મારી મિત્ર સમી પત્નિ રેખાને!
ઝાંખો ઝંખો જળ હળતો દીપ,
સજોડે, સજોડે બેસી એક હુંફ અનોખી,
સંધ્યાની કરીશું આરતી હું અને તું..
એક મહેંકતો બાગ, જ્યાં ખીલ્યા સુંદર ફૂલ,
સુંદર માળો બાંધ્યો, ખેલતા બાળનાના,
પાંખ આવી ઊડી ગયાં, રહી ગયાં હું અને તું.
શેષ જિંદગીના સહ પ્રવાસી સુમિત્રો બની,
હાથમાં હાથ જાલી દેતા સહારો,
કરીશું યાત્રા પુરી સંગાથે હું અને તું..
મંઝીલ લાંબી વીતી ગઈ સ્વર્ગ સમી,
તુફાનો વચ્ચે હતી સ્નેહની સાંકળ,
સમી સાંજે સાથ સહચર હું અને તું.
એક એક ક્ષણની કેવી મજા સખી!
‘anniversary આવી હસતી આજ,
માણીએ એક અનોખી મહેફીલ હું અને તું ..
***********************************
આજે લગ્નના પવિત્રા બંધનમાં બંધાયા આડત્રીસ વરસ વીતી ગયાં..ખબર ના પડી ..આ બંધંન એવું છે કે જે સૌને ગમે છે જ્યારે જીવનજોડી એકે એક પગલે સુંદર પ્રીતની ઝાંઝર સાથ રણકાવતી હોય!
એક એક તાલ મળતો હોય!..સંગ સંગ ચાલતા ચાલતા..એક એવી મંઝીલ પાસે પહોંચી જવાઈ છે જ્યાં સંધ્યાનું સુદર ગીત સાંભળવા મળે. આ એક એવો અનોખે સમય છે..જાણે આ સંસારી માળામાં શરૂમાં બે હતાં..બાળકો થયાં..પાંખ આવતા ઉડી ગયાં..પોતાનો માળો બનાવ્યો..એમને જોઈ આનંદ થાય..હવે ફરી માળામાં હું અને તું..તો કેમ નહી? જે શેષ જીવન વધ્યું છે અને સારી રીતે, સુદર રીતે વિતાવીએ..એક સાચા મિત્ર બની..