"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હું નિવૃત થયો છું?

                       

               ‘હંસા,  માત્ર મારે નિવૃત થવાને માત્ર ચાર મહિના  રહ્યાં છે, પછી આપણે ફરવા નિકળી જશુ.’  ‘  હા, અમિત આપણું એકનું એક સંતાન હિતેશ અમેરિકામાં સારી  રીતે સેટ થઈ ગયો છે અને હવે કોઈ ચિતા રહી નથી.પૈસે ટકે  કોઈ દુ:ખ નથી. ભગવાનની દયાથી આપણે ઘણાં જ સુખી છીએ. બસ હું તો તમારી નિવૃત થવાની કાગના ડાળે રાહ જોવ છું! બસ તમે જલ્દી નિવૃત થઈ જાવ અને આપણે બૈઉં  જલ્સા કરી એ!’ ‘ હું પણ આ દિવસની  રાહ જોઈ રહ્યો હતો, યુવાનીમાં ભાઈ-બહેન , માતા-પિતા સૌની વ્યવ્હારિક જવાબદારી માંથી   કદી મુકત થઈ શક્યો નહોતો. અમારું ઘર કાયમ મહેમાનોથી ભરેલું  રહેતું , અને હંસાને કદી કામમાં કોઈ રાહ્ત મળી નથી. પિયરમાં પણ કોઈ નહોતું કે થોડા દાડા ત્યાં જઈ આરામ કરી શકે! સુખના દાડાનું સ્વપ્ન બહું નજીકજ હતું! નિવૃત થવાને માત્ર અઠવાડિયાની વાર હતી. અને હંસા મને એકલો મુકી એક લાંબી મુસાફરીએ નિકળી પડી! જે ઘર  હંસાના  હાસ્ય થકી કિલ્લોલ કરતું હતું એ આજ વેરાન વગડો બની ગયો! હું એકલો અટુલો બાવરો બની ગયો! રસોઈ આવડતી હતી.  ત્રણ ટાઈમની રસોઈ એક વખત બનીવી પેટ-પૂજા કરી લેતો..દિકરો અમેરિકામાં પણ મા ની દિલસોજી ફોન પર પાઠવી ગયો! જોબ પર બહું બીઝી હોવાથી ભારત આવી ના શક્યો!

                                                              ‘ ડેડ! તમે અહી આવી જાવ! હું તમારુ ગ્રીન-કાર્ડ માટે   ફાઈલ કરી દઉ છું.’  ‘બેટા હું  ત્યાં આવી શું કરું?  તમે લોકો જોબ પર જાવ પછી હું તો ઘરમાં એકલો પડી જાવ! અહી મારો સમય વાંચવા-લખવા તેમજ સવાર-સાંજ અહીં ચાલતી ઘણી સામાજીક પવ્રૃતિમાં મારો સામય જલ્દી પસાર થઈ જાય છે.’ ‘ ના ડેડ અહીં બેઠાં બેઠાં અમને  તમારી ચિંતા રહ્યાં કરે, આવડા મોટા ઘરમાં એકલા રહેવું  એના કરતાં એ ઘર વેંચી દો અને જે પૈસા આવે  એમાંથી અહી આપણે મોટું ઘર લઈ શું, જેમાં તમારો સ્પેશિયલ રૂમ જેથી તમારી પણ પ્રાયવેસી જળવાઈ રહે!.’  એકનો એક દિકરા  સાથે  મારી દલિલ વાહિયાત નીકળી. મે જતુ કર્યું! ઘર વેચ્યું, ત્રીસ લાખ રુપિયા આવ્યાં , ગમે તે રીતે  મારા દિકરાએ લગભગ સાંઠ હજાર   ડોલર  ઈ-લીગલ રીતે ટ્રાન્સફર  કર્યા! હું પણ અમેરિકા  આવી ચડ્યો!

                                                              સુગરલેન્ડમાં ચાર બેડરૂમનું ઘર ત્રણ લાખ ડૉલરનું ઘર લીધું..દિકરાએ હપ્તો ઓછો આવે  એથી મારી બધી ભારતની  કમાણીના પૈસા ડાઉન-પે-મેન્ટમાં આપી દીધાં…મને સાંઠ હજાર ડોલરમાં મળ્યો..૧૨” x ૧૨”નો રુમ! દિકરો વહુ સવારે છ વાગે જોબ પર જાય! હું  વહેલો ઉઠી એમના માટે સવારની ચા, નાસ્તો તૈયાર રાખું. ‘ડેડ આજ સાંજે રસોઈમાં દાળ-ભાત અને કૉલીફ્લાવરનું શાક,ઉગાડેલા મગ અને સલાડ.’ ” ઓ કે..રીમા બેટી! .બાય! કહીં, દરોરોજ સાંજે ખાવાનું મેનુ આપી જાય! બન્ને એકજ કંપની માં સાથે જોબ કરતાં હતાં..દિકરો કમ્પુટર એન્જિનયર અને દિકરાની વાઈફ રીમા એજ કંપનીમાં એકાઉન્ટન્ટ હતી. શરુ શરુમાં તો આ કોઈ કામમાં મને આળસ નહોતી. રીમાને પણ હું મારી દીકરી તરીખેજ રાખતો..મારે પોતાને કોઈ દીકરી નહોતી..પણ સમય પલટાઈ છે! સીઝન બદલાઈ છે!
 
                                                            ‘ડેડ! મેં તમને કહ્યું હતું કે આજે કશી રસોઈ નહીં બનાવતા.. એ પણ કીધું’તું કે હું અને હિતેશ આજે  બહાર ખાઈને આવવાના છીએ!’….’પણ બેટી મારે તો ખાવા માટે’.  ‘આ રેફ્રીજેટરમાં પડ્યું છે તે કોણ ખાશે? એ માઈક્રોવેવમાં ગરમ કરીને ખાવામાં શું જોર પડે છે? ફૂડનો ખોટો વેસ્ટ કરો છો..અમો કમાઈએ અને તમે ખોટા પૈસા વેસ્ટ કરો છો! દીકરો એક શબ્દ ના બોલ્યો! હશે!  કહી મેં મન મનાવી લીધું… ‘સોરી..રીમાબેટી..મારી ભુલ થઈ ગઈ!’ ‘…It’s OK..’  મોં ચઢાવી પોતાના રૂમમાં ચાલી ગઈ!..એક પછી એક  મારા માટે ઘરના નવા નવા નિયમો  બંધાતા ગયાં.ઘણીવાર આ નિયમો જેલ કરતાં પણ આંકરા હતાં! રસોઈ મારે બનાવવાની, ઘર સફાઈ મારે કરવાની, લોન્ડ્રી મારે કરવાની,ગાર્ડન વર્ક મારે કરવાનું, સવારના ૫.૩૦ વાગે ઉઠું અને રાત્રે ૧૦વાગે સુવા જાવ ત્યાં લગી મારું વૈત્રુ ચાલુજ હોય! એકનો એક દિકરો, પણ દિકરાના મોં  પર માસ્ક! જે બોલે તે મર્યાદીત જ આવે! જાણે પઢાવેલ પોપટ! મેં ઘણીવાર “Possitive” લેવાની કોશિષ કરી! “રીમા બિચારી થાકી પાકી આવે , જોબ પર કોઈ ટેન્શન પણ હોય્! બોલી કાઢે, છોકરૂ છે! હું  ઘરમાં બધું  કામ કરૂ છું તો મારી તંદુરસ્તિ પણ સારી રહે છે, કોઈ પણ જાતની બિમારી પાસે આવતી નથી અને દવા-દારૂથી દૂર રહેવાય છે!

                                                            ‘પપ્પા, મમ્મી આજ સાંજે તમે તૈયાર રહેજો, આજ શુક્રવાર છે એથી હું જોબ પર થી વહેલી આવી જઈશ તો આપણે ગેલ્વેસ્ટન જઈશું, મજા આવશે! પણ રીમાબેટી અમિતભાઈ પણ સાથે આવશે ને?..’ના, ના પપ્પા, મારી કાર નાની છે અને એમાં માત્ર ચાર વ્યક્તિ આરામથી બેસી શકે! લાંબો રસ્તો છે સંકડાશમાં તમને નહી ફાવે!.. ‘ડેડ અમે ગેલ્વેસ્ટનથી મોડા આવીશું તમે જે ગઈકાલની ખીચડીને શાક પડ્યું છે તે ગરમ કરી  ખાઈ લેશો, સાંજે આવા હલકો ખોરાક લેવાથી તમારી તંદુરસ્તી પણ જળાવાઈ રહે’.
‘ વાહ બેટી વાહ! તારા મમ્મી, પપ્પા દેશથી અહી ફરવા આવ્યાં છે  અને રોજ રોજ કંઈ   ફરવા લઈ જાય છે, જોબ પરથી રજા લઈ ઓસ્ટીન, ડલાસ અને લાસ-વેગાસ જોવા લઈ જાય છે અને હું પણ તારા પિતાની જગ્યાએ છું .મેં તને દીકરીની જેમ માની છે. મેં શું ગુનો કર્યો છે?’ હું મનોમન બબડ્યો! કોને મારી વ્યથા સંભળાવું? હું અહીંનો સીટીઝન બન્યો! સરકાર મને સોસીયલ સિક્યોરિટી બેનીફીટ રુપે ૬૦૦ ડોલર આપેછે તે પણ મારો દીકરો લઈ લે છે મને મળેછે મહિને માત્ર  હાથ ખર્ચીના  ૩૦ ડોલર! જે કોઈ વાર મંદીરે જવું ત્યાં ઈશ્વરને ચરણે ધરૂ! પ્રાર્થના કરૂ: “હે ઈશ્વર મારા દીકરા વહું ને સાચી સમજણ આપ!”  હું હવે ૭૫ની વાનપ્રસ્થાએ આવી પહોંચ્યો છું તંદુરસ્તિ સારી પણ  ઘરમાં આખો દિવસ કામ કરતાં હવે તો થોડો થાક લાગે છે! શરીરતો ખસાઈ ને!

                                                            ‘અમિતભાઈ, તમારી ઉંમરના પ્રમાણમાં તમે માંડ સાંઠના હોય એવા લાગો છો!તમારે તો ઘી-કેળા છે, તમારી વહું-છોકારો બહું સારી રીતે રાખતા લાગે છે.’ સિનિયર સીટીઝનમાં એક ભાઈએ ટકોર કરતાં મને કહ્યું. રોદણાં રોવાથી શું ફાયદો ? મારા ઘરની વાત ખુલ્લી પાડવાથી શું ફાયદો?..’હા ભાઈ વાત સાચી, દીકરો -વહું ઘરમાં કામ કરવાની ના પાડે છતાં તંદુરસ્તિ જાળવવા હું ઘરમાં કામ કરતો રહું છું, મજા આવે છે! રાતે ઉંઘ પણ આરામથી આવી જાય છે.’ પણ  હું મારું મન તુરત મને ટકોરે! એલા! રમણ..કઈક તો સાચું બોલ! છોકરાને ભણાવ્યો. અમેરિકા મોકલ્યો , પાંત્રીસ વરસ જોબ કરી નિવૃત થયો! નિવૃતભર્યું જીવન જીવવા? જે મોજ-શોખ તું જુવાનીમાં કદી ના કરી શક્યો! તે સમય હવે આવ્યો છે! હરફરીને બાકીની જિંદગી ખુશાલીથી જીવ! પણ સાચુ કઉં! મારી આ નિવૃતી અવસ્થા છે જ નહી! હું નિવૃત થયો છું?

                                                            ”અંકલ! હું એકજ એવો છું કે તમારો સાચો ઈતિહાસ જાણું છું. હું જ એવો છું કે તમારી આંખ પાછળ છુપાયેલા આંસુ જોઈ શકું છું. તમો  એક દરિયાના કિનારા જેવા છો..મોજા મજાક કરતાં કરતાં આવે અથડાઈ! કિનારાના ભુકે ભુકા કરે! છતાં..”મોજાની બાળ હઠ છે..સાગર ક્ષમા કરી દે!” એવું આપનું દીલ છે.
‘બેટા ઉમેશ મારી પરિસ્થિતીની કોઈને પણ વાત કરતો નહી!  ઉમેશ હ્યુસ્ટનમાં  રહેછે. મોટેલ છે. અને  મારા પરમ મિત્ર અમરિશનો પુત્ર છે..અમરિશતો આ દુનિયામાં નથી પણ આવા સાચા સુપુત્રને અહી સારા કર્યો કરવા મારા માટે છોડી ગયો છે! આ દેશ સારો છે, માન  મર્યાદા અને પ્રમાણિકતાનો દેશ છે પણ પૈસા પાછળ આંધળી દોટ મુકનારા  સંતાનો  પોતાની આગવી ફરજ ભુલી જાય છે માત્ર ઉમેશ જેવા સંતાનો પોતાના  ભારતીય સંસ્કારો ભુલતા નથી. એ પણ  અઢળક પૈસા  કમાઈ છે પણ લેશ માત્ર અભિમાન વગર સદભાવના સાથે જીવે છે.   ‘અંકલ,  આ વાત હું તમે અને મારી પત્નિ રજની જાણે છે…’ હા, રજનીતો મારી દીકરી કરતાં પણ વિશેષ છે..એનો વાંધો નહી મને ખાત્રી છે કે એ કોઈને પણ નહી કહે!..તો સાંભળો  અંકલ, મેં તમારી એર-લાઈનની ટીકીટ આવતાં મહિનાની ૨૦મીએ લઈ લીધી છે,અને જેવા તમે અમદાવાદ પહોંચશો એટલે..એર-પોર્ટપર..”દીકરાનું ઘર”ની સંસ્થાના માણસો કાર લઈને તમને તેડવા આવશે અને સીધા નિવૃતી-નિવાસે લઈ જશે. મેં સંસ્થાની બધી વિગત જાણી લીધી છે. બગીચો,પ્રાર્થના હોલ,કસરત  રૂમ, યોગારૂમ અને બીજી ઘણીજ પ્રવૃતી ત્યાં ચાલે છે. સવારમાં નાસ્તો, બપોરે લન્ચ અને સાંજનું ભોજન , બસ અંકલ બાકીની જિંદગી ત્યાં ૨૦૦થી વધારે  આનંદથી રહેતા નિવૃત લોકો સાથે ગાળો! ‘ઉમેશ,તારો ઉપકાર હું ક્યાં ભવમાં ચુકવીશ? .અંકલ , તમારા આશિષ એજ મારા માટે બધું છે.. ‘બેટા મને ખબર નથી કે મારી જિદગી કયાં જઈ અટકશે કયારે અટકશે! મહિને ૧૨૦૦ રુપિયાનો બોજો તારા પર લાદ્યો છે..અંકલ એવું ના બોલો! હું પણ આપના દીકરા સમાન તો છું અને ૧૨૦૦ રુપિયા એટલે મારા માટે મહિને ૨૫ ડૉલર! બસ આપના  આશિર્વાદ  મળતાં રહે!  ‘ઉમેશ! હવે હું ફોન મુકું છું , રીમાનો આવવાનો સમય થઈ ગયો છો , બસ આજ રાતેજ મારી બેગ્સ  તૈયાર કરી દઈશ અને દીકરાને કહી દઈશ કે હું થોડા સમય ઉમેશને ત્યાં રહેવા જાવ છું..’ઓ.કે અંકલ! બાય!’
                                                      ‘હાશ! આજ મને સારી ઉંઘ આવશે!, હે ઈશ્વર! આવતા જન્મે મને ઉમેશ જેવો દિકરો આપજે! જેના ઋણ અદા કરવાની મને તક આપજે મારા પોતાના દીકરા-વહુંને સાચી સદબુદ્ધી આપજે! સુખી રાખજે! બસ અમદાવાદ જઈ,શેષ જીવન..ઉમેશ જેવા દીકરાએ…..”દીકરાનું ઘર”ની વ્યવસ્થા કરી આપી. હાશ હવે મારી સાચી નિવૃતી શરૂ થશે! આજ મારી જિંદગીની સુખદ પળનો રંગીન દિવસ હતો!  અમિતભાઈ બહુંજ ખુશ હતા!  પોતાના રુમમાં આજે આનંદની એક અનોખી લહેર છવાઈ ગઈ હતી..એક અનોખી રાત હતી! ઉત્સાહના આવેશમાં હ્ર્દય પણ ધક, ધક કરી ઉમંગમાંના આવેશમાં હતું!   અમિતભાઈ   ગાંઢ નિદ્રામાં શાંતીથી  ક્યારે પોઢી ગયાં  કોઈનેય ખબર ના પડી!

મે 3, 2010 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

   

%d bloggers like this: