નૂતન વર્ષાભિનંદન..
નવા-વર્ષે સૌને વંદે,
ના રહે કોઈ મનમાં સંદેહ.
નિર્મળ જળમાં સ્નાન કરીને,
દૂર કરીએ મનના મેલ.
આવો પ્રેમની જ્યોત જલાવી,
ભાઈચારાની ભક્તિ કરીએ.
વિશ્વકુંટુંબની ભાવના સેવી,
હળી મળી સૌ એક બનીએ,
આ તારું’,આ મારું, ના એવું
‘સૌનું સહિયારું’ દીલ રાખીએ.
આ નૌકા સૌની,સૌનો સાગર,
મહા-ભવસાગર સાથ તરીએ.
દિવાળી
Wishing You & Your Family Happy Diwali and Prosperous New year …..!!!!!!
***********************
દિવાળી એટલે મહાપર્વ. હિંદુ પંચાંગ પ્રમાણે ગુજરાતી વર્ષનો અંતિમ દિવસ. આસો મહિનાની અમાસ હિંદુ ધર્મનાં લગભગ બધાજ સંપ્રદાયોમાં અનેરૂ મહત્વ ધરાવે છે.
દિવાળીની સાથે અનેક કથાઓ જોડાયેલી છે, જેમકે ભગવાન રામનું રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યામાં આગમન, ભગવાન કૃષ્ણ દ્વારા ૧૬,૧૦૦ રાણીઓને નરકાસુરના કારાગૃહમાંથી મુક્તિ, ભગવાન મહાવીરનું નિર્વાણ, વિગેરે. આ દિવસે લોકો નવા વસ્ત્રો પહેરે છે, દેવ દર્શને જાય છે, બાળકો ફટાકડા ફોડે છે અને ગુજરાતીઓ દિવાળીની સાંજે ચોપડા પૂજન કરે છે. ઇ.સ્. ૨૦૦૮નાં વર્ષમાં દિવાળી ૨૮ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
દિવાળી શબ્દ સંસ્કૃતભાષાનાં દીપાવલી નું અપ્રભંશ છે.દીપાવલીનો અર્થ છે,દીપ એટલેકે દીવાઓની હારમાળા,દીવો એ ધર્મ નું પ્રતિક છે,માટેજ દિવાળી પર અસલ રીવાજ મૂજબ સંખ્યાબંધ દીવાઓની કતાર પ્રગટાવવામાં આવે છે.દીવાને લક્ષ્મીજીની બોલબાલાનું પ્રતિક પણ મનાય છે.
દિવાળીનાં તહેવાર એ આમતો છ દિવસોનાં અલગ અલગ તહેવારોનું સંયોજન છે.જે વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇ બીજ થી ઓળખાય છે. આ દરેક દિવસોનું હિન્દુ ધર્મ અને ભારતિય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે.
*************************************************************************************
Deepavali, or Diwali is a major Indian festival, and a significant festival in Hinduism, Sikhism and Jainism. [3] Many legends are associated with Diwali. Today it is celebrated by Hindus, Jains and Sikhs across the globe as the “Festival of Lights,” where the lights or lamps signify victory of good over the evil within every human being. The festival is also celebrated by Buddhists of Nepal, particularly the Newar Buddhists.
In many parts of India, it is the homecoming of King Rama of Ayodhya after a 14-year exile in the forest.[4] The people of Ayodhya (the capital of his kingdom) welcomed Rama by lighting rows (avali) of lamps (deepa), thus its name, Deepavali. This word, in due course, became Diwali in Hindi. But, in South Indian languages, the word did not undergo any change, and hence the festival is called Deepavali in southern India. Southern India marks it as the day Lord Krishna defeated the demon Narakasura.
Diwali is celebrated on the first day of the lunar Kartika month, which comes in the month of October or November.
In Jainism it marks the nirvana of Lord Mahavira, which occurred on October 15, 527 BCE.
Among the Sikhs, Diwali came to have special significance from the day the town of Amritsar was illuminated on the return to it of Guru Hargobind (1595-1644) who had been held captive in the Fort at Gwalior under the orders of the Mughal emperor, Jahangir (1570-1627). Emperor Jahangir had incarcerated the sixth Nanak since he was fearful of the Guru’s growing popularity and influence. As the sixth Guru (teacher) of Sikhism, Guru Hargobind Ji, was freed from imprisonment along with 53 Hindu Kings (political prisoners) whom he had arranged to be released as well. After his release he went to Darbar Sahib (golden temple) in the holy city of Amritsar. There, he was greeted by Sikhs and many other people. In happiness they lit candles and diyas to greet the Guru. Because of this, Sikhs often refer to Diwali also as Bandi Chhorh Divas – “the day of release of detainees.”
In India, Diwali is now considered to be a national festival, and the aesthetic aspect of the festival is enjoyed by most Indians regardless of faith.[5]
Courtesy: Wikipedia
કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)
(કાળી ચૌદશને દિવસે ગુજરાતમાં ઘરમાંથી કકળાટ કાઢવા માટે તે દિવસે..તેલમાં વડા(દાળવડા) તળી પહેલો ઘાણ શેરી કે પોળના ચાર રસ્તા પાસે પધરાવવાંમાં આવે અને પછી પાણીનું કુંડાળું કરવામાં આવે..માન્યતા એવી પ્રવૃતે છે કે એથી ઘરમાંથી કકળાટ જાય! ખરેખર તો એ દિવદે દિલ સાફ કરી મનનો મેલ ધોઈ..આત્માને શુદ્ધ રાખી પ્રમાણિકતાથી જીવવાનો છે.)
નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.
સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા.વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ,સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે( કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી,ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરેછે.
નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ!
આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરેછે.મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.
ગુજરાતમાં અને કાઠીયાવાડમાં આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરેછે..સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરેછે..
In English
Legends behind Chhoti Diwali
The story goes that the demon king Narakasur ruler of Pragjyotishpur (a province to the South of Nepal) after defeating Lord Indra had snatched away the magnificent earrings of Aditi, the Mother Goddess (the ruler of Suraloka and a relative of Satyabhama, Lord Krishna’s wife) and imprisoned sixteen thousand daughters of the gods and saints in his harem.
On coming to know about this, Satyabhama was enraged by Narakasura’s malevolence towards women, and she appealed to Krishna to give her the golden chance to destroy Narakasura. The legend also says that Narakasura was given a curse that he would be killed by a woman. Krishna granted Satyabhama a boon to fight with Narakasura. With Krishna as the charioteer, Satyabhama entered the battle field. During the war, Krishna swooned for a while, a preordained divinely act adopted to empower Satyabhama to kill the demon. After Narakasura was beheaded, the imprisoned women were released, and Krishna accepted to marry them.
So on the day previous to Narakachaturdashi, Lord Krishna’s divine intervention led to the killing of the demon, Narakasura and liberation of the imprisoned damsels as well as recovery of the precious earrings of Aditi. As a symbol of that victory Lord Krishna smeared his forehead with the demon king’s blood. Krishna returned home in the very early morning of the Narakachaturdashi day. The womenfolk massaged scented oil to his body and gave him a good bath to wash away the filth from his body. Since then the custom of taking bath before sunrise on this day has become a traditional practice specially in Maharashtra.
It is interesting to note that Bhudevi, mother of the slain Narakasura, declared that his death should not be a day of mourning but an occasion to celebrate and rejoice. Since then, Deepavali is being celebrated by people every year with joyous celebrations with lot of fun and frolic, and fire works.
In South India that victory of the divine over the mundane is celebrated in a very peculiar way. People wake up before sunrise prepare a paste by mixing Kumkum in oil, symbolizing blood and after breaking a bitter fruit that represents the head of the demon King that was smashed by Krishna, apply that mixture on their foreheads. Then they have an oil bath using sandalwood paste.
In Maharashtra also, traditional early baths with oil and “Uptan” (paste) of gram flour and fragrant powders are a `must’. All through the ritual of baths, deafening sounds of crackers and fireworks are there in order that the children enjoy bathing. Afterward steamed vermicelli with milk and sugar or puffed rice with curd is served.
આપણે પાછા મળી ગયા !
(અમેરિકન ધરતી પર..અમો ૧૯૭૫માં આવ્યા.નવો દેશ,નવા નવા અમો,નવી રીત-ભાત,સ્થાઈ થવાની ચિંતા,ભાવિની ચિંતા, કુંટુંબ સાથે અજાણી-ભોમપર શું કરીશું? આ બધી વિટ્ંબણા વચ્ચે..કાવ્ય-સુંદરીનું શું? એ વિચાર સુધ્ધા પણ ન આવ્યો! બસ આવીજ રીતે વર્ષો વીતી ગયાં. આ કાવ્યધારાનું ઝરણ બસ સુકાય ગયું! પંદર-વિસ વરસબાદ હ્યસ્ટનમાં ચાલતી’સાહિત્ય સરિતા ‘એ ફરી એ ઝરણને આવેગ આવ્યો! બસ ફરીપાછા, કાવ્યસુંદરીને મળ્યાં , અને એ ઘટનાને આધારિત આ કાવ્ય લખેલ છે.)
વર્ષો વીતી ગયા,
ના તો યાદ મેં કરી.
ના તો તે કોઈ ફરિયાદ કરી.
સપથા લીધા’તા..’સદા સાથ રે’શું.’
રહ્યા સાથ, જાણે પ્રણયકુંજમાં પ્રેમી-પ્ંખી!
સાથ સાથ ગીત ગાતા,
પ્રયણમાં મીઠી મીઠી ફરી..યાદ કરતાં,
કદી સાગર કિનારે સાંજવેળા,
નદી કિનારે રોજ મળતાં.
દિલ બહેલાવતી અમાસ રાતે,
વસંતી ગીત ગાતી ખુદ જાતે.
શું થયું ? બસ વિખૂટા પડી ગયાં!
અજાણી ભોમમાં..ભૂલ્યા પડ્યા કોઈ પ્રવાસી!
અચાનક એક દિ..બસ અચાનક!
સામ સામા મળી ગયાં,
ના તો ફરિયાદ મેં કરી,
ના તો એણે કરી..
બસ ચૂપ ચાપ,
એક બીજાના હૈયા મળી ગયાં,
‘કવિતા’!આપણે પાછા મળી ગયાં.
ધનતેરસનું મહત્વઃ
આપણાં દરેક તહેવારનું મહત્વ રહેલ છે, સાથે સાથ કોઈ ઘટના સાથે એનું અનુસંધાન સંકળાયેલે છે.દિવાળીના પાંચ શુભ-દિવસોમાંનો આ પહેલો દિવસ ગણવામાં આવે છે.
મહારાજા હિમાના એકના એક પુત્રનું રાજ-જ્યોતિષે ભવિષ્ય ભાખેલ કે તેમનું મૃત્યું તેમનાં લગ્ન દિવસ પછી ચોથા દિવસે કાળિયાનાગથી થશે. લગ્નના ચોથા દિવસે તમની પત્નીએ પોતાના પતિ રાજકુમારને સુવા ના દીધા. પોતાના બધા સોનાના તેમજ હિરા-જડીત દાગીના , ચાંદી, સોનાના સિક્કા બધુએ એક મોટા કોઠામાં ભરી ઓરડા પાછળ મૂકી દિધા. પોતાના સુવાની પથારીની આસ-પાસ જગ-મગતઆ હજારો દિવા પ્રગટાવ્યા, ચારે બાજુ બસ રોશની થી ઓરડો પ્રકાશિત કરી દિધો.. સાથો સાથ રાણી એ માંગળિક ગીતો ગાવા લાગી. યમરાજ કાળોનાગ બની ઘર તરફ આવ્યાં.. ચારે બાજુ એટલો પ્રકાશ અને રોશની હતી કે એ અંજાય ગયા. ઓરડા પાસે જે ધનથી કોઠી હતી તેની પર ચડી ગયો અને આખી રાત મધૂર સંગીત અને રાણીના સુંદર ગીતો સાંભળતા રહ્યાં.. સવાર પડતાંની સાથેજ શાંતીથી બહાર જતા રહ્યાં.. રાજકુમાર બચી ગયો! આ દિવસ “યમદિપાદાન” તરિકે પણ જાણીતો છે.
બીજી માન્યતા મુજબ દેવ-દાનવો મળી દરીયોને વલોવી ઝે’ર. અમૃત ( ધનવંતરી દેવ) પ્રગટ થયા.આય્રુર્વેદમાં “ધનવંતરી”ની આદિવસે પૂજા થાય છે.
ધનતેરસને દિવસે ધન-લક્ષ્મીની પૂજા સાથે શુભ-સાથિયો અને દિપ પ્રકટાવી ઘરમાંથી ખરાબ તત્વોની વિદાય અને શુભ-વિચારો સાથે લક્ષ્મીને આહવાહન!
મારો મારગડો છોડીને હાલતો થા!!
૨૦૦૭માં ભાવનગરની મારી યાદગાર મુલાકાત દરમ્યાન, ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ એ એમ.એ.ના ગુજરાતી-વર્ગ સાથે મુલાકાતની તક આપેલ..તેમાની એક ઝલક હજુ યાદ છે તે ‘લોકગીત” જે સુંદર સ્વરે એમ.એ.ની વિદ્યાથીની વનીતા વાઘેલા,જેમણે આપણાં લોક લાડીલા દિવાળીબેન ભીલ જેવાજ સુરે “મારો મારગડો છોડીને હાલતો થા!! જે ગીત સંભળાવેલ, તે સુંદર ગીત આપની સમક્ષ મૂકતા આનંદ અનુભવું છું.મને આશા છે કે એ વિદ્યાથીની જરૂર એક સુંદર ગાયક કલાકાર બની શકશે.
****************************************************************
મુને એકલી જાણીને કાને છેડી રે.
પછી કહિ દવ યશોદાના કાનમાં
મારો મારગડો મારો મારગડો
મારો મારગડો છોડીને હાલતો થા..પછી કહિ દવ યશોદાના કાનમાં
મેળામાં મળવા હાલી મારી સખી સૈયર
મેળામાં મળી ગયો પેલો રે તફાની કાન
મારો છેડલો ન જાલ તને કહિદવ છું
પછી કહિદવ યશોદાનાં કાનમાં..મુને એકલી જાણીને કાને છેડી રે.
બેડલું રે લઈને હું તો સરોવર ગઈતી
પાછું વાળીને જોયું બેડલું ચોરાયું
મારા બેડલાનો, મારા બેડલાનો (૩)
મારા બેડલાનો ચોર કેમ ગોતું હું?
પછી કહિદવ યશોદાનાં કાનમાં..મુને એકલી જાણીને કાને છેડી રે.
સૌજન્યઃ વનીતા વાઘેલા
સળગું છું બ્હાર-અન્દર આ આગ કોઈ ઠારો,
સળગું છું બ્હાર-અન્દર આ આગ કોઈ ઠારો,
ડોકાઈને ઘડીભર આ આગ કોઈ ઠારો.
ભુંજાઈ જશે પળમાં લીલુંય સૂકા ભેગું,
ઝાઝું હવે ન અન્તર આ આગ કોઈ ઠારો.
આ શ્વાસ પણ હવે તો લાગે છે પવન જેવા,
ભડકે છે ઓર ભીતર આ આગ કોઈ ઠારો.
રગરગ બધીય જાણે જ્વાળાઓ લપેટાઈ,
સાક્ષાત અગન અજગર આ આગ કોઈ ઠારો.
જ્યાં હોય સૌ ઉકળતા દોડીને કોણ આવે,
ઓ સાત મહાસાગર આ આગ કોઈ ઠારો.
જન્મોય કૈક લીધા સદીયોય કૈક વીતી,
રૂંધાય છે હવે સ્વર આ આગ કોઈ ઠારો.
-રાજેશ વ્યાસ’મિસ્કીન’
રવીન્દ્રનાથના મૌકતિકો!!
મનુષ્ય ક્રૂર હશે,
પણ મનખો માયાળુ છે.
Men are cruel, but Man is kind.
મૃતકો પર ભલે કીર્તિ-કળશ ઢોળજો,
પણ જિવતાં પર પ્રેમનો ચિરંજીવ અભિષેક હજો.
Let the dead have the immortalitu of fame,
but the living the immortality of love.
વર્ષાજળે જૂઈના ફૂલને હળવેથી કહ્યું-
‘મને તારે હૈયે નિરંતર વાસ દેજે’
એ બોલ સાથે ફુલ નિશ્વાસભેર ખરી પડ્યું.
The raindrop whispered to the jasmine,
‘keep me in your heart for ever.’
The jasmine sighed,;Alas’,and dropped to
the ground.
આ જીવન તો સાગરખેપ છે;
આપણે એક નૌકામાં હમસફર છીએ.
મૃત્યુ-આરે પહોંચશું અને
સહુ પોતપોતાના મુકામની વાટ લેશું.
This life is the crossing of a sea,
where we meet in the same narrow ship.
In death we reach the shore and
go to our different worlds.
જીવન અખૂટ છે એ જાણવા માટે
હું વારંવાર મૃત્યુ વાંછીશ.
I shall die and again to
know that life is inexhaustible.
દિવાળીની વાર્તા..ચતૂર વહુ
એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.
એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!
દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!
વેદનાનું દર્દ..
કહો, આ વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?
અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.
અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું,
અમારા અંતરે વસવા તણું એ ઠીક બ્હાનુ છે.
ન કહેશો કે શમાની રોશની અમ મંદિરે દીઠી,
અમારા મંદિરે જ્યોતિ તણા દરિયાવ ભાનું છે.
મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં, દિલબર!
તમારા બિન્દુમાં સાગર શમ્યા એ પણ મજાનું.
ઘડીભર મને કહે છે કે તમારો સંગ ના યાચું,
છતાં આજીઝ બનું છું કે હઠીલું દિલ દીવાનું છે.
તમારા ખોફ ને રહેમત તણી બરદાસ્ત આદરવી,
અમારું જંગનું મયદાન એ ને એ બિછાનું છે.
તમારો વસ્લ યાચી જિંદગાની છો ખતમ થાતી,
પછી અમ દ્વાર પર આવી તમારે યાચવાનું છે.
-કપિલ ઠક્કર’મજનૂ;
પાનખર
પરિવર્તન ગમે , ભલેને જિંદગી રોજ બદલતી લાગે,
પાનખરને વગોવું તો અમારા દીલને ઠેસ લાગે.
શું ખોટું થયું ? આ વૃક્ષ-વેલા એના વસ્ત્રો બદલે!
કોઈ હસી ઉડાવી કહે , એ આજ નગ્ન લાગે!
કુદરતનાં કઈ બંધંનો, સમય આધિન બદલાય છે!
સમય પહેલાં બદલાય, એ કેટલાં બેહુદ લાગે!
‘દીપ’ જિંદગીની હર મૌસમને તું માણતાં શિખે,
મોત મૌસમ સ્વિકારતા ન તને કોઈ ડર લાગે.
જન્મ-મરણ-ચીમન પટેલ ‘ચમન’
દિકરો જન્મ્યો
ત્યારે,
બઘા હસ્યા
ને
એ રડ્યો !
એના
મૃત્યું ટાણે
બઘા રડ્યા
ને
એ મૂક હસ્યો–
મૂકિત માટે !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૮/’૯૮
એક ગઝલ-નઝીર ભાતરી
-નઝીર ભાતરી(૧૯૩૦-૧૯૫૫) જન્મ સુરત,૨૫ વર્ષની વયે કેન્સરથી મરણ,માત્રા ૬૦ જેટલી ગઝલો રચી
અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલની વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.
મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાનો છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી.
હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ,
સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.
જગત ટૂંકી કહે જિંદગીને એમ માનીને,
જે એના ગમમાં વીતે છે એ ગણનામાં નથી હોતી.
સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને,
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.
‘નઝીર એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર,
જે ખુશ્બુ હોય છે બીજામાં એનામાં નથી હોતી.
‘ન જાણ્યું જાનકી નાથે’
(‘ન જાણ્યું જાનકી નાથે’ સંસ્કૃતમાં એક ઉક્તિ છેઃ‘ अहं न जाने [जानामि], हे जानकीनाथ,प्रभाते किं भविष्यति।’
“ન જાને જાનકીનાથ પ્રભાતે ભવિષ્યતિ” તેનો અર્થ એવો છે કે જાનકી નાથ, હું નથી જાણતો કે સવારે શું થવાનું છે? તેને બદલે’ન જાને’એટલે ભૂલમાં ‘ન જાણે’ એવો ખોટો અર્થ કરવામાં આવ્યો છે.અર્થાત જાનકીનાથ પણ જાણતો નથી કે સવારે શું થવાનું છે. આ ખુલાસો ડાકોરના સ્વામી હરિદાસ મહારાજે તેમની રચનામાં કર્યો છે. જે નીચે આપી છે.)
થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!
હતો લંકેશ બહુબળિયો, થયો બેહાલ ના જાણ્યું.
જગત સૌ દાખલા આપે, સવારે શું થવાનું છે?
જુઓ પાંડવ અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે?
થઈ રાજા રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ સૌ સાથે,
ન જાણ્યું ધર્મ જેવાએ સવારે શું થવાનું છે?
અરે!થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે?
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે?
સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે,
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે.
હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગુલ,
હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે?
થવાનું તે થવા દેજે ભલે મનમસ્ત થઈ રહેજે,
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?
(ક્યાંક આ કૃતિના રચયિતા તરીકે બાલશંકરનું નામ દર્શાવવામાં આવે છે.
નવમે નોરતે-ઘૂમતો ગરબો…
આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય.ટેક.
ચૂંદડીમાં ચમકે તારલા રે રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય,
નવરંગે રંગી ચૂંદડી રે રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે હીરલા રે , રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય,
શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાય,
અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
પહેરી ફરે ફેર ફૂદડી રે, રૂડી ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય,
લહેરે પવન ઊડે ચૂંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
આસમાની રેંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
‘અગમ’પાલનપુરીની વિદાય…
કવિ’શૂન્ય’પાલનપૂરી એ પાલનપૂરને ગુજરાતી ગઝલનો ‘દિલખુશ બાગ’કહ્યો છે. એ ‘દિલખુશ બાગ’ના એક મઘમઘતા પુષ્પ તરીકે રતિલાલ બોરીસાગરે જેમને ઓળખાવેલા તે કવિ’અગમ’પાલપૂરી(જન્મઃ ૧૦ ડીસેમ્બર ૧૯૪૩) હવે આપણી વચ્ચે નથી. ૬ જુલાઈ ૨૦૦૮ના રોજ એમણે વિદાય લીધી.
ચૌદ-પંદર વરસની ઉંમરથી જ લખવાનું શરૂ કરનાર કવિ ‘અગમ’પાલનપૂરી અઢળક રચનાઓ આપી. મૂળ નામ હુસેનખાન ઉમરખાન પઠાણ. સામાન્ય અભ્યાસ હીરા ઉદ્યોગમાં ઝંપલાવેલું અને છેલ્લે પિતાનો ઘડિયાળ રિપેરીંગનો વ્યવસાય અપનાવેલો એમણે ક્યાંક લખેલું-
એજ કરવી છે અગમ કારીગરી
કાળ ખોટો ના ઠરે ઘડિયાળમાં…
પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ’ અચરજ’ ૧૯૮૬માં આપતાં પહેલાં ૨૫૧ ગઝલકારોની પ્રતિનિધિ રચનાઓના સંપાદન ‘ઝળહળાટ’ને લઈ એ આપણી વચ્ચે ૧૯૮૪માં આવ્યા.૨૦૦૩માં એમનો બીજો સંગ્રહ ‘અઢળક’ ખૂબ લાંબા સમયે પ્રગટ થયો પણ એ પછી ૨૦૦૫માં ‘અવનવ’ અને ૨૦૦૬માં અરવાખુશ’ લઈ આવ્યા. અરવાખુશ’માં મૂળ પાલનપૂરી બોલીમાં હઝલસંગ્રહ એમણે આપ્યો, સાથોસાથ માન્ય ગુજરાતી ભાષામાં અનુવાદ પણા સુલભ કરી આપ્યો. ગયા વર્ષે ૨૦૦૭માં એમનો પાંચમો સંગ્રહ ‘અખિલાઈ’ પ્રગટ થયો હતો.
આ પ્રસંગે કવિ માધવ રામાનુજ સાથે પાલનપુર જવાનું થયેલું અને એમને પહેલી અને છેલ્લી વાર મળવાનું બનેલું.ઘણું ઘણું અસંગ્રહસ્થ હજુ પડ્યું છે અને પાંચથી છ સંગ્રહો થઈ શકે એટલી રચનાઓ છે એમ કહેતા હતા.
ત્યારે એમણે મને એમનો એક શે’ર સંભળાવેલો-
સમયની પૃષ્ઠતા ગઝલાઈને થઈ ગઈ પ્રકાશિત,લ્યો;
હતી ઉર-ભીતરે તે બ્હાર આવી રોશની અઢળક
એમના એવા શબ્દો પણા સાંભરે છે-
શ્વાસ ‘અગમ’ અઢળક ગઝલવાયો
ક્ષણ ક્ષણ ક્ષણ ક્ષણ મિસરા લઈને..
*******************
કવિઓ આવી આવી ને જાય…
ક્ષણ બે ક્ષણ વિશ્રામ કરીને જાય…
એ તો એવી યાદો છોડતા જાય…
યુગો યુગો લગી સૌ યાદ કરતાં જાય..(વિશ્વદીપ)
સૌજન્યઃ ‘ઉદ્દેશ’
આસન્ન મૃત્યુ.-ડૉ.સિલાસ પટેલિયા
નાવ નાંગરી છે ક્યારની યે!
મારો નાવિક
સાદ દે છે મને…
ઊછળતાં મોજાંઓ
ધસમસતા આવે છે
મારીનાવ પર અથડાતાં રહે છે
મથતાં રહે છે
નાવને દરિયામાં ખેંચી જવા…
પરંતુ મારો નાવિક
પકડી રાખે છે નાવ.
મને લીધા વિના એ કેમ કરીને જાય?
નાવ છે તો હું છું
હું છું તો નાવ છે
હું છું નાવ છે તો નાવિક છે.
રેતાળ રસ્તા પર ડગ માંડતો
કિનારા ભણી આવી રહ્યો છું.
સાંજ ઢળી રહી છે-
આછા અંધારા તળે ઘુઘવે દરિયો
ઘેરા આકાશ તળે એવું મન મારું.
બસ, હવે પાછું વળી નહીં જોઉં
મારો દરિયો
મને સાદ પાડે છે…
IF TOMORROW STARTS WITHOUT ME.
( A few weeks ago a woman was killed in an auto accident. She was very well
liked, so the office shut down for her funeral and it was on the news and
so on. On the day the workers came back to work, they found this poem in their e-mail that the deceased woman had sent on Friday before she left for home.)
If tomorrow starts without me,
And I’m not there to see,
If the sun should rise and find your eyes
all filled with tears for me;
I wish so much you wouldn’t cry
the way you did today,
While thinking of the many things,
We didn’t get to say.
I know how much you love me,
As much as I love you,
And each time that you think of me,
I know you’ll miss me too;
But when tomorrow starts without me,
Ple ase try to understand,
that an angel came and called my name,
And took me by the hand,
And said my place was ready,
In heaven far above,
And that I’d have to leave behind
all those I dearly love.
But as I turned to walk away,
A tear fell from my eye,
For all my life, I’d always thought,
I didn’t want to die.
I had so much to live for,
So much left yet to do,
it seemed almost impossible,
that I was leaving you.
I thought of all the yesterdays,
The good ones and the bad,
I thought of all that we shared,
And all the fun we had.
If I could relive yesterday,
Just even for a while,
I’d say good-bye and kiss you
and maybe see you smile.
But then I fully realized,
That this could never be,
For emptiness and memories,
wou l d take the place of me.
And when I thought of worldly things,
I might miss some tomorrow,
I thought of you, and when I did,
My heart was filled with sorrow.
But when I walked through heaven’s gates,
I felt so much at home.
When God looked down and smiled at me,
From His great golden throne,
He said, ‘This is eternity, And all I’ve promised you.’
Today your life on earth is past,
but here life starts anew.
I promise no tomorrow,
But today will always last,
and since each day is the same way,
There’s no longing for the past.
So when tomorrow starts without me,
don’t think we’re far apart,
For every time you think of me,
I’m right here, in your heart ‘
Courtesy e-mail from -Denish Shah
મુકતક
દસ વર્ષની બાળાનો ગરબા નો ઉત્સાહ ગજબનો છે!નવરાત્રીનોનો અજબનો ઉત્સાહ છે!
**********************************************************************
મળી છે ફૂલ પર સરસાઈ અમને કે બાબતમાં
અમે પ્રેમીઓ મોસમ સાથ બદલાઈ નથી શકતા;
પતનમાં પણા અમારો એજ પાણીદાર ચહેરો છે
આ ફૂલ કંઈ અમારી જેમ કરમાઈ નથી શકતાં.
અમીઝરતી નજરમાં,પ્રીતનાં, મોસમનાં શબ્દોનાં
તમે કલ્પ્યાં ન હો એવાં હું સો દર્પણ લઈ આવું,
જરા મન મોટું રાખીને તમે મારી નજીક આવો
તમે છો કેવાં રૂપાળાં એ દિલપૂર્વક હું સમજાવું.
નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેકવાર
ખુદ આંસુએ દીધો છે દિલાસો અનેકવાર
મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસ એક વખત
ઊંચક્યો છે મેં તો મારો જનાજો અનેકવાર
સહારો ના બન્યા એવા હું આધારોમાં માનું છું
કદી ઊજવી શક્યો ના એવા તહેવારોમાં માનું છું
કદી મારું થશે એવી હજી શ્રદ્ધા છે હૈયામાં
હસો મિત્રો હસો-કે હું ચમતકારોમાં માનું છું
-સૈફ પાલનપુરી
કહેશો નહી
( આજ ગાંધી જયંતિ દેશ-પરદેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે બસ શાંતી,અહિંસા અને સત્ય આ ત્રિવેણી સંદેશમાથી એક પણ સંદેશનું પાલન કરીશું તો ગાંધી-જયંતિનો ખરો મર્મ સમજ્યા કહેવાય)
ગાંધીએ વાવેલ વ્રુક્ષો ; મેં નિહાળ્યા ઝૂંલતા ,
એમના વાવેલ શબ્દો ; આંખ સામે ઊગતા .
અમ યાદ છે તકલાદી ; એવું આળ કો દેશો નહીં,
ગાંધી અહીં જન્મ્યો નથી ; એવું કદી કહેશો નહીં.
વેશ વાણી વતૅને ; હસતી હતી જે સાદગી,
રમતી રહી આજ પણ્ કયાંક સંતો સંગ શી.
આંધી ઓ છો ઊમટે ; ને અંધતા આભે અડે,
સત્યની પદ પંકતી ને; ના કોઈ વંટોળો નડે.
ભારતીના હૃદય કુંજે ; ઝુલતો છાનો રહીં,
ગાંધી અહી જન્મ્યો નથી ; એવું કદી કહેશો નહીં.
વિશ્વદીપ બારડ-૧૯૬૯