"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.”

એ જ એનો એ રહ્યો હું    બાળપણ  ચાલ્યું  ગયું,
પ્રેમનું-વિશ્વાસનું     વાતાવરણ    ચાલ્યું  ગયું.

થઈ  ગઈ   કેવી   યુવાની એક તોફાની   નદી,
સાવ નિર્મળ  જળભરેલું  જ્યા ઝરણ ચાલ્યું ગયું.

પ્રૌઢ  માણસ  ઠાવકો   કેવો   ઠરેલો  થઈ ગયો,
ખૂબ  ઊંડો થૈ   ગયો  તો ભોળપણ  ચાલ્યું ગયું.

આવડ્યું   ના વૃદ્ધ  થાતા  પણ  ચાલ્યા સતત,
ગાંડપણ  ગુપચુપ  પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.

ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મે 11, 2010 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: