"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી”

તને  પ્રેમ   કોઈ   નિરંતર કરે   એ જરૂરી નથી,
સદા શ્વાસ ખુશ્બુ જ  ભીતર ભરે  એ જરૂરી નથી.

તને  યાદ  આવે બધા ને બધુંયે કરે યાદ    તું,
તને પણ બધા યાદ એમ જ કરે એ જરૂરી નથી.

ઘણાં  રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં  અહીં   લાશ   અંતે તરે એ જરૂરી નથી.

હસીને   મળે છે  નિકટ ગણે   છે ગણાવેય  છે,
હ્ર્દયથી  ખૂલીને   ઊંડે ઊતરે  એ જરૂરી નથી.

ગજાથી વધારે અપેક્ષા ન કર કોઈ મિસ્કીન કદી,
ભલા   કોડિયું છે, બધે વિસ્તરે  એ જરૂરી નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મે 10, 2010 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: