આવી રૂડી મા તારી મમતા!
ના કોઈ તુષ્ણા કે ના કોઈ મનના મેલ, આવી રૂડી મા તારી મમતા,
ધરતી જેવી ગોદ, સાગર સરીખુ દીલ, આવી રૂડી મા તારી મમતા.
જગમાં આવતા પે’લા પણ પેટમાં પાટુ મારતો શિશુ હરદમ,
હસતા મોંએ સહી લેતી લાત આવી,આવી રૂડી મા તારી મમતા.
બાળ દોડે તું દોડતી, એ સુવે ને તું જાગતી કરતી હરઘડી ઉજાગરા,
સ્નહનો વરસાદ વરસાવતી વાદળી, આવી રૂડી મા તારી મમતા.
કદી ક્યાં કરી છે પરવા દુ:ખની, ઘસી નાંખી જાત મારા ઉછેરમાં,
દયાતણી દેવી દેતી બલીદાન તું, આવી રૂડી મા તારી મમતા.
કદી તું થાકી નથી, પાલવ પ્રસારીને સદેવ મા શિશુને રમાડતી,
શશી જેવી શાંત,સાગર સમી વિશાળ, આવી રૂડી મા તારી મમતા.
કવિઓ લખે ઘણું, તોય મા તારા ગુણ પુરા ગવાઈ નહી,
‘દીપ’ જલે છે અધુરો મા વિના , આવી રૂડી મા તારી મમતા.
*********************************************************
ફૂલો ફૂલો સાથે દેસ્તી કરી સુંદર બાગ સજાવે છે,
માનવી માનવી સાથે દુશ્મની કરી જગ સળગાવે છે.