છે.)

બે  જ  પળની  જિંદગી  છે  તો  ય   જીવાતી   નથી,
એક  પળ  ખોવાઈ  ગઈ  છે, બીજી  સચવાતી નથી.

ઓ  શિકારી! પાંખ   લીધી, આંખ પણ લઈ લે હવે,
આભને   જોયા   પછીની    પીડ   સ્હેવાતી    નથી.

ઈશ્વરે  જાણે   તમસ  પર    શ્યામ  અક્ષરથી  લખી,
વાત   મારા   ભવિની  મુજને     જ વંચાતી  નથી.

હા, કદી   બિલકુલ  અનાયાસે   ગઝલ  સર્જાય  છે,
સો   પ્રયત્નો  બાદ  પણ    ક્યારેક   સર્જાતી   નથી.

તું    હવે   તારી જ  ગઝલો  ભૂલવા  લાગ્યો ‘કિરણ’
આટલી   મૂડી   છે તારી, એ ય સચવાતી   નથી?!

સપ્ટેમ્બર 10, 2008 - Posted by | ગમતી ગઝલ

8 ટિપ્પણીઓ »

 1. આંખો છે સાવ ખુલ્લી અને ગઝલો પણ છે સામે.
  અક્ષરો તો વંચાય છે પણ ગઝલો વંચાતી નથી.

  ટિપ્પણી by Shah Pravinchandra K | સપ્ટેમ્બર 10, 2008

 2. sundar gazal.

  ટિપ્પણી by rekha | સપ્ટેમ્બર 10, 2008

 3. એમનો બાયો ડેટા મળી શકે? અને ફોટો પણ ?

  ટિપ્પણી by Suresh Jani | સપ્ટેમ્બર 10, 2008

 4. ઈશ્વરે જાણે તમસ પર શ્યામ અક્ષર લખી,
  વાત મારા ભવિની મુજને જ વંચાતી નથી.
  – આ શેરમાં અક્ષર લખી છે કે અક્ષરથી લખી?

  સુંદર ગઝલ. મત્લા ખૂબ ગમી ગયો.

  ટિપ્પણી by વિવેક ટેલર | સપ્ટેમ્બર 17, 2008

 5. બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી,
  એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.

  ભારોભાર સત્ય …ખુબ સુંદર.

  ટિપ્પણી by દક્ષેશ | સપ્ટેમ્બર 17, 2008

 6. Dear Uncle,

  You might be surprised as the name by which I addressed you may be known by very few of people and that too who are close to you. In fact I am also one of your relatives. Daughter of Didiben, Bhavnagar.

  Anyway I found your website from readgujarati.com. The poems are really touching to heart. Honestly appreciate your thoughts and efforts to keep Gujarati language alive.

  God may bless you and give the more strength to keep this initiative going on.

  Regards,
  Meera and Amit Khokhar.

  ટિપ્પણી by Meera Takolia | સપ્ટેમ્બર 19, 2008

 7. અમારે તો સો શું હજાર પ્રયત્નો બાદ પણ ગઝલ સર્જાતી નથી અનું શું ? છન્દના મેળ વસમા લાગે છે.!!!!!

  ટિપ્પણી by nilam doshi | સપ્ટેમ્બર 20, 2008

 8. ખરેખર સુંદર ગઝલ-હૃદયસ્પર્શી….!
  અભિનંદન.

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | સપ્ટેમ્બર 23, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: