"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ધરા ગગનને નહી મળે,

ધરા ગગનને નહી મળે,
         વર્ષા  બની   ચોમાર    રડે!

વ્હાલા આંગણે  આવીને  મળે,
         સગા    સ્મશાને   આવી રડે!

સંધ્યા ઢળી રાતને મળે,
         આંધળી  ડોસી  સૂરજથી રડે!

પડછાયો મધ્યાને નહી મળે,
         સાંજે  લાબો-લસ   બની રડે!

એવાં  ફૂલ  બારેમાસ  મળે,
         પાનખર  અફસોસ  કરી  રડે!

‘ગાંધી’ નામે અહીં ખુરશી મળે,
         સત્ય  અહીં  પોક   મૂકી રડે!

મે 20, 2010 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

  1. ગાંધી’ નામે અહીં ખુરશી મળે,
    સત્ય અહીં પોક મૂકી રડે

    ટિપ્પણી by naresh dodia | મે 20, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.